ટૂંક સમયમાં ધનુષકોડીને શ્રીલંકા સાથે જોડતો રામ સેતુ થશે તૈયાર

  • January 23, 2024 02:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત સરકાર ટૂંક સમયમાં જ પ્રવાસન, આધ્યાત્મિકતા અને અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે ભારત અને શ્રીલંકા વચ્ચે એક નવો પુલ બનાવવાની યોજના બનાવી રહ્યું છે. આ પુલ ભારતના ધનુષકોડીને શ્રીલંકાના તલાઈમન્નાર સાથે જોડશે. જોકે, અધિકારીઓનું કહેવું છે કે સરકાર હાલમાં સમુદ્ર પર ૨૩ કિલોમીટર લાંબો પુલ બનાવવાની શકયતાનો અભ્યાસ કરશે. આ એ જ જગ્યા છે જેને હિંદુ માન્યતાઓ અનુસાર રામ સેતુ કહેવામાં આવે છે.

પ્રા માહિતી અનુસાર, ભારત અને શ્રીલંકા જુલાઈ ૨૦૨૨ માં શ્રીલંકાના રાષ્ટ્ર્રપતિ રાનિલ વિક્રમસિંઘેની દિલ્હીની મુલાકાત દરમિયાન ત્રિંકોમાલી અને કોલંબોના બંદરો સુધી જમીનની પહોંચ વિકસાવવાની સંભવિતતા ચકાસવા સંમત થયા હતા. આ પછી વિદેશ મંત્રાલયે અન્ય મંત્રાલયો અને વિભાગો સાથે આ મુદ્દા પર ચર્ચા કરી. આ સમય દરમિયાન, વિદેશ મંત્રાલયે સૌથી પહેલા બ્રિજના ફિઝિબિલિટી સ્ટડીને લઈને રિપોર્ટ તૈયાર કરવાની વાત કરી હતી. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, પ્રોજેકટ પૂર્ણ કરવા માટે વધુ ભંડોળની જર પડશે. જો કે આ પુલ દ્રિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે વરદાન સાબિત થઈ શકે છે. પ્રોજેકટ શ કરતા પહેલા સરકારે ટેકનોલોજી, અર્થશાક્ર અને પર્યાવરણ સહિતના અન્ય પાસાઓની તપાસ કરવી પડશે કે શું પ્રોજેકટ ખરેખર અમલમાં આવી શકે છે કે નહીં. ડિસેમ્બર ૨૦૧૫માં કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ વિક્રમસિંઘે સાથે રોડ અને રેલ બ્રિજ બનાવવાની યોજના પર ચર્ચા કરી હતી.

પીએમ મોદી ધનુષકોડીની મુલાકાતે હતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં તમિલનાડુના પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે ધનુષકોડીની પણ મુલાકાત લીધી હતી. પીએમે અહીં સ્થિત કોઠંડારામસ્વામી મંદિરમાં દર્શન અને પૂજા કરી હતી. તેમણે ધનુષકોડી નજીક સ્થિત અરિચલ મુનાઈની પણ મુલાકાત લીધી હતી. તેમણે તમિલનાડુમાં શ્રીરંગનાથ સ્વામી મંદિરની પણ મુલાકાત લીધી હતી. પીએમએ રામેશ્વરમના અિતીર્થમ બીચ પર સમુદ્રમાં ડૂબકી લગાવી અને ભગવાન રામનાથસ્વામી મંદિરમાં પ્રાર્થના કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News