રણબીર મારી દુનિયા બની ગયો હતો., બ્રેકઅપ બાદ દીપિકા ડિપ્રેશનમાં હતી પોતાના પહેલા બાળકનું સ્વાગત કરવા જઈ રહેલી અભિનેત્રીએ કરેલી ટીપ્પણીની ચર્ચા આજે પણ પ્રસ્તુત દીપિકા પાદુકોણ જલ્દી જ માતા બનવાની છે. તે તેના પતિ રણવીર સિંહ સાથે પોતાના પહેલા બાળકનું સ્વાગત કરવા જઈ રહી છે. કપલ પેરેન્ટ્સ બનવા માટે ઘણા એક્સાઇટેડ છે. આ બધાની વચ્ચે દીપિકાનું જૂનું નિવેદન ફરી લાઇમલાઇટમાં છે, જેમાં તેણે એક્ટર રણબીર કપૂરને લઈને પોતાની ફીલિંગ શેર કરી હતી. તેણે કરણ જૌહરના ચેટ શૉમાં બ્રેકઅપની પીડા વ્યક્ત કરી હતી. 38 વર્ષીય દીપિકા પાદુકોણ અને એક્ટર રણવીર સિંહ એક પાવરફૂલ કપલ છે. તેમના લગ્ન 14 નવેમ્બર 2018ના રોજ થયા હતા. બંનેએ સાઉથ ઇન્ડિયન અને સિંધી રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા. લગ્નના લગભગ 7 વર્ષ બાદ બંનેના ઘરમાં પારણું બંધાવા જઈ રહ્યું છે. આ દિવસોમાં કપલ તેમના આવનાર બાળક માટે ઘણા એક્સાઇટેડ છે. જો કે બાળકને જન્મ આપતા પહેલા દીપિકાના ફેન્સ તેના એક જુના નિવેદનથી ખૂબ જ દુ:ખી છે. તેનું આ નિવેદન તે સમયનું છે જ્યારે તેણે કરણ જોહરના ચેટ શૉ ‘કોફી વિથ કરણ’માં ભાગ લીધો હતો. તે દરમિયાન તેણે એક્ટર રણબીર કપૂર વિશે કંઈક એવું કહ્યું હતું, જેની ચર્ચા આજે પણ થાય છે. રણવીર સિંહ સાથે લગ્ન કરતા પહેલા દીપિકાએ રણબીર કપૂરને ડેટ કરી હતી. બંનેની પહેલી મુલાકાત વર્ષ 2007માં ફિલ્મ ‘બચના-એ-હસીનો’ દરમિયાન થઈ હતી. તેમના રિલેશનશિપ વખતે દીપિકાએ રણબીરના નામનું આરકેનું ટેટૂ કરાવ્યું હતું. બંને એકબીજાનાં ગળાડૂબ પ્રેમમાં હતા. દીપિકા રણબીર સાથે લગ્ન કરવા માંગતી હતી. જો કે, અચાનક તેમનો રસ્તો બદલાઈ ગયો. બે વર્ષમાં બંનેનું બ્રેકઅપ થઈ ગયું. તેમના બ્રેકઅપનું કારણ કેટરિના કૈફ હોવાનું કહેવાય છે. રિપોર્ટ્સ અનુસાર, રણબીર અને કેટરીના ફિલ્મ ‘અજબ પ્રેમ કી ગઝબ કહાની’ની શૂટિંગ વખતે એકબીજાના નજીક આવ્યા હતા. તેથી જ દીપિકા-રણબીરનું બ્રેકઅપ થયું. જો રિપોર્ટ્સનું માનીએ તો રણબીરના ધોખાથી દીપિકા આઘાતમાં સરી પડી હતી. બ્રેકઅપના દર્દમાંથી બહાર આવવામાં તેને ઘણો સમય લાગ્યો હતો. આ વાત દીપિકાએ પોતે ઘણી વખત કહી છે. તેણે ‘કોફી વિથ કરણ’માં પણ આવું જ કહ્યું હતું. આ શૉમાં તેણે રણબીર સાથેના તેના બ્રેકઅપ વિશે વાત કરી હતી શૉમાં જ્યારે કરણ જોહરે દીપિકાને પૂછ્યું કે શું રણબીર સાથે બ્રેકઅપ તેના માટે મુશ્કેલ હતું? આના જવાબમાં દીપિકાએ કહ્યું, ‘મારા માટે તે ખૂબ જ મુશ્કેલ હતું કારણ કે ક્યાંક ને ક્યાંક તે સંબંધ જ મારી દુનિયા બની ગયો હતો. દીપિકાએ કરણને કહ્યું હતું કે હું શહેરમાં નવી હતી અને તેના મિત્રો મારા મિત્રો બની ગયા હતા અને તેનું જીવન મારું જીવન બની ગયું હતું. મને નથી લાગતું કે મેં મારી પોતાની જિંદગી જીવવાની કોશિશ કરી. જ્યારે તે આ બધું ખતમ થઈ ગયું ત્યારે તે સંબંધે મને ઘણું શીખવ્યું. તેણે મને આજે એક સારો વ્યક્તિ બનાવ્યો છે. નીતુ કપૂરે એકવાર સિમી ગરેવાલના ચેટ શૉ ‘ઈન્ડિયાઝ મોસ્ટ ડિઝાયરેબલ’માં ‘મીટ ધ પેરેન્ટ્સ’ સેગમેન્ટ દરમિયાન રણબીર અને દીપિકા વચ્ચેના બ્રેકઅપની ચર્ચા કરી હતી. નીતુએ કહ્યું હતું કે, ‘મને નથી લાગતું કે તેની ઘણી ગર્લફ્રેન્ડ છે. તેની એક જ ગર્લફ્રેન્ડ છે અને તે છે દીપિકા. નીતુ કપૂરે કહ્યું હતું કે, ‘મને લાગે છે કે કદાચ તેમના રિલેશનમાં કંઈક કમી હતી. જો તેમનો સંબંધ સાચો હોત, તો તેઓએ સંબંધને ન તોડ્યો હોત. રણબીર કદાચ પોતે રિલેશનશિપમાં ન હતો. વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, રણબીર કપૂર આગામી ‘લવ એન્ડ વોર’માં જોવા મળશે, જેમાં આલિયા ભટ્ટ અને વિકી કૌશલ પણ છે. આ સિવાય તેમની પાસે ‘રામાયણ’ અને ‘એનિમલ પાર્ક’ પણ પાઇપલાઇનમાં છે. બીજી બાજુ, દીપિકા પાદુકોણ રોહિત શેટ્ટીની ‘સિંઘમ અગેન’ માં આગામી સમયમાં જોવા મળશે, જેમાં રણવીર સિંહ, કરીના કપૂર ખાન, અક્ષય કુમાર અને ઉદ્યોગના અન્ય ઘણા મોટા નામો પણ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech