સોશિયલ મીડિયા દ્વારા લલચાવ્યા મામલે હરિયાણા પોલીસમાં થયેલી રૂા. ૭૦ લાખની છેતરપિંડીની ફરિયાદ મામલે રાજકોટના વેપારીની તપાસના કામે લઈ જતી વેળા ગુરુગ્રામ પોલીસ સામે ટ્રાન્ઝિટ આગોતરા જામીન અરજીમાં અદાલતે પંદર દિવસના જામીન મંજૂર કર્યા છે.
આ અંગેની હકીકત મુજબ, રાજકોટ શહેરમાં રહેતા હેર શેમ્પુના મેન્યુફેક્ચર ધંધાર્થી વેપારી હર્ષદ હોથીએ જામીન અરજીમાં જણાવ્યું હતું કે હરીયાણાના સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 70 લાખની છેતરપિંડીના ગુન્હાના કામે હરીયાણા પોલીસ રાજકોટ આવી અન્ય આરોપીઓની ઘરપકડ કરવામાં આવી છે, તે રીતે રાજકોટથી તપાસના કામે પોતાને ગુરુગ્રામ લઈ જવાય તે દરમિયાન ધરપકડ થવાની દહેસતથી રાજકોટની અદાલતમાં ટ્રાન્ઝિટ આગોતરા જામીન મળવા જોઈએ. જેમાં ગુરુગ્રામમાં થયેલી સાયબર ક્રાઇમ ફરિયાદ અન્વયે રાજકોટમાંથી એક આરોપીની ધરપકડ બાદ હરીયાણા પોલીસે હર્ષદ હોથીના ઘરે તપાસ કરતા તેઓ ઘરે હાજર ના હોય પોલીસે તેમને ફોન કરી "ગુન્હામાં જે આરોપીની ધડપકડ કરેલ છે. તેને તમારું નામ આપેલ છે. તમારે અમારી સાથે હરીયાણા આવવાનું છે." એમ જણાવતા હર્ષદભાઈએ હરિયાણા પોલીસ ધરપકડ કરશે તે દહેસતથી
એડવોકેટ રાજેશ ચાવડા મારફત રાજકોટ સેશન્સ કોર્ટમાં હરિયાણા પોલીસ સામે કરેલી ટ્રાન્ઝીટ આગોતરા જામીન અરજીમાં જણાવ્યા મુજબ, હરીયાણાના એક વ્યકિતએ પોતાના ફેસબુક એકાઉન્ટ પરથી એક ઈન્વેસ્ટમેન્ટ માટેની જાહેરાત જોતા તે જાહેરાતમાં આપેલા અલગ અલગ મોબાઈલ નંબરો ઉપર પોતે સંપર્ક કરી કટકે કટકે રૂા. ૭૦ લાખ ઉપરનું રોકાણ કરેલ અને આ રોકાણ કર્યા બાદ જાહેરાતમાં આપેલ ફોન નંબર બંધ આવતા અને તેમણે આપેલ પોતાની એપ્લીકેશનથી પૈસા પણ ન ઉપડતા ત્યાં હરીયાણાના ગુરુગ્રામ પોલીસ સ્ટેશનમાં રૂા.૭૦ લાખ ઉપર ની ઠગાઈ થયાની ફરીયાદ આપેલ, જેમાં આ નાણા ઓનલાઈનથી અલગ અલગ ખાતામાં ગુજરાત તથા અન્ય રાજયોના લોકોનાં બેંક ખાતામાં ટ્રાન્સફર થયેલા, આ ગુન્હામાં કોઈ રોલ ન હોવા છતાં પોતાને ખોટા કેસમાં ફીટ કરવા માંગતા હોય તેથી તેમણે હરીયાણા પોલીસ સામે જુદી જુદી ઉચ્ચ અદાલતોના ચુકાદા રજૂ કરી ટ્રાન્ઝિટ આગોતરા જામીન અરજી મંજૂર કરવા દલીલો કરી હતી. જેમાં ગુજરાત સરકાર થ્રુ સરકારી વકીલ, હરીયાણા સરકાર થ્રુ સરકારી વકરીલ આ ગુન્હાની તપાસ કરનાર અધિકારી, હરીયાણા ગુરુગ્રામ, તથા આ ગુન્હાના મુળ ફરીયાદીને સમન્સ મોકલાયા હતા. બંને પક્ષની રજૂઆતો દલીલો સાંભળી, રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા બંધારણીય અધિકારની રૂએ ટેરિટોરિયલ જ્યુરિસ્ડિક્શન મુજબ 15 દિવસના ટ્રાન્ઝિટ આગોતરા જામીન જે તે અદાલતમાંથી યોગ્ય હુકમ મેળવી લેવા જણાવ્યું છે. આ કામમાં અરજદાર આરોપી વતી એડવોકેટ રાજેશ બી. ચાવડા, મન ડોડીયા, સોના પટેલ, નયના મઢવી, અભિષેક વોરા વગેરે રોકાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહેલગામ હુમલાના આતંકવાદીઓને પકડવામાં મદદ કરશે US, તુલસી ગબાર્ડ બોલી, આ ઇસ્લામિક આતંકવાદી હુમલો
April 25, 2025 09:58 PMપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech