હેતુફેરના ૫૯૮૫ કેસમાં રિએસેસમેન્ટ

  • October 13, 2023 04:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાએ મિલકત વેરાની રિકવરીની નોટિસોની સાથે બાંધકામ અને વપરાશના પ્રકારમાં હેતુફેર જોવા મળે ત્યાં રિકવિઝેશન નોટિસો ફટકારવાનું પણ શ કરતાં મિલ્કતધારકોમાં દોડધામ મચી ગઇ છે. હેતુફેરના ૫૯૮૫ જેટલા કેસ મળતા તમામમાં રિએસેસમેન્ટ કરવામાં આવ્યું છે. મુખ્યત્વે રહેણાંક હેતુની મિલકતોમાં બાંધકામમાં ફેરફાર કરાયો હોવાનું તેમજ રહેણાંક હેતુની મિલકતનો વાણિયક કે ઔધોગિક હેતુ માટે વપરાશ કરાતો હોવાના કિસ્સા ધ્યાને આવ્યા છે.વિશેષમાં રાજકોટ મહાપાલિકાની પ્રોપર્ટી ટેકસ બ્રાન્ચના સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન તા.૧લી એપ્રિલથી ૧૨ ઓકટોબર સુધીમાં શહેરના કુલ ત્રણ ઝોન હેઠળના કુલ ૧૮ વોર્ડમાં ૫૯૮૫ મિલકતોમાં બાંધકામ અને વપરાશના પ્રકારમાં હેતુફેર મળતા નોટિસ ફટકારી રિએસેસમેન્ટની કાર્યવાહી કરવામાં આવી હતી. વોર્ડ નં.૭માં યાજ્ઞિક રોડ અને જાગનાથ સહિતના જુના બજાર વિસ્તારો, વોર્ડ નં.૧૪માં પેલેસ રોડ–સોની બજાર સહિતના વિસ્તારો, વોર્ડ નં.૮માં અમિન માર્ગ, હાઉસિંગ બોર્ડ રોડ, કાલાવડ રોડ સહિતના વિસ્તારો તેમજ વોર્ડ નં.૧૧ના નાનામવા અને મવડી સહિતના વિસ્તારોમાં આવા કેસ વધુ પ્રમાણમાં મળ્યા હોવાનું મ્યુનિ.સૂત્રોએ ઉમેયુ હતું.


સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં.૨માં ૨૯૦ મિલકતો, વોર્ડ નં.૩માં ૨૮૮, વોર્ડ નં.૭માં ૫૬૧, વોર્ડ નં.૧૩માં ૨૮૮, વોર્ડ નં.૧૪માં ૪૮૦ અને વોર્ડ નં.૧૭માં ૨૨૩ સહિત કુલ ૨૧૩૦ મિલ્કતોમાં રિએસેસમેન્ટ કરાયું છે.
ઇસ્ટ ઝોનમાં વોર્ડ નં.૪માં ૧૪૯, વોર્ડ નં.૫માં ૧૯૪, વોર્ડ નં.૬માં ૧૫૬, વોર્ડ નં.૧૫માં ૧૭૬, વોર્ડ નં.૧૬માં ૨૨૪, વોર્ડ નં.૧૮માં ૩૫૦ સહિત ૧૨૪૯ મિલ્કતોમાં રિએસેસમેન્ટ કરાયું છે.
વેસ્ટ ઝોનમાં હેતુફેરનું પ્રમાણ સૌથી વધુ જોવા મળ્યું હતું. વોર્ડ નં.૧માં ૩૮૧, વોર્ડ નં.૮માં ૫૦૯, વોર્ડ નં.૯માં ૧૮૨, વોર્ડ નં.૧૦માં ૩૦૫, વોર્ડ નં.૧૧માં ૮૭૫, વોર્ડ નં.૧૨માં ૩૫૪ સહિત ૨૬૦૬ મિલ્કતમાં રિએસેસમેન્ટ કરાયું છે. રાજકોટ મહાપાલિકા માટે મિલ્કતવેરાની આવક એ જ હવે આવકનો મુખ્ય ક્રોત બની જતા બાકી લેણાની બારે મહિના રિકવરીની સાથે વોર્ડમાં ઉપરોકત પ્રકારના બાંધકામ કે વપરાશમાં હેતુફેર જોવા મળે તો તુરતં રિકવિઝેશન નોટિસ ફટકારી ફેર આકારણી કરવામાં આવી રહી છે જેના પગલે ટેકસ આવકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. રહેણાંકની તુલનાએ વાણિયકમાં બમણો વેરા દર હોય હેતુફેર બદલ કાર્યવાહી કરીને રીએસેસમેન્ટ કરવાથી જે તે મિલકતની વેરા આવક સીધી બમણી થઇ જાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ નાણાંકીય વર્ષના પ્રારંભથી આજ સુધીમાં કુલ ૩,૩૯,૭૫૪ મિલ્કતધારકોએ મિલ્કતવેરા અને પાણી વેરા પેટે કુલ .૨૫૩ કરોડ ૬૧ લાખ ૨૦ હજારની રકમ મહાપાલિકાની તિજોરીમાં જમા કરાવી છે. યારે ૧૪૭૮૮ મિલકતોની નવી વેરા આકારણી કરાઇ છે, મિલકતમાં નામ ટ્રાન્સફરની ૧૦,૯૯૪માંથી ૧૦,૭૭૭ અરજીનો નિકાલ કરાયો છે. મિલકત વેરામાં કાર્પેટ એરિયા બેઇઝ આકારણીની પધ્ધતિ અમલી થયા પછી વાંધા અરજીનું પ્રમાણ નહીંવત થઇ ગયું છે, છ મહિનામાં ફકત ૨૨ વાંધા અરજીઓ આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application