રણબીર કપૂરે સૌરવ ગાંગુલીની બાયોપિક અંગે કર્યો ખુલાસો

  • February 27, 2023 04:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • રણબીરે કહ્યું- તે 11 વર્ષથી કિશોર કુમારની ફિલ્મ પર કામ કરી રહ્યો છે
  • ક્રિકેટના દાદા પરની ફિલ્મની ઓફર મળી હોવાનો એકટરે કર્યો ઇનકાર



રણબીર કપૂર ડાયરેક્ટર લવ રંજનની ફિલ્મ તુ જૂઠી મેં મક્કારના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર સાથે તેની જોડી પહેલીવાર જોવા મળશે. રણબીર હાલમાં આ ફિલ્મ ઉપરાંત આગામી સંભવિત પ્રોજેક્ટને લઈને ચર્ચામાં છે. અહેવાલ હતા કે રણબીર ક્રિકેટની દુનિયાના દાદા તરીકે જાણીતા અને બીસીસીઆઇના પર્વ ચેરમેન સૌરવ ગાંગુલીની બોયોપિકમાં ચમકશે. ખુદ દાદાએ જ પોતાના રોલ માટે રણબીર પર પસંદગી ઉતારી હોવાનું કહેવાયું હતું.

પરંતુ આ અટકળો અને અહેવાલો વચ્ચે રણબીર કપૂરે ખુલાસો કર્યો છે કે હાલ તો ગાંગુલી નહીં પણ  11 વર્ષથી બોલિવૂડના દિગ્ગજ ગાયકની બાયોપિક પર કામ કરી રહ્યો છે.

માહિતી મુજબ એવુ જાણવા મળ્યું છે કે, રણબીર કપૂરના હાથમાં ક્રિકેટર સૌરવ ગાંગુલીની બાયોપિક લાગી છે.ત્યારે, રણબીરે પોતે આ અંગે મૌન તોડ્યું છે. રવિવારે કોલકાતામાં ફિલ્મના પ્રમોશન દરમિયાન એક ઈવેન્ટમાં તેને પૂછવામાં આવ્યું કે, શું તે સૌરવ ગાંગુલી પરની બાયોપિક કરી રહ્યો છે. આ અંગે રણબીરે કહ્યું...

 મને લાગે છે કે દાદા માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં જીવંત દંતકથા છે. તેમના પર બનેલી બાયોપિક ઘણી ખાસ હશે. કમનસીબે મને આ ફિલ્મની ઓફર કરવામાં આવી નથી. મેં દાદા પર બાયોપિક બનવા વિશે કંઈ સાંભળ્યું પણ નથી. મને લાગે છે કે, આ ફિલ્મના મેકર્સ હજુ પણ ફિલ્મની સ્ક્રિપ્ટ લખી રહ્યા છે.

રણબીર કપૂરે જણાવ્યું હતુ કે, તે ભૂતકાળના પ્રખ્યાત અને પીઢ ગાયક અભિનેતા કિશોર કુમારની બાયોપિકમાં જોવા મળશે. તેણે કહ્યું કે...

 હું 11 વર્ષથી કિશોર કુમારની બાયોપિક પર કામ કરી રહ્યો છું. અને તેને અનુરાગ બાસુ લખી રહ્યા છે. અને મને આશા છે કે તે, મારી આગામી બાયોપિક હશે.


નોંધનીય છે કે આ દિવસોમાં સૌરવ ગાંગુલી સાથે રણબીર કપૂરની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. રવિવારે બંને કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં સાથે ક્રિકેટ રમતા પણ જોવા મળ્યા હતા. ત્યાર બાદ રણબીર દાદાની બાયોપિક કરી રહ્યો હોવાના અહેવાલ વહેતા થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application