પોલીસને તપાસ માટે પુરતો સમય મળેલ છે : કોર્ટ
આરોપી તરફે જાણીતા વકીલ અશોક.એચ. જોશી રોકાયેલ...
આ ચકચારી બનાવ ની વિગત એવી છે કે ફરીયાદીએ આરોપીઓ વિરૂધ્ધ ભાણવડ પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ ની કલમ ૧૦૯(૧), ૧૧૮(૨), ૩૩૩,૧૮૯(૨), ૧૮૯(૪), ૧૯૧ (૨), ૧૯૧ (૩), ૧૯૦,૬૧(૨), ૩૫૧(૩), ૩૫ર તથા જી.પી. એકટ ની કલમ ૧૩૫ (૧) મુજબની ફરીયાદ ના આધારે આરોપીઓ લખન જેશાભાઈ કારાવદરા તથા જેશાભાઈ વીશાભાઈ કારાવદરા તથા વીરમભાઈ વિશાભાઈ કારાવદરા તથા જયમલભાઈ રણમલભાઈ મોઢવાડીયા તથા રામભાઈ જેશાભાઈ કારાવદરા તથા અજીતભાઈ ઉફે અજુભાઈ રણમલભાઈ ગોઢાણીયા નાઓ ને પોલીસ દવારા ધરપકડ કરવામાં આવેલ અને નીયત સમયમાં કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવેલ.
તે પૈકી લખનભાઈ જેશાભાઈ કારાવદરા તથા રામભાઈ જેશાભાઈ કારાવદરા તથા અજીત ઉર્ફે અજુભાઈ રણમલભાઈ ગોઢાણીયા ને નાશતા ફરતા આરોપીઓ તેમજ અજાણ્યા ઈસમને પકડવાના બાકી છે જેને આરોપીઓ ઓળખતા હોય તેમજ ગુનો કર્યાબાદ આરોપીઓ એ કયાં કયાં આશરો લીધેલ હોતો અને કોણે તેમને આશરો આપેલ તે અંગે ની તપાસ કરવાની બાકી છે તેવા વીવીધ કારણો સર દીન ૩ માટે પોલીસ રીમાન્ડની માંગણી કરેલ હતી જે રીમાન્ડ અરજી સામે આરોપીઓ તરફે વકીલ અશોક એચ. જોશી દવારા એવી દલીલો કરવામાં આવેલ કે, રીમાન્ડ અરજીમાં જણાવેલ કારણો સબબ આરોપીઓને પોલીસ કસ્ટડીમાં સોપી શકાય નહી.
પોલીસ ને પુરતો સમય તપાસ માટે મળી ગયેલ છે જે તમામ દલીલો ધ્યાને લઈ પોલીસ ને તપાસના કામે પુરતો સમય મળી ગયેલ છે અને દરમ્યાન આરોપીઓની પ્રત્યક્ષ હાજરીની જરૂરીયાત જણાય આવતી નથી તેવુ ઠેરવી અને ભાણવડના મહે. જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ સાહેબ દવારા પોલીસ રીમાન્ડની અરજી નામંજુર કરેલ છે.
આ કામે આરોપી તરફે જામનગરના જાણીતા વકીલ અશોક.એચ. જોશી રોકાયેલ હતા.