શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવશે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે 19 ઓગસ્ટે રક્ષાબંધનના તહેવાર પર બહેનો ભાઈના હાથમાં રાખડી બાંધશે. ભાઈ બહેનનો આ પવિત્ર તહેવાર માનવામાં આવે છે. ત્યારે આ વર્ષે રક્ષાબંધનના દિવસે ધનબાદની પાંચ દીકરીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધશે. આ છોકરીઓ કસ્તુરબા ગાંધી ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થીનીઓ છે.
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV) બલિયાપુરની પાંચ વિદ્યાર્થીનીઓ 19 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધશે. KGBV બલિયાપુર એ ઉત્તર છોટાનાગપુર વિભાગમાંથી પસંદ કરાયેલી એકમાત્ર શાળા છે. વિદ્યાર્થીનીઓ રાષ્ટ્રપતિ ભવન નવી દિલ્હી જવા રવાના થશે. તેમની સાથે છ શિક્ષકો પણ રહેશે. આ દરમિયાન તમામ વિદ્યાર્થીનીઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે. નવી દિલ્હીના વિવિધ ઐતિહાસિક સ્થળોની પણ મુલાકાત લેશે.
શા માટે આ વિદ્યાર્થીનીઓની પસંદગી કરવામાં આવી?
આ વખતે બોર્ડની પરીક્ષામાં KGBV બલિયાપુરની 10મી અને 12મી બંને પરીક્ષામાં 100 ટકા પરિણામ આવ્યું છે. સૌથી મહત્વની વાત એ હતી કે તમામ વિદ્યાર્થીનીઓ બંને બોર્ડમાં પ્રથમ ડિવિઝન સાથે પાસ થઈ હતી. આ સાથે શાળાનું એકંદર શૈક્ષણિક પ્રદર્શન અન્ય શાળાઓ કરતા વધુ સારું છે. પસંદગી પામેલા પાંચ વિદ્યાર્થીઓમાંથી એક રાજશ્રી કુમારીની અંડર-14 ખો-ખો સ્ટેટ પ્લેયર તરીકે પસંદગી કરવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech