પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીના કલાર્કના ઘરમાં પોલીસની રેડ: બનાવટી કોલ લેટર મળ્યા

  • August 29, 2023 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગાંધીનગરમાં પોલીસે સેકટર–૨૮ના સરકારી કવાટર્સમાં દા હોવાની માહિતી સાથે રેડ પાડી હતી. જેમાં ઘરમાંથી દાની અડધી જ બોટલ મળી, પરંતુ તપાસમાં સરકારી નોકરી માટેના બનાવટી કોલ લેટર અને સર્વિસ બુક મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે રાય કક્ષાના પૂર્વ મંત્રીના કારકૂનની સમગ્ર મામલે ધરપકડ કરી છે અને તપાસ શ કરી છે.વિગતો મુજબ, સેકટર–૨૧ પોલીસ સ્ટેશનને સેકટર–૨૮માં પ્રકાશચદ્રં દાતણીયા ઘરમાં દા હોવાની માહિતીના આધારે દરોડા પાડા હતા. ઘરમાં સર્ચ દરમિયાન દાની અડધી બોટલ મળી આવી. આ સાથે સરકારી નોકરીના બનાવટી કોલલેટર પણ મળ્યા હતા. પ્રકાશચદ્રં ૨ વર્ષ પહેલા જ રાયકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણીની ઓફિસમાં કારકુન તરીકે નોકરી કરતો હતો. તેના ઘરમાં તપાસમાં તિજોરીમાંથી કલાસ–૨ અને કલાસ–૩ના અલગ અલગ વિભાગના બનાવટી કોલલેટર મળી આવ્યા હતા. સાથે સર્વિસ બુક પણ મળી હતી જે તમામ બનાવટી હતા.

આરોપી નકલી કોલલેટરના ૧થી ૫ લાખ લેતો
પ્રકાશચદ્રં હોદ્દા પ્રમાણે નકલી કોલલેટરના .૧ લાખથી ૫ લાખ સુધી લેતો હતો. બાદમાં ઉમેદવાર નોકરીની વાત કરે તો તેમને સીધી નોકરી મળી જશે તેવું બહાનું કાઢતો. આરોપીના પિતા ઉધોગ પ્રિન્ટિંગ ભવનમાં પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી વિભાગની કચેરીમાં નોકરી કરે છે. હાલમાં આરોપીને કોર્ટમાં રજૂ કરી ૯ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. સાથે એજન્ટ જૈમીન પટેલની ધરપકડ કરવામાં આવી છે, તેની પાસેથી વન, પોલીસ અને પ્રવાસન વિભાગના લેટર મળ્યા છે.

કોલલેટરમાં ૨૩લોકોના નામ મળ્યા. આરોપીના ઘરમાંથી ૨૩ જેટલા લોકોના નામના કોલલેટર મળ્યા છે. જોકે એકપણ ઉમેદવાર સરકારી નોકરી કરતો નથી, એવામાં પોલીસ તમામ ઉમેદવારોને બોલાવીને તેમની પાસેથી માહિતી પ્રા થઈ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application