હોસ્પિટલોનું રજિસ્ટ્રેશન આજથી નવા કાયદા હેઠળ ફરજિયાત થયુ

  • December 04, 2023 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેન્દ્ર સરકારના ક્લિનિકલ એસ્ટાબ્લીમેન્ટ એક્ટ નો ગુજરાતમાં અમલ કરવાના વિધાનસભામાં લેવાયેલા નિર્ણયની અમલવારી આજથી જ કરી દેવા રાજકોટ જિલ્લા કલેકટર પ્રભાવ જોશી એ મહાનગરપાલિકા જિલ્લા પંચાયત સિવિલ હોસ્પિટલ પદ્મા કુવરબા હોસ્પિટલ અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રતિનિધિઓની હાજરીમાં મળેલી બેઠકમાં જણાવ્યું હતું.


50 કે તેનાથી ઓછા બેડ હોય તો તેવી હોસ્પિટલના રજીસ્ટ્રેશન માટે વાર્ષિક છ 15,000 અને આજીવન છ75,000 ની રજીસ્ટ્રેશન ફી નક્કી કરવામાં આવી છે 50 બેડથી વધુ સુવિધા વાળી હોસ્પિટલના કિસ્સામાં ફીના આ ધોરણ અનુક્રમે 50,000 અને 2 લાખ નક્કી કરવામાં આવેલ છે. રજીસ્ટ્રેશન ના મામલે એક કમિટીની પણ રચના કરવામાં આવી છે જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા દ્વારા આ સંદર્ભે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં અલગથી એકાઉન્ટ પણ ખોલવામાં આવી નાખ્યું છે.મહાનગરપાલિકા વિસ્તારમાં આ માટેની જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશનને અને તે સિવાયના ગ્રામ્ય વિસ્તારમાં અને નાના જિલ્લા હોય ત્યાં જિલ્લા પંચાયતને આ કામગીરી સોંપવામાં આવી છે હોસ્પિટલોની સાથોસાથ લેબોરેટરીઓ અને ક્લિનિકો નું રજીસ્ટ્રેશન પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

મેડિકલ વેસ્ટનો આડેધડ નિકાલ બંધ થશે
મોટી હોસ્પિટલોમાં મેડિકલ વેસ્ટનો નિકાલ વ્યવસ્થિત રીતે સાયન્ટિફિક દવે થાય છે પરંતુ નાની હોસ્પિટલો ક્લિનિક અને લેબોરેટરીમાં તેમ થતું ન હોવાથી હવે રજીસ્ટ્રેશનમાં મેડિકલ વેસ્ટ માટે નિકાલ માટેની વ્યવસ્થા જણાવવાનું હોવાથી તેમાં ફેર પડશે તેવી આશા છે

રોગચાળાની નક્કર માહિતી મળશે
કોરોના કે રોગચાળાની તે પ્રકારની પરિસ્થિતિમાં અત્યારે નાની હોસ્પિટલો ક્લિનિકો વગેરેમાંથી માહિતી મળતી નથી પરંતુ નવા કાયદા મુજબ આ પ્રકારે માહિતી આપવાનું ફરજિયાત હોવાથી તંત્રને રોગચાળા સામે કેમ લડવું તેની પૂરેપૂરી વિગતો પણ મળી રહેશે.


ક્લિનિક- લેબોરેટરીઓનું પણ રજિસ્ટ્રેશન ફરજિયાત

રાજકોટ શહેરમાં નાની મોટી 2000 જેટલી હોસ્પિટલો છે હોસ્પિટલોની સાથો સાથ ક્લિનિક અને લેબોરેટરીઓનું રજીસ્ટ્રેશન પણ સરકારે નવા કાયદા અંતર્ગત ફરજિયાત બનાવ્યું છે. આ માટેના ફોર્મ જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા કચેરીમાંથી ઉપલબ્ધ કરાવવા માં આવશે સાથોસાથ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પણ ફોર્મ વિતરણ અને પરત સ્વીકારવાની વ્યવસ્થા થઈ શકે કે કેમ તેનો અભ્યાસ થઈ રહ્યો છે. મિટિંગમાં થયેલી ચર્ચા મુજબ જો કોઈ હોસ્પિટલ ક્લિનિક કે લેબોરેટરીના સંચાલકો રજીસ્ટ્રેશન માટે આવે તો ફોર્મમાં ભરાયેલી વિગત ચેક કરી રજીસ્ટ્રેશન તાત્કાલિક આપી દેવાશે અને ત્યારબાદ ફોર્મ માં દશર્વિાયેલી વિગત મુજબ સુવિધા છે કે નહીં તેનું ચેકિંગ કરવામાં આવશે.


સ્ટાફનું શું? સૌથી મોટો પ્રશ્ર્ન

જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા દ્વારા આ મિટિંગમાં સૌથી મોટો પ્રશ્ન એ ઉઠાવવામાં આવ્યો હતો કે અત્યારે પણ મંજૂર કરેલા સેટઅપ કરતાં ઓછો સ્ટાફ છે ત્યારે વધારાની આ કામગીરી ખૂબ મોટા પ્રમાણમાં છે અને કાયમી ધોરણે ચાલે તેમ છે. આ પરિસ્થિતિમાં સ્ટાફ માટે વધારાની વ્યવસ્થા કરવી જોઈએ અથવા તો અલગથી વ્યવસ્થા કરવી જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application