સાધુ-સંતો, સાંસદ, ધારાસભ્યો તેમજ ભાજપ પ્રદેશ અઘ્યક્ષ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં જનતા માટે ખુલ્લુ મુકાયું
કાલાવડ ખાતે ૭૬-કાલાવડ વિધાનસભાના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના જન સંપર્ક કાર્યલાયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું અને કાલાવડ તાલુકાની જનતા માટે ખુલ્લું મુકાયું હતું. આ પ્રસંગે સાધુ સંતો,સાંસદ,ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ,જિલ્લા પ્રમુખ તેમજ આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી રીબીન કાપી શંખનાદ કરીને ભારત માતા કી જયના નારાઓ સાથે કાર્યાલય ને ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું
આ પ્રસંગે પુ.શાન્તુરામ બાપુ-, પુ.શ્રી વાલદાસ બાપુ-સુરસાંગડા, આંતર રાષ્ટ્રીય શિવ કથાકાર પુ.હંસદેવગીરી બાપુ- પુ.શ્રી વીરેન્દ્રગીરી બાપુ- પુ. જીતેશગીરી બાપુ સહિતના સાધુ સંતો તેમજ પૂર્વ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ આર.સી.ફળદુ, જામનગરના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, આર.એસ.એસ.અગ્રણી ભાનુભાઈ પટેલ, જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા સહિતના હોદેદારો, આગેવાનો તેમજ કાર્યકરોની ઉપસ્થિતીમાં કરવામાં આવેલ,
ત્યાર બાદ ૭૬-કાલાવડ વિધાનસભા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનું સ્નેહ મિલન યોજાયું હતુ, જેમાં સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા,જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા પોતાના પ્રાસંગિક પ્રવચનમાં કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છા પાઠવેલ હતી તેમજ કાલાવડની જનતા માટે ધારાસભ્ય દ્વારા શરૂ કરવામાં આવેલ જન સંપર્ક કેન્દ્રમાં લોકોની માંગ, સમસ્યા તેમજ જરૂરિયાતોને લઈને હરહંમેશ હાજર રહેશે તેવી ખાતરી આપી હતી.
જન સંપર્ક કાર્યાલય ઉદ્દઘાટન પ્રસંગે જીલ્લા ભાજપ મહામંત્રી અભિષેકભાઈ પટવા, કાલાવડ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ વોરા,કાલાવડ તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ ડાંગરિયા,ધ્રોલ શહેર ભાજપ પ્રમુખ સમીરભાઈ શુક્લ, જીલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરપર્સન ગોમતીબેન ચાવડા,જીલ્લા પંચાયત કારોબારી ચેરપર્સન ચંદ્રિકાબેન અધેરા,જીલ્લા પંચાયત સદસ્ય લગધીરસિંહ જાડેજા,એ.પી.એમ.સી.-જોડીયાના ચેરમેન ઘનશ્યામભાઈ રાઠોડ,કાલાવડ તાલુકા પંચાયત પ્રમુખ ચંદ્રિકાબેન પાનસુરીયા,જીલ્લા યુવા મોરચા પ્રમુખ ભુમીતભાઈ ડોબરીયા, જીલ્લા ભાજપ અગ્રણી ડો.વિનોદભાઈ ભંડેરી, દિલીપસિંહ ચુડાસમા,ગાંડુભાઈ ડાંગરીયા, હીનાબેન રાખોલીયા, ગણેશભાઈ મુંગરા, શહેર મહામંત્રી મહેશભાઈ સાવલીયા તથા વિનોદભાઈ રાખોલીયા, તાલુકા મહામંત્રી પરાક્રમસિંહ જાડેજા,જીલ્લા અનુ.જાતી મોરચા મહામંત્રી મનોજભાઈ પરમાર સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર:રણજીતનગર માંથી ઝડપાયું ટેમ્પો ટ્રાવેલર ચાલતું કુટણખાનું
April 02, 2025 05:45 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં સી.સી.ટી.વી.કેમેરા અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
April 02, 2025 05:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech