CA ફાઉન્ડેશનમાં રાજકોટનું પરિણામ માત્ર 12.77 ટકા: 84 વિદ્યાર્થીઓ જ પાસ થયા

  • July 31, 2024 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સીએ ફાઉન્ડેશન ની પરીક્ષા ના પરિણામમાં રાજકોટનું કંગાળ પરિણામ આવ્યું છે. માત્ર 12.77 ટકા વિદ્યાર્થીઓ જ સી.એ.બનવાની દિશામાં આગળ વધી શક્યા છે. ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા જૂન મહિનામાં લેવાયેલી ચાર્ટડ એકાઉન્ટન્ટ ફાઉન્ડેશનનું પરિણામ ગઈકાલે જાહેર થયું હતું.
આ વખતના પરિણામમાં માત્ર 14.96% વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. મહિનામાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ 29.99% આવ્યું હતું જેની સામે આ વખતે 15 ટકા ઓછું પરિણામ આવ્યું છે. રાજકોટમાંથી 658 વિદ્યાર્થીઓએ સી એ ફાઉન્ડેશન માટે પરીક્ષા આપી હતી. જેમાંથી માત્ર 84 વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. રાજકોટ સેન્ટર નું માત્ર 12.77% જ પરિણામ આવ્યું છે.
સીએ ઇન્ટરમીડીયેટ, ફાઉન્ડેશન અને ફાઈનલની પરીક્ષાના કોર્સમાં ફેરફાર કરાયા બાદ પ્રથમ વખત ફાઉન્ડેશનની પરીક્ષા યોજાઈ હતી.
સીએ ફાઉન્ડેશનની જૂન 2024 ની પરીક્ષા ઓલ ઇન્ડિયા લેવલ પર યોજાઈ હતી જેમાં કુલ 91,900 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જે પૈકી 13,749 વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરતા 14.96 ટકા પરિણામ આવ્યું છે.
સીએ ફાઉન્ડેશનમાં 49,580 વિદ્યાર્થીઓમાંથી 7766 ઉમેદવાર પાસ થયા હતા જ્યારે 42,320 વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 5983 વિદ્યાર્થીનીઓ પાસ થતા તેમનું પરિણામ 14.14% આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application