જસદણ પંથકમાં રહેતી ૧૭ વર્ષની સગીરા પર કૌટુંબિક બનેવીએ લચાવી ફોસલાવી તેના પર અવારનવાર દુષ્કર્મ આચયુ હતું. બાદમાં ગત અઠવાડિયે સગીરાને ઘરેથી ભગાડી ગયો હતો જેથી તેના પિતાએ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ બંનેને પોલીસે શોધી કાઢી તપાસ કરતા સગીરાને છ માસનો ગર્ભ હોવાનું માલુમ પડું હતું. આ અંગે સગીરાના માતાની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે દુષ્કર્મ પોકસો એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જસદણ પંથકમાં રહેતા મહિલાએ જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બાબરા તાલુકાના લાલકા ગામે રહેતા કૌટુંબિક જમાઈ કિશન આલાભાઇ ચાવડાનું નામ આપ્યું છે. જે ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે દુષ્કર્મ અને પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત મંગળવારના તેમની ૧૭ વર્ષની દીકરી ઘરેથી લાપતા થઈ હતી. આસપાસમાં શોધખોળ કરી હતી પરંતુ તેનો કોઈ પતો લાગ્યો ન હતો. દરમિયાન અહીં બાજુમાં જ રહેતા તેમના જેઠનો જમાઈ કિશન ચાવડા કે જે અવારનવાર અહીં આવતો હોય તે પણ બે દિવસથી ભેદી સંજોગોમાં ગુમ હોય તે સગીરાને ભગાડી ગયાની શંકા સાથે પોલીસમાં જાણ કરી હતી. જેથી પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો હતો.
દરમિયાન પોલીસે કિશન ચાવડા અને સગીરા બંનેને શોધી કાઢા હતા અને અહીં જસદણ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. બાદમાં નિયમ મુજબ સગીરાનુ મેડિકલ ચેકઅપ કરાવતા તેને છ માસનો ગર્ભ હોવાનું માલુમ પડું હતું.જેથી આ બાબતે સગીરાના પરિવારજનોને પૂછતા તેઓ તેનાથી અજાણ હોવાનું કહ્યું હતું.ત્યારબાદ સગીરાને પૂછતા તેણે પોતાની સાથે બનેલી આપવીતી જણાવી હતી.
ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, આરોપી કિશન ચાવડા અગાઉ મોરબીમાં અને ત્યારબાદ જસદણમાં હીરા ઘસવાનું કામ કરતો હોય તેને સંતાનમાં બે વર્ષ અને એક વર્ષની દીકરી હોય તેના સંતાનો બીમાર રહેતા હોવાથી તે અહીં જસદણમાં સસરાના ઘરે બાળકોને મૂકવા માટે આવતો હતો. આ દરમિયાન બાજુમાં જ રહેતી કૌટુંબિક સાળીને તેણે પ્રેમ જાળમાં ફસાવી હતી. સગીરાને લલચાવી ફોસલાવી તેણે વર્ષ ૨૦૨૨ થી અવારનવાર તેના પર દુષ્કર્મ આચાર્ય હતું. બાદમાં તેને લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો. અંતે આરોપીના કરતૂતોનો ભાંડાફોડ થતા આ મામલે સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે
સાળી પર દુષ્કર્મ આચારનાર આરોપી બે દીકરીઓનો પિતા
૧૭ વર્ષની સગીર સાળીને લલચાવી ફોસલાવી તેના પર અવારનવાર દુષ્કર્મ અચરનાર આરોપી કિશન ચાવડા ખુદ બે પુત્રીઓનો પિતા છે. તેની એક પુત્રી બે વર્ષની યારે એક પુત્રી એક વર્ષની હોવાનું જાણવા મળ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech