રણબીર પડતા પડતા માંડ બચ્યો

  • April 30, 2024 10:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રણબીર પડતા પડતા માંડ બચ્યો

રણબીર કપૂર થોડા દિવસ પહેલા સુરતમાં એક શો રુમના ઉદ્ધાટનમાં આવ્યો હતો. જ્યાં મીડિયાને પોઝ આપતી વખતે માંડ માંડ બચતા જોવા મળ્યો હતો આ અભિનેતા. હાલમાં ફિલ્મ રામાયણના શૂટિંગ વ્યસ્ત છે. એનિમલની શાનદાર સફળતા બાદ રણબીર કપૂર હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ રામાયણના શૂટિંગમાં વ્યસ્ત છે. થોડા સમય પહેલા રણબીર કપૂરની ફિલ્મના સેટ પરથી કેટલાક ફોટો સામે આવ્યા છે. જેમાં રણબીર કપુર ભગવાન રામના અવતારમાં જોવા મળ્યો હતો. તો સાંઈ માતા સીતાના રોલમાં આ ફોટો સામે આવતા જ વાયરલ થયા હતા. તો ફિલ્મના શૂટિંગ વચ્ચે હાલમાં રણબીર કપૂર એક ઈવેન્ટમાં સામેલ થયા હતા. જેના કેટલાક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. હાલમાં રણબીર કપૂર સુરતના એક જ્વેલરી સ્ટોરની ઓપનિંગ સેરેમનીમાં પહોંચ્યો હતો. આ દરમિયાન રણબીર બ્લેક લુકમાં જોવા મળ્યો હતો. જ્યારે અભિનેતા જ્વેલરી સ્ટોરની ઓપનિંગ બાદ સ્ટોરમાંથી બહાર નીકળી રહ્યો હતો તો તે મીડિયાને પોઝ આપી રહ્યો હતો તે દરમિયાન સીડી પર અચાનક તેનો પગ લપસી ગયો હતો અને તે પડતા પડતાં બચ્યો હતો.

રણબીર કપૂરનું વર્કફ્રન્ટ
રણબીર કપૂરના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેતા એનિમલ ફિલ્મમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેના પાત્રને લોકોએ ખુબ પસંદ કર્યું હતુ. રશ્મિકા મંદાના અને તૃપ્તિ ડિમરીની સાથે અભિનેતાની રોમાન્ટિક કેમિસ્ટ્રી પણ જોવા મળી હતી. હવે અભિનેતા રામાયણમાં રામનું પાત્ર નિભાવતો જોવા મળશે, જેની તૈયારીમાં લાગ્યો છે. ડાયરેક્ટર નિતેશ તિવારીની રામાયણમાં રણબીર કપૂર અને સાંઈ પલ્લવી લીડ રોલમાં છે. તો કેજીએફ સ્ટાર યશ આ ફિલ્મમાં રાવણનું પાત્ર નિભાવતો જોવા મળશે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, બોબી દેઓલ અને વિજય સેતુપતિ એનિમલ પાર્કમાં ડબલ રોલમાં જોવા મળશે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application