રાજકોટ પોલીસની એરપોર્ટ પર હાખોરી કે હત્યાનો ઈંતજાર?

  • May 25, 2024 03:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ગ્રીનફિલ્ડ હીરાસર એરપોર્ટ પર સ્થાનિક તંત્રસાહકો અને પોલીસ પણ ઢીલી પડતી હશે કે આખં આડા કાન થતાં હોવાની માફક એરપોર્ટ લુખ્ખાઓ, માથાભારે તત્વો કે આવા ઈસમોને અડ્ડો બનવા તરફ જઈ રહ્યું છે. એરપોર્ટમાં ટેકસી કોન્ટ્રાકટથી લઈ ત્યાં ટેકસી ચલાવવા સુધીના કકળાટ છે. રોજિંદા જેવા નાના, મોટા ઝઘડાઓ બની રહ્યા છે. શું રાજકોટ પોલીસને એરપોર્ટ પર હત્યાનો ઈંતજાર છે કે પછી હાખોરીથી આખં મિંચામણ છે? શા માટે પોલીસ કડક નથી બનતી? આવા સવાલો એરપોર્ટ પર જનારા સુસ નાગરિકો પેસેન્જરોને ઉદભવ્યા વિના રહે નહીં.

હીરાસર એરપોર્ટ પર ટેકસીઓમાં મુસાફરોને લાવવા–મુકવા માટે રોજિંદા કાર્સ કે આવા વાહનો દોડી રહ્યા છે. વાહનોમાં મોં માગ્યા ભાા ચૂકવ્યા બાદ પણ પેસેન્જર્સને ફફડાટ એ રહેતો હોય છે કે ટેકસી કોન્ટ્રાકટની આંતરીક હરિફાઈ, લડાઈમાં અંદરો–અંદર ઝઘડશે તો નહીંને? સહી સલામત પહોંચીતો જશુંને.

એરપોર્ટ પર પાકિગ અંદરથી પેસેન્જર્સ લેવા માટે રીતસરની ટેકસી કારધારકોની પડાપડી હોય ચે અને કોઈ કોઈના પેસેન્જર્સ ખેંચે અથવા તો ચોક્કસ ગેંગ કે તત્વો કહે તેની જ કારનો પેેસેન્જર્સ લેવામાં નંબર લાગતો હોય છે. આ માટે કારવાળાઓએ ગેંગને એક ટ્રીપ દીઠ ૫૦૦ કે આવો હો (પ્રોટેકશન મની) અથવા ખંડણી પણ આપવી પડતી હોવાની ચર્ચા છે. ટેકસી કારમાં બેસનારા મુસાફરો ટેકસીચાલકો કે ગેંગના આવા ઈસમોની તુંતું મેંમેં કે ઘર્ષણ જોઈને મુંઝાતા કે ફફડતા રહે છે.

ટેકસી લાઈનોમાં લગાવવા કે પોતાના ગ્રુપની ટેકસીઓ જ પહેલા ભરાશે આવી દાદાગીરીમાં એરપોર્ટ પર અગાઉ પણ હત્પમલા, મારામારીની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હતી. જયારે ન નોંધાઈ હોય કે ચકમકની આવી ઘટનાઓ તો રોજિંદી જેવી છે. એકબીજાને ભરી પીવા કે પાકિગમાં પોતાનું આધિપત્ય જમાવવા મથકા ઈસમો વચ્ચે ગેંગવોર જેવું વાતાવરણ બની ગયું છે.

બે દિવસ પહેલા હિરાસર એરપોર્ટ પર ટેકસીમાં પેસેન્જર ભરવા બાબતે બે પક્ષ અથડાયા હતા. જેમાં એક ટેકસીધારક પેસેન્જર લેતો હતો ત્યારે બીજો ટેકસી લઈને ધસી આવ્યો અને પેસેન્જર લેવા લાગ્યો હતો જેથી ઝઘડો થયો હતો અને આ ઝઘડો લોહિયાળ બન્યો હતો. એક તરફથી ધોકા, પાઈપ સહિતના સાધનો સાથે વાહનોમાં ધસી આવેલા શખસોએ પિતા–પુત્રો પર હુમલો કર્યેા હતો. એ પહેલા પણ ટેકસી બાબતે જ હત્પમલો કરાયો હતો

એરપોર્ટ પોલીસ જો ટૂંકી પડતી હોય તો ક્રાઈમ બ્રાંચે કડકાઈ દાખવવી જોઈએ
એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદમાં આવતા હીરાસર એરપોર્ટ પર છાસવારે થતાં ડખ્ખાઓમાં શું એરપોર્ટ પોલીસ પાંગળી પુરવાર થઈ રહી છે? પોલીસની કોઈ ધાક નથી? કે પછી પોલીસ પણ હાખોરીમાં પડી હશે એટલે આખં આડા કાન કરીને બધુ ચાલવા દે છે? આવું કાંઈ ન હોય તો શું પોલીસને મારામારી, હત્પમલાતો ઠીક કોઈની લોથ ઢળે ત્યાનો ઈંતજાર હશે? આવું કાંઈ ગેંગવોર જેવું બનશે પછી પોલીસ જાગશે કે શેહશરમ છોડશે? એરપોર્ટ પોલીસને જો શરમ કે કોઈ ડર હોય અથવા આવા તત્વોને પાઠ ભણાવવાની હિંમત ન હોય તો ક્રાઈમ બ્રાંચ, એલસીબી, એસઓજી કે આવી ટીમોએ એરપોર્ટ પર કડક હાથે કામ લેવું જોઈએ. બાહ્ય લુખ્ખાઓ કે આવા ઈસમો સાથે એરપોર્ટના અંદરના પણ કોઈ લાલચે સંકળાયેલા હોય તો તેઓને પણ સીધા દોર કરવા જોઈએ

જો આવું જ ચાલ્યું તો મુસાફરો રાજકોટ એરપોર્ટ તરફથી મોં ફેરવી લેશે
રાજકોટ એરપોર્ટ પર પાકિગના નામે મુસાફરો પાસેથી અલગ ચાર્જ કે મિનિટો ગણીને ૫૦૦ કે આવા નાણા પડાવી લેવાય છે. જે તો કદાચ પેસેન્જર ગમનું ન હોવા છતાં સહન કરી લે પરંતુ ટેકસી ભાડે લઈ જવામાં પણ અંદરો અંદર ચાલકો, હરિફો વચ્ચે લોહિયાળ ઝઘડા થતા રહે છે. કયારેક તો મુસાફરોની હાજરીમાં ચાહે ીપાત્ર હાજર હોય તો પણ મર્યાદા મુકીને સરાજાહેર બેફામ બનીને આથડી પડતા હોવાના આવા દ્રશ્યો જોઈને મુસાફરો રીતસર હેબતાઈ જતા હશે. જો અંધેર, અણધણ વહીવટ નહીં સુધરે અને આવુને આવું ચાલતું રહ્યું તો મુસાફરો રાજકોટ એરપોર્ટથી મોં ફેરવીને અમદાવાદ કે આ નજીકના એરપોર્ટને વધુ પસદં કરશે. સરકારે કરોડો રૂપિયા ખર્ચીને આવો ઈન્ટરનેશન કક્ષાનો પ્રોજેકટ આપ્યો છે. પણ સુરક્ષા, સંચાલનની જવાબદારી સ્થાનિક તંત્રની બની રહે છે. ઘણા બહારથી આવતા પેસેન્જર્સતો એવા શબ્દો બોલતા હોય છે કે રાજકોટ ઉતર્યા એથી અમદાવાદ ઉતરીને રોડ માર્ગે રાજકોટ પહોંચ્યા હોતતો સારૂ હતું. આવું ન બને એ માટે સુધાર લાવવો જરૂરી હોવાનું એરપોર્ટ સંબંધી જાણકારોનું કહેવું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application