અમરમણિ અને મધુમણી ત્રિપાઠીનો ૧૬ વર્ષ બાદ છૂટકારો, કોણ છે આ વ્યક્તિઓ ?

  • August 25, 2023 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉત્તર પ્રદેશના બહુબલી અમરમણિ ત્રિપાઠી અને તેની પત્ની મધુમણીને આજીવન કેદની સજા કાપીને મુકત કરવામાં આવ્યા છે. આ બંને લાંબા સમયથી જેલમાં હતા. ૨૦૦૩માં મધુમિતાની હત્યા કરવામાં આવી હતી. બંને ઘણા વર્ષેાથી જેલને બદલે હોસ્પિટલમાં છે.

પૂવાચલના બાહત્પબલી અમરમણિ ત્રિપાઠી અને તેની પત્ની મધુમણી, કવયિત્રી મધુમિતા શુકલા હત્યા કેસમાં દોષિત જેલમાંથી મુકત થશે. જેલ વિભાગે બંનેને મુકત કરવાનો આદેશ જારી કર્યેા છે. આજીવન કેદની સજા ભોગવી રહેલા અમરમણિ અને મધુમણિ ૧૬ વર્ષથી વધુ સમયથી જેલમાં છે. રાયપાલની મંજૂરી બાદ બંધારણના અનુચ્છેદ ૧૬૧ હેઠળ તેમની મુકિતનો આદેશ જારી કરવામાં આવ્યો છે.

જેલ વિભાગ દ્રારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે જો અમરમણિ અથવા મધુમણીને અન્ય કોઈ કેસમાં જેલમાં રાખવા જરી નથી, તો ગોરખપુરના જિલ્લા મેજિસ્ટ્રેટના વિવેકબુદ્ધિ અનુસાર, બંનેને બે જામીન ભરીને જેલમાંથી મુકત કરવામાં આવશે. અને તે જ રકમના બોન્ડ અમરમણિ દ્રારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર આપવામાં આવેલા આદેશના પાલનમાં આ આદેશ જારી કરવામાં આવ્યો છે. આદેશનું પાલન ન કરવા પર, અમરમણિએ તિરસ્કારનો કેસ દાખલ કર્યેા, જેના પર સુપ્રીમ કોર્ટે ૧૮ ઓગસ્ટના રોજ આદેશ આપ્યો. અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે કેદીની ઉંમર ૬૬ વર્ષ છે અને ૨૨ નવેમ્બર ૨૦૨૨ સુધી ૧૭ વર્ષ, નવ મહિના અને ચાર દિવસની બિન–પરિહાર સજા અને ૨૦ વર્ષ, એક મહિના અને ૧૯ દિવસની પરિહારની સજા ભોગવી ચૂકયાં છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application