તા. પ જુન સુધી તાપમાનમાં વધારો-ઘટાડો થશે એવી હવામાનની ખાતાની આગાહી
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 1પ-15 દિવસથી મહત્તમ તાપમાન 3પ થી 39 ડીગ્રી વચ્ચે સતત રહેતું હતું, હવામાં ભેજ 80 થી 9પ ટકા રહેતો હોય, લોકો બફારાથી અકળામણ અનુભવતા હતા, આખરે ગઇકાલે સાંજથી જ વાતાવરણમાં બદલાવ આવ્યો છે, એટલું જ નહીં મહત્તમ તાપમાન 3પ ડીગ્રીએ પહોંચી જતા તેમજ પવનની ગતિ 60 કીમી પ્રતિ કલાક રહેતા લોકોને ગરમીથી રાહત મળી હતી, મોડી સાંજે પણ ભારે પવન ફૂંકાયો હતો.
કલેકટર કચેરીના કંટ્રોલ મના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન 3પ ડીગ્રી, લઘુતમ તાપમાન ર9 ડીગ્રી, હવામાં ભેજ 76 ટકા, પવનની ગતિ 55 થી 60 કી.મી. પ્રતિ કલાક જોવા મળી હતી.
જામનગર જિલ્લામાં હવામાં ભેજ વધુ રહેતો હોય છે, હવે વાવાઝોડાનો ડર હાલ તો ટળ્યો છે, ત્યારે જિલ્લાના ગામડાઓમાં પણ બફારો રહ્યો હતો, જો કે સાંજે પ વાગ્યે બાદ પપ કીમીની ઝડપે પવન ફૂંકાતા લોકોને રાહત થઇ હતી. જો કે મુખ્યમંત્રીની સૂચના અનુસાર તમામ કલેકટરને હિટવેવ સામે સતર્ક રહેવા જણાવી દીધું છે ત્યારે બપોરના ભાગમાં 1ર થી 4 દરમ્યાન મજુરોને પણ આરામ આપવા જણાવી દેવામાં આવ્યું છે.
જામનગર સહિત સમગ્ર હાલારમાં તાપમાનમાં થોડો ઘટાડો થયો છે, જો કે હજુ કેટલાક શહેરોમાં તાપમાન 40 થી 4ર ડીગ્રી રહ્યું છે, રેમન ચક્રવાતની અસર કલકતા અને પ.બંગાળમાં થઇ છે, ત્યારે આજ સાંજ સુધી હવામાનમાં થોડીઘણી અસર રહેશે તેમ જણાય છે, બીજી તરફ દક્ષિણ અને પશ્ર્ચિમમાં આઇએમડીએ ચોમાસુ વહેલું આવશે તેવી આગાહી કરી છે, તા. 31 ના રોજ કેરળ અને તા. 10-11 જુન આસપાસ મુંબઇમાં પણ ચોમાસુ આવી જશે, તેમ જાણવા મળે છે.
જામનગર શહેરમાં આજુબાજુના વિસ્તારોમાં દોઢસો જેટલી બાંધકામની સાઇટ પર શ્રમિકોને કામ ન કરાવવા ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ કચેરીના અધિકારીઓએ સૂચના આપી દીધી છે. તકેદારીના ભાગપે આ પગલા લેવામાં આવ્યા છે. ચાલુ ક્ધસ્ટ્રક્શન અને મનરેગા સાઇટ ઉપર પણ આ નિયમ લાગુ પડશે અને આ સમય દરમ્યાન કામ કરાવનાર સામે કડક પગલા લેવામાં આવશે તેમ જાણવા મળે છે.
જામનગર ઉપરાંત કાલાવડ, ખંભાળીયા, દ્વારકા, લાલપુર, કલ્યાણપુર, જામજોધપુર, ભાણવડ, ધ્રોલ, જોડિયા, સલાયા, ફલ્લા સહિતના ગામોમાં ગઇકાલે ઠંડો પવન ફૂંકાયો હતો, તેના કારણે લોકોને પણ સારી એવી રાહત મળી હતી, આજ સવારના થોડો સમય વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે, તેમ જાણવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધ્રોલના હરીપર ગામે સોલારના કોપર વાયરની ચોરી, શું બોલ્યા ડીવાયએસપી...?
December 23, 2024 12:54 PMરણજીતસાગર રોડ પર ગેરકાયદે દુકાનોના બાંધકામ પર બુલડોઝર
December 23, 2024 12:32 PMજામનગરમાં ઘુઘરા વહેંચતા યુવાને મેળવ્યુ બીએસએફમાં સ્થાન
December 23, 2024 12:29 PMદ્વારકામાં 1108 આહિર બાળકો દ્વારા ભગવદ્ ગીતાના શ્ર્લોકોનું સમૂહ પઠન
December 23, 2024 12:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech