રાજકોટ મહાનગરપાલિકામાં આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં કુલ 12.27 કરોડના વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા હતા જેમાં મુખ્યત્વે કેસરી હિન્દ ફૂલ નજીક બેડી નાકા ટાવર પાસે આવેલા અને હાલમાં ન્યુસન્સ સ્વરૂપ બની ગયેલા રેન બશેરાને તોડી પાડવા નિર્ણય કરાયો હતો તદુપરાંત વાણીયાવાડી વિસ્તારમાં બ્રિજ બનાવવાનું મંજૂર કરાયું હતું. જ્યારે માધાપરમાં મિયાવાકી ફોરેસ્ટની દરખાસ્ત અને લીલીઝંડી અપાઇ હતી. અગાઉની મિટિંગમાં રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના પ્લેનેટોરિયમ સંકુલના કોમ્પ્યુટર વિભાગનું સંચાલન અરવિંદભાઈ મણિયાર જન કલ્યાણ ટ્રસ્ટને સોંપવાની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી તે આ બેઠકમાં સવર્નિુંમતે મંજૂર કરાઇ હતી.
સ્ટેન્ડિંગમાં મંજુર થયેલી મુખ્ય દરખાસ્તો
(1) મ્યુનિ.પ્લેનેટેરિયમ સંકુલના કોમ્પ્યુટર વિભાગનું સંચાલન શ્રી અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ, રાજકોટને વિશેષ ત્રણ) વર્ષ માટે સુપ્રત કરવા
(2) રાજકોટની હદમાંથી મરેલા ચોપગા જાનવરો ઉપાડવા તથા તેના નિકાલ કામગીરીના ત્રિવાર્ષિક કોન્ટ્રાકટની મુદ્દત વધારવા
(3) સ્વચ્છ ભારત મિશનની ગ્રાન્ટ અંતર્ગત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા માટે 50 હોર્સ પાવરથી નાના ફ્રન્ટ એન્ડ લોડર વીથ બેકહો વાહન નંગ-ચાર ખરીદ કરવા
(4) લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલ ડો.હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ સંચાલિત ડો.પી.વી.દોશી સાર્વજનિક દવાખાનાના સંચાલનની મુદ્દત વધારવા
(5) બેડીનાકા આજી નદી કાંઠે આવેલ આશ્રય સ્થાનનુ ડિમોલીશન કરવા
(6) રૈયાધાર વોટર પ્લાન્ટ, પમ્પીંગ સ્ટેશન તથા ન્યારા ઓફટેક પમ્પીંગ સ્ટેશનની ઓપરેશન એન્ડ પ્રિવેન્ટીવ મેઇન્ટેનન્સ કામગીરી દ્વિવાર્ષિક ધોરણે કોન્ટ્રાક્ટથી કરાવવા
(7) ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા હસ્તકના મોરબી રોડ બેડી મેઇન સુએજ પમ્પીંગ સ્ટેશનના ઓપરેશન અને મેઇન્ટેનન્સ કામનો બે વર્ષ માટે આપવા
(8) વોર્ડ નં.4માં અમદાવાદ હાઇવે પર આવેલ ખોડલરાજ રીયલ હોમમાં ડી.આઈ.પાઈપલાઈન નાખવા
(9) વોર્ડ નં.3માં તથ્ય રેસીડેન્સી, આશીવર્દિ સ્કુલ પાસેનો રોડ વિગેરેને લાગુ ટી.પી. રોડને મેટલીંગ કરવા
(10) ભક્તિનગર સર્કલ પાસેના ગીતામંદિર રોડ, જયનાથ હોસ્પિટલ પાછળ શાકમાર્કેટ પાસે આવેલ વોકળાથી વાણિયાવાડી શેરી નં.6 ને જોડતો ફુટ બ્રિજ બનાવવા
(11) કોઠારીયા વોર્ડ નં.18માં શિતળાધાર, વૃંદાવન સોસાયટી તથા સોલવન્ટ વિસ્તારની જુદી જુદી સોસાયટીઓમાં મેટલીંગ કરવા
(12) રાજકોટ મહાનગર પાલિકાના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા સંચાલિત ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર(ઈ.આર.સી.) શાખા માટે વપરાશ થતા વાહનોના ડ્રાઇવરોને મેનપાવર(ડ્રાઇવર) સપ્લાયના ત્રિવાર્ષિક કોન્ટ્રાકટમાં સામાન્ય હેવી વ્હિકલ ડ્રાઇવરને લઘુત્તમ વેતન દરમાં સમાવેશ કરવાની મંજુરી આપવા
(13) રાજકોટ મહાનગરપાલિકામમર્િ સાતમમર્િ પગારપંચ મુજબના પગારધોરણના લેવલ-9માં (વર્ગ-2) ફરજ બજાવતા અધિકારીઓને સળંગ નોકરીના 12(બાર) વર્ષ બાદ, સાતમાં પગારપંચ મુજબના પગારધોરણના લેવલ-11 મુજબ પગારધોરણ સુધારણાનો લાભ આપવા
(14) રોશની વિભાગની રોજબરોજની કામગીરી માટે મેન પાવર સપ્લાય કરવાના કામે અગાઉની એજન્સીને ચુકવવાનુ બાકી રહેતુ પેમેન્ટ કરવા તથા બજેટ વર્ગફેર કરવા
(15) રાજકોટ-બરોડા(જી.એ.સી.એલ.)-રાજકોટ કલોરિન ટનર/સીલિન્ડર ટ્રાન્સપોર્ટેશન માટે દ્વિવાર્ષિક કરાર કરવા
(16) સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાને વર્ષ 2024-25 માટે મળવાપાત્ર ગ્રાંટ અન્વયે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ, ગાંધીનગરમાં દરખાસ્ત કરવા
(17) કરારીય સમયગાળા દરમિયાન અવસાન પામનાર વર્ગ-3 તેમજ વર્ગ-4ના ફિક્સ પગારના કર્મચારીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવા
(18) વોર્ડ નં.12માં મવડી ઓવરબ્રીજની નીચે નવું બનાવવામાં આવેલ પબ્લીક ટોયલેટના ઓપરેશન તથા મેઇન્ટેનન્સની કામગીરી 10 વર્ષ માટે આપવા
(19) વોર્ડ નં.9માં નવા 150 ફુટ રિંગ રોડથી પોલીસ ચોકી થી આગળ મુંજકા ગેઇટ સુધી રોડ વાઇડનીંગ કરી ડેવલપ કરવા
(20) રાજકોટ શહેરના નાગરિકોના થેલેસેમિયાના પરિક્ષણ અર્થે ઈન્ડિયન મેડિકલ સાયન્ટીફિક રિસર્ચ ફાઉન્ડેશન (લાઈફ) સંસ્થાને હાલ ચૂકવાતા વાર્ષિક અનુદાનની રકમમાં વધારવા
(21) માધાપર સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ખુલ્લી જગ્યામાં ઘનિષ્ઠ વૃક્ષારોપણ તથા મીયાવાકી પ્લાન્ટેશન કરવા
(22) વોર્ડ નં.2 અને 3, વોર્ડ નં.7 અને 14, વોર્ડ નં.13 અને 17ના વિસ્તારોમાં પાર્ટ ટાઇમ સફાઇ કામદારો મારફતે સફાઇ તથા કચરો ઉપાડવાની કામગીરીના કોન્ટ્રાકટની મુદ્દત વધારવા
(23) રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ મીડિયા ક્લબના સંયુક્ત ઉપક્રમે યોજાનાર મીડિયા ક્રિકેટ ટુનર્મિેન્ટ માટે માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ વિનામૂલ્યે ફાળવવા
(24) રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારી સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન માટે એક નંગ નવી ઇનોવા કાર ખરીદવા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech