રાજકોટ લોધિકા અને પડધરી તાલુકાના 180 ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટના બેડી માર્કેટ યાર્ડ સહિત સૌરાષ્ટ્રભરના માર્કેટ યાર્ડ આવતીકાલે લાભ પાંચમે મુહૂર્તના સોદા સાથે ધમધમી ઉઠશે. દરમિયાન આજે સવારથી જ રાજકોટ યાર્ડ બહાર મગફળી અને કપાસ સહિતની જણસીઓ ભરેલા ખેડૂતોના વાહનોની લાંબી લાઇન લાગી હોવાનું રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરાએ જણાવ્યું હતું.
યાર્ડના સેક્રેટરી બી.આર.તેજાણીએ જણાવ્યું હતું કે વેપારીઓ, કમિશન એજન્ટ્સ અને મજૂરોની માંગણીને અનુલક્ષીને દિવાળીના તહેવારો દરમિયાન રાજકોટના મુખ્ય બેડી યાર્ડમાં તા.11થી 17 નવેમ્બર સુધી રજા રાખવામાં આવી હતી જેથી આવતીકાલથી યાર્ડમાં હરરાજી સહિતના કામકાજ રાબેતા મુજબ શરૂ થશે.
જ્યારે આસિ.સેક્રેટરી બી.એચ.સોરઠીયાએ જણાવ્યું હતું કે શાકભાજી વિભાગ અને ડુંગળી વિભાગમાં તા.13થી 17 સુધી રજા છે, આથી આ બન્ને વિભાગોમાં પણ આવતીકાલથી હરરાજી શરૂ થશે. જ્યારે બટેટા વિભાગ અને ઘાસચારા વિભાગમાં તા.15થી હરરાજી સહિતના કામકાજ શરૂ થઇ ગયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના મોટાભાગના યાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડને અનુસરતા હોય રાજકોટ ઉપરાંત ગોંડલ, મોરબી, જેતપુર, ધોરાજી, જામકંડોરણા, કાલાવડ, ઉપલેટા, જસદણ, વીંછીયા, વાંકાનેર, જૂનાગઢ, અમરેલી અને સુરેન્દ્રનગર સહિતના માર્કેટ યાર્ડમાં પણ આવતીકાલે લાભ પાંચમથી મુહૂર્તના સોદા સાથે જ હરરાજી સહિતના કામકાજ શરૂ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોકુલનગરમાં સિક્યુરિટી ગાર્ડના બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો
September 20, 2024 11:19 AMસૌથી ખરાબ સેવાઓ...ભારતીય-અમેરિકન CEOએ એર ઈન્ડિયા પર લગાવ્યો આરોપ, જુઓ વીડિયો
September 20, 2024 11:17 AMપરિવારો પર 11,000 કરોડનો બોજ નાખે છે ફૂડ ડિલિવરી કંપનીઓ
September 20, 2024 11:16 AMઆજે પિતૃપક્ષનું તૃતીયા શ્રાદ્ધ, જાણો તર્પણ અને પિંડ દાનની સાચી રીત
September 20, 2024 11:15 AMએસ.ટી. ડેપો નજીકના તળાવનામાંથી મૃતદેહ મળ્યો
September 20, 2024 11:15 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech