રાજકોટને જૂન સુધીમાં મળશે વંદે ભારત ટ્રેન : સાંસદ મોહનભાઈ કુંડારિયાનું નિવેદન

  • February 17, 2023 10:53 PM 

રાજકોટને લાંબા અંતરની ટ્રેન વધુમાં વધુ પ્રમાણમાં મળવી જોઈએ તેવી માગણી અવારનવાર કરવામાં આવતી હોય છે. રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાએ આજે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર રાજકોટ ડબલ ટ્રેકનું કામ પૂર્ણતાના આરે છે અને જૂન સુધીમાં તે પૂંરૂ થઈ જશે. આ કામ પૂં થયા પછી વંદે ભારત સહિતની અનેક ટ્રેન સુવિધા આ વિસ્તારની પ્રજાને મળશે.





સાંસદ મોહનભાઈ કુંડારીયાએ વધુમાં જણાવ્યું હતું કે ડબલ ટ્રેકની સાથોસાથ ઈલેકટ્રીફીકેશનની કામગીરી પણ ચાલી રહી છે અને તેમાં પણ ઘણું કામ પૂં થઈ ગયું છે.



એક સવાલના જવાબમાં સાંસદે કહ્યું હતું કે અત્યારે રાજકોટ સુરેન્દ્રનગર ટ્રેક પર ૧૫૪ ટકા જેટલું ભારણ છે પરંતુ ડબલ ટ્રેક થયા પછી આભાર ઘણું ઘટી જશે. રાજકોટને મળતી ટ્રેનની સુવિધામાં વધારો કરવા અને લાંબા અંતરની ટ્રેનો શ કરવા માટે રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાએ રેલવે મંત્રી અને કેન્દ્ર સરકારના અન્ય વિભાગોમાં રજૂઆત કરી છે. રાજકોટને ફાટક મુકત કરાવવા માટે આજરોજ મહાનગરપાલિકા ખાતે રેલવે વિભાગ તેમજ કોર્પેારેશન વિભાગના સંયુકત ઉપક્રમે બેઠક મળી હતી.




આજરોજ મળેલી બેઠકમાં સાંઢીયા પુલ નવો બનાવવો માર્ગનો બ્રિજ બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી. રેલવે વિભાગ દ્રારા પણ હકારાત્મક અભિગમ દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે આગામી સમયમાં પીડી માલવયા કોલેજ પાસે સહિતના ફાટક પાસે બ્રિજ બનાવવામાં આવશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application