વિરાટ કોહલી અને રોહિત શમર્િ રેન્કીંગમાં ઘણા પાછળ ધકેલાયા: ઓલરાઉન્ડરોમાં રવિચંદ્રન અશ્ર્વિન બીજા ક્રમે
આઇસીસી ટેસ્ટ રેન્કિંગના મૂળ જામમનગરના ક્રિકેટર ભારતના રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ડરમાં હજુ પણ ટોપ પર યથાવત છે. રવિચંદ્રન અશ્વિન બીજા નંબરે છે જ્યારે અક્ષર પટેલ 8માં નંબરે સરકી ગયો છે. 2017માં પ્રથમ વખત નંબર-1 ટેસ્ટ ઓલરાઉન્ડર બનેલા જાડેજાએ માર્ચ 2022માં ફરીથી નંબર વનનું સ્થાન મેળવ્યું હતું. ત્યારથી જાડેજા નંબર વન પર યથાવત છે.
આઇસીસી ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગમાં ભારતનો વિરાટ કોહલી ટોપ-20 અને રોહિત શમર્િ ટોપ-25માંથી બહાર છે. બુધવારે જાહેર કરાયેલી તાજેતરની રેન્કિંગમાં રિષભ પંત અને શુભમન ગિલને ફાયદો થયો છે. જ્યારે બોલર રેન્કિંગમાં રવિચંદ્રન અશ્વિન પાંચમા સ્થાને પહોંચી ગયો છે.
ન્યૂઝીલેન્ડ ટેસ્ટ ટીમ રેન્કિંગમાં એક સ્થાનની છલાંગ લગાવીને 5માં નંબરે છે. ટીમે શ્રીલંકાને પાછળ ધકેલી દીધું. ઓસ્ટ્રેલિયા પ્રથમ સ્થાને અને ભારત બીજા સ્થાને છે. ઓલરાઉન્ડરોની યાદીમાં રવિન્દ્ર જાડેજા ટોપ પર છે. બીજા સ્થાને આર. અશ્વિન છે.
વિરાટ કોહલી બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ સામેની હોમ ટેસ્ટ સિરીઝમાં માત્ર એક જ ફિફ્ટી ફટકારી શક્યો હતો. તેણે 10 ઇનિંગ્સમાં 21.33ની એવરેજથી 192 રન બનાવ્યા હતા. સતત 5 ટેસ્ટમાં નબળા પ્રદર્શનને કારણે વિરાટ 8મું સ્થાન ગુમાવીને 22માં સ્થાને પહોંચી ગયો છે.
વિરાટ 10 વર્ષ બાદ ટોપ-20 ટેસ્ટ રેન્કિંગમાંથી બહાર હતો, છેલ્લી વખત તે 2014માં ઈંગ્લેન્ડ સામે ખરાબ પ્રદર્શનને કારણે ટોપ-20માંથી બહાર થયો હતો. તે જ વર્ષે, તે ઓસ્ટ્રેલિયામાં 4 સદી ફટકારીને ટોપ-10માં પાછો ફર્યો. હવે ભારત 22 નવેમ્બરથી ફરી એકવાર ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જઈ રહ્યું છે.
રોહિત શમર્નિે પણ બેટ્સમેનોની રેન્કિંગમાં 24માં સ્થાનેથી 26માં સ્થાન પર નુકસાન થયું છે. ભારતના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત છઠ્ઠા સ્થાને પહોંચીને ટોપ-10માં પ્રવેશ્યો છે. શુભમન ગિલ પણ 4 સ્થાનની છલાંગ લગાવીને 16માં સ્થાને પહોંચી ગયો છે.
યશસ્વી જયસ્વાલ ટેસ્ટ બેટ્સમેનોમાં ટોચનો ભારતીય છે. જો કે ન્યૂઝીલેન્ડ સિરીઝ બાદ તે પણ એક સ્થાન ગુમાવીને ચોથા સ્થાને પહોંચી ગયો હતો. ઈંગ્લેન્ડનો જો ટ પ્રથમ અને ન્યૂઝીલેન્ડનો કેન વિલિયમસન બીજા ક્રમે છે.
બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝ બાદ બોલરોની રેન્કિંગમાં ભારતનો જસપ્રિત બુમરાહ પ્રથમ અને રવિચંદ્રન અશ્વિન બીજા સ્થાને છે. ન્યૂઝીલેન્ડ શ્રેણી બાદ બુમરાહ ત્રીજા સ્થાને અને અશ્વિન પાંચમા સ્થાને પહોંચી ગયો છે. જો કે રવિન્દ્ર જાડેજા 2 સ્થાનની છલાંગ લગાવીને છઠ્ઠા નંબરે છે. દક્ષિણ આફ્રિકાનો કાગીસો રબાડા પ્રથમ સ્થાને અને ઓસ્ટ્રેલિયાનો જોશ હેઝલવુડ બીજા સ્થાને યથાવત છે.
ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ 0-3થી હારી જવા છતાં ટીમ રેન્કિંગમાં ભારત બીજા સ્થાને યથાવત છે. ઓસ્ટ્રેલિયા ટોપ પર છે. ન્યૂઝીલેન્ડ એક સ્થાન આગળ વધીને પાંચમા સ્થાને છે. ટીમ ઈન્ડિયા વન-ડે અને ટી-20માં ટોપ ટીમ બની રહી છે.
ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીને 5મી નવેમ્બરે તેના જન્મદિવસ પર સોશિયલ મીડિયા પર ખૂબ ખૂબ અભિનંદન મળી રહ્યા છે. જે બાદ ઘણા લોકોએ તેને ઓનલાઈન સર્ચ કર્યું. હવે રેન્કિંગ બાદ પણ તેને સર્ચ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા 30 દિવસના ગૂગલ ટ્રેન્ડ પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે કોહલીને સર્ચ કરવાનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech