જામનગરમાં 14 લાખની લુંટમાં બંને આરોપીના રીમાન્ડ મંજુર

  • January 01, 2025 11:54 AM 

ગણતરીની કલાકોમાં પોરબંદરથી પકડી પાડયા : લુંટનો મુદામાલ અને બાઇક કબ્જે


જામનગરની તારમામદ સોસાયટીમાં ધોળા દિવસે ઘરમાં ઘુસીને મહિલાને બંધક બનાવી દિલધડક લુંટનો ભેદ ગણતરીની કલાકોમાં પોલીસે ઉકેલી નાખ્યો છે, પોરબંદરના બે શખ્સને મુદામાલ સાથે પકડી પાડી એક દિવસના રીમાન્ડ પર લીધા છે.


જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાની સુચના મુજબ શહેરના તારમામદ સોસાયટીમાં રહેતા ફરીદાબેન નામની વૃઘ્ધાને બંધક બનાવીને ઢીકાપાટુનો માર મારી રોકડા 1 લાખ, સોનાનુ બિસ્કીટ અને દાગીના મળી કુલ 14.07 લાખની લુંટના બનાવમાં આરોપીઓને શોધી કાઢવા જુદી જુદી ટુકડીઓ કામે લાગી હતી.


સીટી-એ ડીવીઝન પીઆઇ એન.એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ 12 પોલીસ કર્મીઓની 3 અલગ અલગ ટીમો બનાવી તાકીદે બનાવ સ્થળના સીસી કેમેરા કમાન્ડ ક્ધટ્રોલના ફુટેજ આધારે હયુમન સોર્સની મદદથી તપાસનો ધમધમાટ આદર્યો હતો. સીટી-એ સ્ટાફના રવિ શમર્,િ યોગેન્દ્રસિંહ સોઢા, વિપુલ સોનગરા, વિજય કાનાણીને હકીકત મળેલ કે લુંટમાં મોટરસાયકલ નં. જીજે25એએફ-1646નો ઉપયોગ થયેલ હોય આ બાઇક સાથે બે શખ્સો પોરબંદર ગયાનુ જાણવા મળેલ છે જેથી ટીમ દ્વારા પોરબંદર કમાન્ડ ક્ધટ્રોલના સીસી કેમેરા તપાસ કરતા બાઇક સાથે બે આરોપી પોરબંદરના બોખીરા વિસ્તાર આવાસ બિલ્ડીંગ નં. 28 બ્લોક 7 ખાતે રહેતા હિતેશ પ્રેમજી હોડાર અને પોરબંદરના ખારવા વાડ ભાટીયા બજાર ખાતે રહેતા ધાર્મિક હરીશ વરવાડીયા આ બંનેને પકડી પાડયા હતા.


ગણતરીમાં પકડીને પુછપરછ કરતા ગુનાની કબુલાત આપેલ હોય બંને ઇસમો પાસેથી લુંટમાં ગયેલ આશરે 24 તોલા સોનાના દાગીના જેની અંદાજે કિ. 17.59.372 તથા રોકડા 70 હજાર અને મોટરસાયકલ તેમજ બે મોબાઇલ મળી કુલ 18.89.372નો મુદામાલ કબ્જે કરી લુંટનો ગુનો ડીટેકટ કર્યો હતો. દરમ્યાન વધુ તપાસ માટે બંને આરોપીઓને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરતા એક દિવસના રીમાન્ડ મંજુર થયા છે. બંને આરોપીની પુછપરછ કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application