રાજકોટ શહેર નશાનું હબ બની રહ્યું છે કે શું ? અહીં ગાંજો, એમડી ડ્રગ સમયાંતરે પકડાતા રહે છે. હવે તો દારૂની માફક બહારથી સપ્લાયર લોકલ ધંધાર્થીને જથ્થો પુરો પાડતા હોય તે મુજબ રાજકોટમાં ગાંજાનો જથ્થો અને એમડી ડ્રગ્સનો જથ્થો પહોંચતો કરવા આવેલા મોરબી તથા વેરાવળના શખસને એસઓજીએ પકડી પાડયા છે. રાજકોટમાં ડ્રગ મંગાવનારા ધંધાર્થીને પકડવા કવાયત હાથ ધરવામાં આવી છે.
રાજકોટમાં ગાંજાનો મોટો જથ્થો સપ્લાય કરવા મોરબી તરફથી શખસ આવી રહ્યાની એસઓજીના જમાદાર ઈન્દ્રસિંહ જાડેજા, હાદિર્કસિંહ પરમારને બાતમી મળી હતી. જેના આધારે મોરબી હાઈવે પર ગવરીદળ ગામ પાસે પીઆઈ એસ.એમ.જાડેજાની રાહબરી હેઠળ ફોજદાર એમ.બી.માજીરાણા, એએસઆઈ ધર્મેશભાઈ ખેર તથા સ્ટાફે વોચ ગોઠવી હતી. માહિતી મુજબ જીજે૩૬સી ૬૯૬૫ નંબરના બાઈક પર રાજકોટ તરફ જઈ રહેલા શખસને અટકાવ્યો હતો.
બાઈક ચાલક રાજસ્થાનના ભાલીસર ગામના વતની અને હાલ મોરબી રોડ પર કંડલા હાઈવે પર લમીનગરમાં રહેતા જગદીશ કેસરીમલ બિશ્નોઈ ઉ.વ.૨૫ પાસે રહેલા થેલાની તલાશી લેતાં ૯૧,૪૩૦ રૂપિયાની કિંમતનો ૯.૧૪૩ કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. બાઈક, મોબાઈલ તથા ગાંજો મળી ૧,૩૧,૪૩૦ના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી હતી. રાજકોટમાં કોને જથ્થો સપ્લાય કરવા આવ્યો હતો તે મુદ્દે રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. આવી જ રીતે રાજકોટમાં એમડી ડ્રગ્સનો જથ્થો પણ આવવાનો હોવાની એએસઆઈ ફિરોજભાઈ શેખ, જીજ્ઞેશભાઈ અમરેલીયાને બાતમી મળી હતી. જેના આધારે પીએસઆઈ આર.જે.કામળીયા, એએસઆઈ વિરેન્દ્રસિંહ ઝાલા સહિતના માધાપર ચોકડી પાસે અયોધ્યા ચોક નજીક પહોંચ્યા હતા. જયાં જીજે૩૨બી ૯૦૯૧ નંબરની કાર સાથે રહેલા ગીર સોમનાથના વેરાવળના ગોવિંદપરા ગામમાં રહેતા દિલાવર મહમદ સુમરા ઉ.વ.૪૩ની તલાસી લેતાં તેના પેન્ટના ખીસ્સામાંથી ૨.૧૦ લાખની કિંમતનું ૨૧ ગ્રામ મેફેડ્રોન એમડી ડ્રગ મળી આવ્યું હતું. આરોપીએ આ જથ્થો રાજકોટમાં મંગાવનાર ઈસમને પહોંચતો કરવા આવ્યો હોવાની કેફીયત પોલીસ સમક્ષ આપી હતી. લોકલ ધંધાર્થીને પકડવા અને અગાઉ કોઈને જથ્થો સપ્લાય કર્યેા છે કે કેમ ? તે સહિતના મુદ્દે આરોપીની પુછતાછ સાથે રીમાન્ડ માટે પોલીસે કાર્યવાહી કરી છે. રાજકોટમાં જે રીતે ડ્રગ પકડાઈ રહ્યું છે એ પોલીસની એલર્ટનેસ છે સારી બાબત છે પરંતુ સિકકાની બીજીબાજુ પણ એ છે કે, રાજકોટમાં આવા નશાનું દુષણ પણ વધ્યું છે તો જ માંગ વધે અને બહારના ધંધાર્થીઓ રાજકોટમાં ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરવા પહોંચતા હોય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં દુકાનમાં થયેલી રોકડની ચોરીનો ગણતરીની કલાકોમાં LCB એ ભેદ ઉકેલ્યો
December 23, 2024 11:44 AMદ્વારકા જિલ્લામાં આગામી ચૂંટણી અન્વયે મતદારયાદીની પ્રાથમિક પ્રસિધ્ધિ
December 23, 2024 11:44 AMટ્રમ્પે ભારતીય મૂળના શ્રીરામ કૃષ્ણનની એઆઈ નીતિ સલાહકાર તરીકે નિયુકિત કરી
December 23, 2024 11:43 AMધ્રોલ પાસેના સોલાર પ્લાન્ટમાં થયેલી ચોરી, સાત શખ્સોને પોલીસે મુદ્દામાલ સાથે દબોચી લીધા
December 23, 2024 11:43 AMપ્રથમ વખત જીવંત કોષોને અવકાશમાં થશે પરીક્ષણ
December 23, 2024 11:42 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech