આગામી તારીખ ૧૭.૪.૨૦૨૪ ને બુધવારના દિવસે મર્યાદાપુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની આરાધનાનું પર્વ રામનવમી આવી રહ્યું હોઈ, તે પહેલાં જ છોટી કાશી ગણાતા જામનગર શહેરના રામભક્તોમાં ઉત્સાહ જગાવવા માટે શનીવારે રાત્રે 'ભક્તિફેરી'નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
મહાદેવ હર મિત્ર મંડળ અને હિન્દુ ઉત્સવ સમિતિના સંયુક્ત ઉપક્રમે પ્રતિવર્ષ રામનવમીના દિવસે ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે.
આ વર્ષે અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજી નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ ચૂક્યો છે, અને ભવ્ય રામમંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકાયું છે, ત્યારે આ વર્ષે રામનવમી ના તહેવારમાં જામનગરમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યા છે,અને શોભાયાત્રા રંગેચંગે યોજાવાની છે. જેના આયોજનને આખરી ઓપ આપવા માટે શનિવારે રાત્રે યોજાયેલી મિટિંગ પૂર્ણ થયે ઉપસ્થિત તમામ ભક્તજનોની સંગાથે 'ભક્તિ ફેરી' યોજાઈ હતી.
પંચેશ્વર ટાવર પાસેના શ્રી રામદૂત હનુમાનજી મંદિરેથી સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી ચતુર્ભુજ દાસજી મહારાજના હસ્તે ભગવા ધ્વજ ફરકાવીને ભક્તિ ફેરી નું પ્રસ્થાન કરાવાયું હતું.
આ શરૂ થયેલી ભક્તિ ફેરી મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખ રાજુભાઇ વ્યાસ (મહાદેવ)ની આગેવાની હેઠળ "જય જય શ્રી રામ" ના જયઘોષ સાથે સુપ્રસિદ્ધ બાલા હનુમાનજી મંદિરે પહોંચી હતી. જ્યાં પ્રભુદર્શન કરીને મંદિર પરિસરમાં ચાલી રહેલા અખંડ રામધુન ના પાઠ ની સાથે તમામ રામ ભક્તોએ જોડાઈને સંગીતની સાથે 'શ્રીરામ જય રામ જય જય રામ' ની ધૂન બોલાવી હતી.
ત્યાર પછી આ ભક્તિ ફેરી પુનઃ પંચેશ્વર ટાવર પરત ફરી હતી. જેમાં બન્ને આયોજક સંસ્થાના અગ્રણીઓ - કાર્યકરો ઉપરાંત શહેરના ધાર્મિક, સામાજિક, જ્ઞાતિ મંડળો, યુવક મંડળોના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં રામભક્તો જોડાયા હતા, અને રામ નવમીના પાવનકારી પર્વ પહેલાં જ 'છોટી કાશી'માં રામ-મય વાતાવરણ બનેલું જોવા મળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજૂનાગઢમાં મંદિરોનો વિવાદ અધિકારીઓના કારણે થયો હોવાની ધારાસભ્યની ખુલ્લી ટકોર
December 23, 2024 10:41 AMરાજકોટનાં ખોરાણામાં બોગસ ડોક્ટર હિરેન ને પકડવામાં પોલીસની હેટ્રિક
December 23, 2024 10:40 AMકિસાન દિવસ ભારતના અનાજના શૂરવીરોનો દિવસ
December 23, 2024 10:38 AMમાતુશ્રી કેસર ઓર્ગેનિક ફાર્મના લક્ષ્મણભાઈ પટેલની ફાર્મ ટુ હોમ યાત્રા પહોંચી વિદેશ સુધી
December 23, 2024 10:33 AMમંદિર હોવાના પૂરાવા મળ્યા છે, અમે તેને લઈને જ રહીશુંઃ સંભલ વિવાદ પર સ્વામી રામભદ્રાચાર્યનો મોટો દાવો
December 23, 2024 10:26 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech