પોતાના ઇનોવેટિવ આઈડિયા માટે જાણીતા રાજકોટ જિલ્લાના પૂર્વ કલેકટર રાહુલ ગુપ્તાએ પોતાની અહીંી બદલી યા પછી પણ સારા કામ ચાલુ રહે તે માટે વિઝ્ડમ ઓન વ્હીલ્સ (વાવ)નામનો નવતર પ્રોજેક્ટ રાજકોટ જિલ્લાને આપ્યો હતો. રાહુલ ગુપ્તા જ્યારે રાજકોટમાં કલેકટર તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા ત્યારે આ પ્રોજેક્ટ પૂરપાટ ઝડપે દોડી રહ્યો હતો. તેના સારા પરિણામની સમાજમાં નોંધ પણ લેવાતી હતી. શિક્ષણ જગતના મહાનુભાવો, અધ્યાપકો, પ્રોફેસરો અને સરકારી કર્મચારીઓ- અધિકારીઓ પણ આ પ્રોજેક્ટ માટે પગાર ભથ્ા કે કોઈપણ પ્રકારની વધારાના ર્આકિ ઉપાર્જનની આશા રાખ્યા વગર કામ કરતા હતા. પરંતુ જેવી રાહુલ ગુપ્તાની બદલી ઈ તે સો જ આ પ્રોજેક્ટની ગતિ ધીમી પડી ગઈ હતી અને છેલ્લા ચાર વર્ષી તો તે સાવ બંધ ઈ ગઈ છે. વાવ પ્રોજેક્ટને જાણે કુવામાં પધરાવી દીધો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
વિઝડમ ઓન વ્હીલ્સ ( ડબલ્યુ ઓ ડબલ્યુ) પ્રોજેક્ટ શું હતો ? તેની આછેરી ઝલક મેળવીએ તો જે તે વખતે પૂર્વ કલેક્ટર રાહુલ ગુપ્તાએ સરકારની જુદી જુદી યોજનાઓ માટે જરૂરિયાતમંદોને તેમના ઘર આંગણે લાભ મળી રહે તે માટે બસની વ્યવસ કરીને તે અલગ અલગ વિસ્તારોમાં ફેરવવામાં આવતી હતી. લોકોને ઘેર બેઠા આધાર કાર્ડ, રેશનકાર્ડ સહિતના સરકારની જુદી જુદી યોજનાના કામો અને લાભ ઘર આંગણે મળી રહેતા હતા. આ પ્રોજેક્ટનો બીજો હેતુ યુવાનોમાં સ્કિલ ડેવલપમેન્ટને લગતો હતો. આ માટે વાવ પ્રોજેક્ટની બસમાં પ્રોજેક્ટર, બોર્ડ, કોમ્પ્યુટર, લેપટોપ જેવી વ્યવસ રાખવામાં આવી હતી. યુવાનો જ્યારે સ્કીલ ડેવલપમેન્ટનું માર્ગદર્શન લેવા આવે ત્યારે બેસવા માટે સ્ટુલ પણ રાખવામાં આવ્યા હતા. અને આ પ્રોજેક્ટનો ત્રીજો હેતુ સમાજના ગરીબ અને પછાત વિસ્તારોમાં બાળકોને તેમના ઘર આંગણે જઈને શિક્ષિત કરવાનો હતો. જ્યારે આ પ્રોજેક્ટ પૂર્ણ કક્ષાએ ચાલુ હતો ત્યારે ૩૨૫ બાળકો તેનો લાભ લઈને અભ્યાસ કરી રહ્યા હતા.
રાહુલ ગુપ્તાની રાજકોટી બદલી ઈ ત્યારી આ પ્રોજેક્ટની ગતિ અત્યંત ધીમી પડી ગઈ હતી. આ પ્રોજેક્ટ કાયમી ધોરણે ચાલુ રહે તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સહભાગીતા રાખવામાં આવી હતી. યુનિવર્સિટીના પ્રોફેસરો- ટીચરો સપ્તાહમાં એક કે બે દિવસ સંપૂર્ણપણે આ પ્રોજેક્ટ માટે ફાળવતા હતા. યુનિવર્સિટીના ૨૨ જેટલા પ્રોફેસરો અને બી.એડ ના વિર્દ્યાીઓ સહિત ૪૫ જેટલા લોકો આ પ્રોજેક્ટ માટે કોઈપણ જાતના વળતરની અપેક્ષા વગર કામ કરતા હતા. પરંતુ ોડા જ સમયમાં રાજકીય પરિસ્િિતમાં પણ બદલાવ આવતા આ પ્રોજેક્ટ બંધ પડી ગયો છે. અત્યારે યુનિવર્સિટી કેમ્પસમાં તેનું વાહન ધુળ ખાતું પડ્યું છે. યુનિવર્સિટી કેમ્પસના ખૂણામાં પડેલા આ વાહનના એક સાઈડના કાચ તૂટી ગયા છે. પ્રોજેક્ટર, લેપટોપ, કોમ્પ્યુટર સ્ટુલ જેવા સાધનો સલામત રીતે રાખી દેવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ માટે ગ્રાન્ટ મળે છે પરંતુ તેનો ઉપયોગ તો ની. બસની મરામત અને ડ્રાઇવરના પગાર ખર્ચ માટે આપવામાં આવતી આ ગ્રાન્ટ અત્યારે ઉપયોગમાં ન લેવાતી હોવા છતાં તે ચાલુ છે. પરંતુ આવો મહત્વનો પ્રોજેક્ટ હવે ક્યારે ચાલુ શે તે સવાલનો જવાબ કોઈ આપતું ની.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech