રાજકોટ શહેર પોલીસની મથરાવટી કોઈને કોઈ બાબતો, કામો, ઘટનાઓને લઈને મેલી થતી રહે છે. માંડ ડહોળાયેલું પાણી (કોઈ આક્ષેપ કે ઘટનાઓ) શાંત પડે કે, ચોખ્ખુ દેખાય ત્યાં ફરી કોઈ નવો ડહોળ (ઈસ્યુ) ઉભરાતા ફરી ઈમેજ ખરડાતી રહે છે. અચાનક જ રાજકોટ શહેર પોલીસમાં ખાસ તો પીસીબી ડીસીબી જેવી મહત્વની બ્રાંચમાં સુધારો આવ્યો હોય તેમ સીધી લીટીના જ કામો કરવા લાગી છે. રાજકોટમાં ડીજીપીના આગમન પુર્વે જ આવેલો ચેંજ હવે કાયમ રહેશે (સીધીસટ્ટ કામગીરી) કે પછી થોડા દિવસ બાદ ફરી જુની સ્ટાઈલથી કામો ચાલુ થશે ? તેવી ભારે ચર્ચા ચાલી છે.
રાજકોટ શહેરમાં ડીસીબી, એસઓજી કાર્યરત હતા પરંતુ સુસુ જેવી પીસીબીને પાવરમાં લાવવા માટે પીસીબીમાં બધી રીતે દોડતા સ્ટાફને મુકવામાં આવ્યો. પાવરમાં આવેલી પીસીબી તમામ ક્ષેત્રમાં દોડવા લાગી. જો કે, દારૂ, જુગાર પર મેઈન ફોકસ જેવું છે. જયારે કેટલાક છૂપા એજન્ડાઓ કે કામોમાં ગેમીંગ, શ્રોફ કે એસટી, બેંક એકાઉન્ટોમાંથી કોથળા ભરીને થતી મોટી રકમની હેરાફેરી પણ કહેવાય છે કે, પીસીબીની અને અન્ય એજન્સીઓ, પોલીસ મથકો રડારમાં રહેતી હોય છે અને જેના હાથમાં એના મોમાં જેવું પણ બની જતું હોવાની લાખો, કરોડોના વહીવટોની ભારે ચર્ચા છે.
રાજકોટમાં પાવરમાં રહેલી પીસીબીનું તો ચોકકસ મિશન હોય એ મુજબ ટીમો સતત શોધમાં દોડતી જ રહે છે. રોજીંદા કામો કરવા કે ઉતારવા દોડવું જ પડે કારણ કે, કામોનો હિસાબ કદાચ મંગાતો પણ હશે ? ડીસીબી, એસઓજી કે અન્ય એજન્સીઓ, પોલીસ મથકોની ટીમો એમની રીતે દોડે પરંતુ અત્યારે પાવર ફત્પલ પીસીબીના ચોકકસ કામોમાં પડવાની કોઈ હિંમત ન કરી શકે જો કરે તો બદલી, સાઈડલાઈન, હેડ કવાર્ટર કે એથી આકરૂ કઈં ભોગવવું પડે તેવો છૂપો ડર કદાચ સમાયેલો હશે.
રાજકોટ શહેરમાં ગત સાહે રાયના પોલીસ વડાની સ્ટેટ લેવલની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. એ પુર્વેના ત્રણ–ચાર દિવસ જ અચાનક જ રાજકોટ શહેર પોલીસમાં સુધાર આવ્યો હોય અથવા તો સુચના મળી ગઈ હોય તેમ છૂપા કામો ગેમીંગ, શ્રોફ, જીએસટી કે આવા કોઈ કામો હશે તેના પરથી પોલીસની નજર હટી ગઈ અને હવે તો દારૂના કેસ થાય છે તેમ પણ ડાયરેકટ સપ્લાયર, બુટલેગરના નામો પણ સીધા ખુલી જાય છે.
ડીજીપીની વિદાય બાદ પણ અત્યારે તો પોલીસ દ્રારા સીધી લીટીના કાયદાના દાયરામાં કે કાયદો વ્યવસ્થા વધુ સુદ્રઢ બને એવા જ કામો થઈ રહ્યા છે. ગુનેગારોના જાહેરમાં સરઘસ નીકળી રહ્યા છે. વાહન ચેકીંગ, ડ્રાઈવમાં પીધેલાઓ, છરી સાથે કે આવા હથીયારો સાથે આવા ઈસમો પકડાતા રહે છે. ખરેખર પોલીસની હાલની કામગીરી સરાહનીય જેવી કે, પ્રજાલક્ષી જેવી બની છે. જોવાનું એ રહે છે કે, પોલીસમાં અચાનક આવેલો આવો સુધારો કયાં સુધી અકબધં રહેશે ? ફિલ્ડમાં દોડતો સ્ટાફ તો સુચના મળે એ મુજબ દોડતો હોય તેવી છાપ છે તો શું હવે ઉપરીઓ દ્રારા સીધી લીટીમાં ચાલવા જ કે કાયદે મેં રહોગે તો ફાયદેમે રહોગે મુજબ સ્ટાફને દોડાવશે કે ફરી થોડા દિવસ બાદ ગાડી પાટે ઉતરી જશે ? આવી ચર્ચા પણ પોલીસના વર્તુળોમાં ચાલતી હશે.
ફિલ્ડમાં દોડતા સ્ટાફને કદાચીત અત્યારે હાશકારો કે નિરાંતે ઉંઘ આવતી હશે !
કોઈપણ સેનાપતિની જીત તેમના સૈન્ય પર બરકરાર હોય છે. આવું જ રાજકોટ શહેર પોલીસમાં જે ડિટેકશનથી લઈ કલેકશન, ક્રાઈમ કંટ્રોલ બધું ફિલ્ડમાં દોડતા સ્ટાફ પર રહેતું હોવાની છાપ છે. ફિલ્ડમાં દોડતી ટીમ પર કંટ્રોલ પણ ટીમના સેનાપતિઓનો હોય છે. અત્યારે જે રીતે કદાચ સુચના મળી હોય અથવા આત્મજ્ઞાન થયું હોય તેમ અચાનક સુધારો થયો છે. સીધા જ કામો થવા લાગ્યા છે તેમાં સૌથી વધુ હાશકારો કદાચીત ફિલ્ડમાં દોડતા સ્ટાફને હશે કારણ કે, ફિલ્ડ વર્કમાં કામોમાં વહીવટોમાં સીધા આક્ષેપો કે એસીબી સુધીનો ભય સ્ટાફ કે કામ કરનાર ટીમની સાથે મંડરાયેલો રહેતો હોય છે. ઢગલો લાવે ને ચપટી ધુળ મળે જેવી સ્થિતિમાં છેલ્લ ે ઠીકરૂ પણ તેમના પર જ ફટે તેમાંથી કદાચ હાશકારો કે સીધી લીટીના કામો થયા હોય એટલે કોઈ ઉપરીઓનો ડર ન હોય અને નિરાંતે ઉંઘ પણ આવતી હશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘનું 92 વર્ષની વયે નિધન
December 26, 2024 10:19 PMપૂર્વ PM મનમોહન સિંહની તબિયત બગડી, દિલ્હી AIIMSના ઈમરજન્સી વોર્ડમાં દાખલ
December 26, 2024 09:12 PMરાજકોટના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની કરોડોની મિલકત ટાંચમાં લેવાશે
December 26, 2024 08:56 PMઅમદાવાદમાં વાતાવરણમાં પલટો: અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં, માવઠાની આગાહી
December 26, 2024 08:27 PMમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્ય સ્વાગતમાં નાગરિકોની રજૂઆતોનું સ્થળ પર નિવારણ
December 26, 2024 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech