રાજકોટ શહેરમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ ધીમી પડેલી વિકાસની ગતિને તેજ બનાવવા માટે આજે સાંજે મળનારી રાજકોટ બિલ્ડર્સ એસોસીએશનની એન્યુઅલ જનરલ મીટીંગમાં ચર્ચા થશે તેમજ આ મીટીંગ સાથે યોજાનાર કેન્દ્રીય કેબીનેટ મંત્રી સી.આર.પાટીલના સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેનાર રાયના દિગ્ગજ મહાનુભાવો તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે ઔપચારીક ચર્ચા વિચારણા થશે. એકંદરે રાજકોટના વિકાસને વેગ આપવાની નેમ સાથે આ મીટીંગ મળવા જઈ રહી છે. ન્યારી ડેમ રોડ પર આવેલા ગ્રાન્ટ રીજન્સી લગુન રીસોર્ટ ખાતે સાંજે ૪ થી ૫ કલાક દરમ્યાન સૌપ્રથમ ક્રેડાઈ ગુજરાતની મીટીંગ મળશે. ત્યાર બાદ રાજકોટ બિલ્ડર્સ એસોસીએશનની એજીએમ સાંજે ૫:૩૦ કલાકથી શરૂ થશે અને ૭ વાગ્યા સુધી ચાલશે. રાજકોટના વિકાસને વેગ આપવાની નેમ સાથે આ બોર્ડ મીટીંગમાં જરૂરી ચર્ચા વિચારણા થશે. આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે જઈને કયા કયા મુદ્દે રજૂઆતો કરવાની છે તે અંગેનો પરામર્શ થશે. તદઉપરાંત ગત વર્ષમાં કરાયેલી કામગીરી અને રજૂઆતોના સરવૈયા સાથે વાર્ષિક હિસાબો રજુ થશે.
રાજકોટ બિલ્ડર્સ એસોસીએશનની એજીએમ ૭ વાગ્યે પૂર્ણ થશે ત્યાર બાદ કેન્દ્રીય કેબીનેટ મંત્રી સી.આર.પાટીલ સહિતના ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરવામાં આવશે. તેમજ આ પ્રસંગે સી.આર.પાટીલ ઉદબોધન પણ કરશે. આ સમારોહમાં ઉપસ્થિત રહેનાર મહાનુભાવોમાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ, રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ, કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ પુરૂષોતમ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરીયા, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરા, ધારાસભ્યો જયેશભાઈ રાદડીયા, રમેશભાઈ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ, ઉદય કાનગડ, મેયર નયનાબેન પેઢડીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જયમીન ઠાકર, અધિકારીગણમાં જિલ્લ ા કલેકટર પ્રભવ જોષી, મ્યુનિ. કમિશનર કમ રૂડા ચેરમેન દેવાંગ દેસાઈ, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, રેંજ આઈજી અશોકકુમાર યાદવ, જિલ્લ ા એસપી જયદીપસિંહ રાઠોડ, ડીસીપી પાર્થરાજસિંહ ગોહીલ, એડી. કલેકટર ચેતન ગાંધી, રૂડાના સીઈઓ જી.વી.મિયાણી તેમજ ટીપીઓ એસ.એમ.પંડયા સહિતના ઉપસ્થિત રહેશે.
આજે સાંજે મળનારી ક્રેડાઈ ગુજરાતની મીટીંગમાં હાજરી આપવા માટે અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા, ગાંધીનગર, સેલવાસ, વલસાડ, બનાસકાંઠા, ભાવનગર, સાબરકાંઠા સહિતના ૪૦થી વધુ શહેરોના બિલ્ડર્સ હાજરી આપશે. વધુમાં પરેશભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે, જસમતભાઈ વિડીયા (સુરત), દિપકભાઈ પટેલ (અમદાવાદ), કિંજલભાઈ પટેલ (અમદાવાદ), પ્રવીણભાઈ પીંડોરીયા (કચ્છ), પાર્થભાઈ પટેલ (અમદાવાદ), ચીન્મયભાઈ (અમદાવાદ), સંજયભાઈ માંગુકીયા (સુરત), જીજ્ઞેશભાઈ (સુરત), સુરેશભાઈ (સુરત), તુષારભાઈ (સુરત), હરેશભાઈ પટેલ (મહેસાણા), દિલીપભાઈ પટેલ (મહેસાણા), સંદીપભાઈ શેઠ (મહેસાણા), હિતેષભાઈ પટેલ (મહેસાણા), મુકુંદભાઈ પટેલ (મહેસાણા), વિષ્ણુભાઈ પટેલ (મહેસાણા), જાગુલભાઈ પટેલ (મહેસાણા), આશા પટેલ (મહેસાણા), કિરણભાઈ (ગાંધીનગર), રૂષીકેશભાઈ (ગાંધીનગર), સંદીપભાઈ (ગાંધીનગર), દર્શનભાઈ દવે (ગાંધીનગર), અમીતભાઈ (સેલવાસ), અશોકભાઈ માંગે (વલસાડ), શૈલેષભાઈ જોષી (બનાસકાંઠા), મહેન્દ્રભાઈ (બનાસકાંઠા), દિપકભાઈ મેવાડા (બનાસકાંઠા), મનુભાઈ (બનાસકાંઠા), ઈન્દ્રદેવસિંહ (ભાવનગર), રોહીતભાઈ મકદાણી (ભાવનગર), આરીફભાઈ કાલવા (ભાવનગર), વશરામભાઈ (ભાવનગર), જીજ્ઞેશભાઈ પટેલ (સાબરકાંઠા), અલ્પનભાઈ પટેલ (સાબરકાંઠા), નિલેશભાઈ પ્રજાપતિ (સાબરકાંઠા), અશોકભાઈ પટેલ (સાબરકાંઠા), દિલીપ પટેલ (સાબરકાંઠા), હિતેષભાઈ પટેલ (સાબરકાંઠા), કમલેશભાઈ પટેલ (સાબરકાંઠા), ધીરજભાઈ ગજેરા (વડોદરા), હર્ષ ગજેરા (વડોદરા), રોનકભાઈ પટેલ (વડોદરા) સહિતના બિલ્ડર્સ અને ડેવલપર્સ ક્રેડાઈ ગુજરાતની મીટીંગમાં હાજરી આપશે. આ ઉપરાંત ક્રેડાઈ ગુજરાત સ્ટાફના અલ્કેશભાઈ ચોકસી અને કમલભાઈ પંડયા પણ આજે રાજકોટમાં ઉપસ્થિત છે.
આરબીએના યુવા ટ્રેઝરર અમિત ત્રાંબડિયાની ચેરમેનપદે થશે નિયુકિત
રાજકોટ બિલ્ડર્સ એસોસીએશનમાં હાલ ટ્રેઝરર તરીકે પ્રસંશનીય કામગીરી કરી રહેલા યુવા બિલ્ડર અમિત ત્રાંબડીયાની રાજકોટ બિલ્ડર્સ એસોસીએશનના ચેરમેન તરીકે નિયુકિત કરવામાં આવશે અને તે અંગેની કાર્યવાહી તેમજ સતાવાર જાહેરાત આજની એજીએમમાં કરવામાં આવનાર છે. આ નવી નિમણૂંકને સર્વે બિલ્ડર્સએ તાળીઓના ગડગડાટથી વધાવી હતી
અલય ગ્રુપના રણધીરસિંહ જાડેજાની આરબીએ બોર્ડમાં ડિરેકટરપદે નિયુકિત
રાજકોટ બિલ્ડર્સ એસોસીએશનમાં હાલ સુધી યુથ કન્વીનર તરીકે કાર્યરત રણધીરસિંહ જાડેજા (અલય ગ્રુપ)નો બોર્ડ ઓફ ડિરેકટર્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તે અંગેની જરૂરી કાર્યવાહી તેમજ સત્તાવાર જાહેરાત આજની એજીએમમાં કરવામાં આવશે. આ નવી નિમણૂંકને સર્વે બિલ્ડર્સએ તાળીઓના ગડગડાટથી વધાવી હતી
રોકડ ડેવલપર્સના ચેતન રોકડની આરબીએ બોર્ડમાં ડિરેકટરપદે નિયુકિત
રાજકોટ બિલ્ડર્સ એસોસીએશનમાં હાલ સુધી યુથ કન્વીનર તરીકે કાર્યરત ચેતન રોકડનો બોર્ડ ઓફ ડિરેકટર્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે અંગેની જરૂરી કાર્યવાહી તેમજ સત્તાવાર જાહેરાત આજની એજીએમમાં કરવામાં આવશે. આ નવી નિમણૂંકને સર્વે બિલ્ડર્સએ તાળીઓના ગડગડાટથી વધાવી હતી
આરબીએના ટ્રેઝરરપદે સંદીપ સાવલિયાની થશે નિયુકિત
રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનની આજે મળેલી એન્યુઅલ જનરલ મીટીંગમાં ટ્રેઝરર તરીકે સંદીપ સાવલીયાની નિયુકિત કરવામાં આવશે અને તે અંગેની કાર્યવાહી અને સત્તાવાર જાહેરાત આજની એજીએમમાં થશે. આ નવી નિમણુંકને રાજકોટના સર્વે બિલ્ડર્સ અને ડેવલપર્સએ તાળીઓના ગડગડાટથી વધાવી હતી.
આરબીએના બોર્ડમાં ત્રણ ઈન્વાઈટી મેમ્બર અને ચાર યુથ કન્વીનરની નિયુકિત
રાજકોટ બિલ્ડર્સ એસોસીએશનની આજે મળેલી એન્યુઅલ જનરલ મીટીંગમાં ઈન્વાઈટી બોર્ડ મેમ્બર તરીકે રાજેન્દ્ર સોનવાણી, ગોપી પટેલ અને પૃથ્વીરાજસિંહ રાણાની નિયુકિત કરવામાં આવી હતી. તદઉપરાંત યુથ કન્વીનર તરીકે ભરત સોનવાણી, સિધ્ધાર્થ પોબારૂ, નિરજ ભિમજીયાણી અને પ્રિતેષ પીપળીયાની નિયુકિત કરવામાં આવી હતી. આ તમામ નવી નિમણુંકોને બિલ્ડર લોબીએ હર્ષભેર આવકારી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાવ વિધાનસભા પેટા ચૂંટણી: મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ, આ તારીખે મતગણતરી
November 22, 2024 05:45 PM10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech