સી.એ.ઇન્ટરમિડીયેટ અને ફાઇનલનું પરિણામ જાહેર થતાં રાજકોટના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. રાજકોટ સેન્ટર પરથી 552 વિદ્યાર્થીઓએ ફાઇનલ માટે પરીક્ષા આપી હતી જેમાંથી 81 વિદ્યાર્થીઓ પાસ તથા તેઓએ સીએ ની ડીગ્રી મેળવી છે.જ્યારે બંને ગ્રુપમાંથી 277 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી જેમાંથી 42 વિદ્યાર્થીઓ પાસ થયા છે.
રાજકોટ સેન્ટરમાંથી ફાઇનલમાં ટોપ ફાઈવમાં રિદ્ધિ તન્ના, ઓમ બુદ્ધદેવ, નૈમીશ વૈષ્ણવ, વિરાજ વૈષ્ણવ અને કિશન રાજા જ્યારે બંને ગ્રુપમાં ટોપ ફાઈવ માં જયદીપ સોલંકી, હેમાંગ શાહ ,ચાહત ધંધાણી મીત ડોબરીયા,મલય ડોબરીયાએ રાજકોટનું ગૌરવ વધાર્યું છે.સી એ ઇન્ટરમીડિયેટ પરીક્ષાના બંને ગ્રુપ ક્લિયર કરનાર વિદ્યાર્થીઓ હવે ફાઇનલની તૈયારી કરશે. ઘણા વખત બાદ રાજકોટ સેન્ટરનું સારું પરિણામ આવ્યું છે.
સીએ ફાઇનલ અને ઇન્ટરમીડીયેટમાં કુલ પરિણામ ગ્રુપ-1માં 27.35 ટકા અને ગ્રુપ-2માં 36.35 ટકા જયારે બન્ને ગ્રુપ્નું 19.88 ટકા પરિણામ આવ્યું હતું. જેમાં સમગ્ર દેશમાં ટોપર્સમાં શિવમ મિશ્રા 83.33 ટકા અને વષર્િ અરોરા 80 ટકા સાથે ઝળકયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાવ વિધાનસભા પેટાચૂંટણીમા આવતીકાલે યોજાશે મતદાન, જાણો આટલા મતદાન મથક પર યોજાશે મતદાન
November 12, 2024 10:53 PMવડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'નોબેલ શાંતિ પુરસ્કાર' મળવો જોઈએ, દુનિયાના આ મોટા રોકાણકારે કરી માંગ
November 12, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech