માનવ ધર્મ કે પ્રૂણેતા ગુૂદેવ રણછોડદાસજી મહારાજ તથા માનવસેવા એજ પ્રભુ સેવાની અખડં યોત પ્રગટાવી સતત પ્રવલિત રાખનારની હરિચરણદાસજી મહારાજના પ્રેરણાથી ચૈત્ર નવરાત્રી અને રામલલ્લ ાના જન્મોત્સવને વધાવવા ગોંડલ રામજી મંદિર ખાતે આગામી તા.૨૯ માર્ચથી ૦૬ એપ્રિલ સુધી અષ્ટ્રોત્તર રામ ચરિત માનસ પાઠ – રામ જન્મોત્સવ – સમૂહ યજ્ઞો પવિત સંસ્કાર – હરિચરણદાસજી મહારાજના પ્રાગટદિન – લઘુરામ યજ્ઞ – સતં ભોજન – ભંડારા સહીત વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને રામ નવમીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. ૦૬ એપ્રિલ રવિવારે મહામંડલેશ્વર ૧૦૦૮ હરિચરણદાસજી મહારાજ તૃતીય પુણ્યતિથિ નિમિતે રામજી મંદિરના મહતં જયરામદાસજી બાપુ ના વરદ હસ્તે પ્રતિમા પૂજન કરાશે તેમજ ભકતો દ્રારા ષોડસોપચાર પાદુકા પૂજન થશે. બપોરે સાધુ – સંતો – ભકતો માટે ભંડારોનું આયોજન કરવામાં આવ્યું છે.
નવ દિવસીય રામનવમી કાર્યક્રમની ભવ્યાતિ ભવ્ય તૈયારી ગુભાઈઓ માં અનેરો થનગનાટ દરરોજ હજરો ભકતો સાધુ સંતો પ્રસાદ લેશે.
સુપ્રસિદ્ધ રામજી મંદિર ગોંડલ ખાતે રામનવમી કાર્યક્રમ ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેમાં ૨૯ માર્ચ શનિવાર ફાગણ વદ અમાસથી કળશ સ્થાપના, રામ ચરિત માનસજીના પાઠ ૨૯૦૩૨૦૨૫ સવારે ૭ વાગ્યાથી શ થઈ તા.૬ એપ્રિલને રવિવારે સવારે ૭ વાગ્યા સુધી ચાલશે), ચૈત્ર સુદ – ૧ને રવિવારે ૩૦ માર્ચે પાઠ પ્રસંગે રામ જન્મોત્સવ, ૩૧ માર્ચે પાઠ પ્રસંગે રામ વિવાહ તેમજ ૨ એપ્રિલને બુધવારે સમૂહ યજ્ઞો પવિત સંસ્કારનું આયોજન કરવામાં આવેલ છે ૩૪૨૦૨૫ને ગુવાર ચૈત્ર સુદ – ૬ પ્રાત: સ્મરણીય ગુદેવ હરિચરણદાસજી મહારાજની ૧૦૩મી જન્મજયંતિ રંગે ચંગે ઉજવણી કરવામાં આવશે. તા.૬ એપ્રિલને રવિવારે શ્રી રામ રાયાભિષેક બપોરે ૧૨ કલાકે શ્રી રામ જન્મ ઉત્સવ યોજાશે ત્યારબાદ લઘુરામ યજ્ઞ બપોરે ૪ વાગ્યે બીડું હોમાશે. જેમાં યજમાન તરીકે જીત રાજેશભાઈ ઉનડકટ બેસસે. ૧૦ એપ્રિલે સદગુદેવ રણછોડદાસજી મહારાજ પુણ્યતિથિ નિમિતે સમવિષ્ટ્ર ભંડારો તેમજ ૧૨ એપ્રિલે હનુમાન જયંતિ ની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવશે આ તકે સંત–મહંત, મહાનુભાવો, સમાજ શ્રેષ્ટ્રિઓ, ગુભાઈ બહેનોએ આ અમૂલ્ય અવસરમાં મોટી સંખ્યા માં લાભ લેવા મહતં જયરામદાસજી મહારાજ અને રામજીમંદિર પરિવાર તરફથી ભાવ ભયુ આમંત્રણ પાઠવેલ છે
રમેશભાઈ ઓઝા તથા ડો.રામેશ્ર્વર દાસજીના હસ્તે આશ્રમનું ભૂમિપૂજન
હરિચરણદાસજી મહારાજના અદ્રશ્ય આશીર્વાદથી તેમજ રામજી મંદિરના મહતં જયરામદાસજી બાપુની આજ્ઞાથી ગોંડલ આંગણે આવેલ સુપ્રસિદ્ધ રામજી મંદિર ખાતે ભવ્યાતીભવ આશ્રમનું નિર્માન આગામી ૨૫ માર્ચના રોજ થવા જઈ રહ્યું છે આ ભૂમિપૂજન પ્રસંગે પૂ. રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી), તથા ડોં. રામેશ્વરદાસજી મહારાજના કર કમળ દ્રારા થશે. આગામી તા. ૨૫ માર્ચ ના રોજ થનાર છે આ તકે સાધુ સંતો નો ભંડારો તેમજ મહાપ્રસાદ બપોરે ૧૨ વાગ્યે યોજાશે ઉપરોકત ભૂમિ પૂજનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે આ તકે સંત–મહંત, મહાનુભાવો, સમાજ શ્રેષ્ટ્રિઓ, ગુભાઈ બહેનોએ આ અમૂલ્ય અવસરમાં મોટી સંખ્યા માં લાભ લેવા પરમ મહતં જયરામદાસજી મહારાજ અને રામજીમંદિર પરિવારે જણાવ્યું છે.
સમૂહ યજ્ઞોપવિતનું ભવ્ય આયોજન
રામ નવમી ઉત્સવ દરમ્યાન સૌ પ્રથમ વખત સમૂહ જનોઈનું ભવ્ય આયોજન કરાયું છે. ગોંડલ રામજી મંદિર ખાતે રામનવમી મહોત્સવ દરમ્યાન આ વખતે સમૂહ યજ્ઞો પવિત સંસ્કારનું આયોજન કરવામાં આવેલ છે જેમાં પરિવારના બાળકોને સમૂહ જનોઈ માં ભાગ લેવાની ઈચ્છા હોઈ તેવોએ તા. ૨૯ માર્ચ ૨૦૨૫ શનિવાર સુધીમાં તેઓ નું નામ સંસ્થા ખાતે નોંધાવી દેવા યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએકતા કપૂરે કન્ફર્મ કર્યું...'નાગિન 7' આવશે ચોક્કસ
April 01, 2025 11:33 AMત્રીજા લગ્ન કરવા જઈ રહેલા આમીરે બંને ભૂતપૂર્વ પત્ની સાથે મનાવી ઈદ
April 01, 2025 11:32 AMવરરાજા બની લોટપોટ કરવા કપિલ શર્મા તૈયાર
April 01, 2025 11:29 AMગોંડલમાં રોકડ અને સોનાના દાગીના લઈ ફરાર વેપારીનો પુત્ર કલકતાથી ઝડપાયો
April 01, 2025 11:21 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech