સિહોર ખાતે એક દિવસીય દિવ્યાંગ સાધન સહાય નોંધણી કેમ્પ કાર્યક્રમ યોજાયો હતો. જેનો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગ લાભાર્થીઓને સ્વનિર્ભર તથા આધુનિક જીવન જીવવા પ્રેરણા તેમજ સહયોગ થવા સહાયરૂપ બને" સિહોર ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ભારત સરકારની એડીપ યોજના અંતર્ગત મંત્રી નિમુબેન બાંભણીયાના માર્ગદર્શન અને સહકાર થી દિવ્યાંગ વ્યક્તિઓ માટે તેમની દિવ્યાંગતાની અનુકૂળ નિશુલ્ક સાધન સહાય વિતરણ કરવા માટે નોંધણી અને પરીક્ષણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.પરીક્ષણ કેમ્પમાં ૧૩૦ થી વધુ દિવ્યાંગ લાભાર્થી ઓને જુદા જુદા સાધનો આપવા એલીમકો ઉજ્જૈન થી આવેલા ડોક્ટર્સ દ્વારા તપાસ કરવામાં આવી હતી.
કેમ્પમાં દિવ્યાંગ લોકો ને સુવિધા માટે સ્થળ પર જ ચુડીઆઇડી કાર્ડ તેમજ ભાવનગર થી ખાસ જિલ્લા સાંસદ સદસ્ય ટીમ તેમજ જિલ્લા પંચાયત ના સદસ્ય શોભાબેન પ્રદીપભાઈ રાઠોડ, ભાવનગર ગ્રામ્ય ૧૦૩ ધારાસભ્ય પ્રતિનિધિ કાળુભાઈ ચૌહાણ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ઉમેશભાઈ મકવાણા તેમજ જિલ્લા ભાજપ સંગઠન અગ્રણી પ્રદીપભાઈ રાઠોડ દ્વારા ખાસ સેવાઓ આપવામાં આવેલ જેમાં સ્થળ ઉપર આવકના દાખલા જિલ્લા પંચાયત સદસ્ય કેમ્પ ના સ્થળે જ આવક દાખલા કાઢી આપી નોંધણી કરવામાં આવેલ. તેમજ દિવ્યાંગ ના જિલ્લા અગ્રણી મનસુખભાઈ કનોજિયાએ સેવા આપી હતી. જેનાથી દિવ્યાંગ લોકો જિલ્લા વહીવટી તંત્રની કામગીરીની સરાહના કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપુરુષોમાં પેટના કેન્સરનું જોખમ વધારે, જાણો તેના કારણો
December 12, 2024 05:48 PMબાજરીના રોટલા સાથે આ 3 વસ્તુઓ બિલકુલ ન ખાવી ,નહીતર બીમારીને આમંત્રણ
December 12, 2024 05:13 PMઆ ગામના યુવાનો સાથે આ કારણે લગ્ન કરવા નથી ઈચ્છતી યુવતીઓ!
December 12, 2024 04:59 PMમાદાની શોધમાં નર વ્હેલએ ત્રણ મહાસાગર કર્યા પાર, 13 હજાર કિમીનું અંતર કાપીને તોડ્યો રેકોર્ડ
December 12, 2024 04:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech