મહાપાલિકામાં બર્થ-મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિ. મેળવવા અરજદારોની લાંબી લાઇન લાગી

  • December 06, 2023 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકા કચેરીમાં લગભગ દરરોજ જન્મ મરણ નોંધણી વિભાગ અને મેરેજ રજિસ્ટ્રેશન વિભાગમાં અરજદારોની લાંબી લાઇનો લાગે છે અને આ બન્ને વિભાગોમાં અરજદારોને બેસવા માટે પૂરતી ખુરશીની વ્યવસ્થાનો પણ કાયમી અભાવ હોય અરજદારોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા ફરજ પડે છે. વર્ષોથી આ પ્રશ્ન છે પરંતુ મહાપાલિકાના કોઇ પદાધિકારીઓ ક્યારેય ઉકેલી શક્યા નથી ! ત્યારે વર્તમાન પદાધિકારીઓ શું આ પ્રશ્ન ઉકેલી શકશે ? તેવો સવાલ ઉઠ્યા વિના રહેતો નથી.
જન્મ-મરણ નોંધણીના દાખલા વોર્ડ ઓફિસોમાંથી મળશે તેવી વાતો વર્ષોથી અધિકારીઓ અને પદાધિકારીઓ કરે છે પરંતુ આજ દિવસ સુધી ત્યાંથી દાખલા મળતા નથી તે વાસ્તવિકતા છે. વોર્ડ ઓફિસોમાં ફક્ત વાતોના વડા જ થતા હોય અરજદારોનો ધસારો મુખ્ય કચેરીમાં જ જોવા મળે છે. ઝોન ઓફિસોમાં પણ કોઇ કામ ઉકેલાતા ન હોય તેમજ મોટાભાગનો સ્ટાફ કચેરીમાં હાજર રહેતો ન હોય અથવા હાજર હોય તો પણ ત્યાંથી અરજદારોને ચલક ચલાણું રમાડીને મુખ્ય કચેરીએ જ ધકેલતો હોય અરજદારોની હાલત દિવસે ને દિવસે ખરાબ થઇ રહી છે. ઇ-ગવર્નન્સ અને એમ-ગવર્નન્સની ગુલબાંગો વચ્ચે અરજદારોને બેસવા માટે પુરતી ખુરશીનો પણ અભાવ છે તે નજરે દેખાતી હકીકત છે. હાલ લગ્નગાળો હોય મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મેળવવા માટે પણ અરજદારોનો ભારે ધસારો જોવા મળે છે અને તે માટે પણ લાંબી લાઇનો લાગે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application