રાજકોટના બિલ્ડરોને જંત્રી સાથે ટીપી શાખાની પણ હાડમારી: આવેદન આપ્યું

  • December 09, 2024 03:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજયમાં સુચિત જંત્રી જંત્રીદર મુદ્દે સામાન્યજનથી બિલ્ડરો સુધી ઉઠેલા વિરોધના વંટોળમાં આજે રાજકોટમાં બિલ્ડર્સ, કોન્ટ્રાકટર્સ તેમજ બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા વ્યવસાયકર્તાઓની વિશાળ રેલી બાદ મુખ્યમંત્રીને સંબોધીને કલેકટરને અપાયેલા આવેદનપત્રમાં જંત્રી સંબંધે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનને અનુસરવામાં ન આવ્યા તે સહિતના પાંચ મુદ્દા ઉપરાંત લોકલ લેવલે રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અિકાંડ થયા બાદ મહાપાલિકાની ટીપી શાખાની હેરાનગતિ અને પ્લાન પાસ કરાવવા સુધીની કોઈપણ કામગીરીમાં ભારે હાડમારી હોવાની રજુઆત કરાઈ હતી. બન્ને બાબતોએ સરકાર દ્રારા ત્વરીતપણે ઉકેલ લાવવામાં આવે તેવી માંગણી કરાઈ છે.
વિવિધ મુદ્દે થયેલી રજુઆતમાં જંત્રીના વર્તમાન દરમાં ૨૦૦થી લઈ ૨૦૦૦ ટકા સુધીનો જે અસહ્ય વધારા સાથે ગત મહિને સુચિત જંત્રી બહાર પડી છે તેના કારણે બોકાસો બોલી ગયો છે. રાજયમાં ૪૦ હજારથી વધુ વેલ્યુ ઝોન છે. જંત્રી ફરી તૈયાર કરવા સરકાર દ્રારા ટેકનીકલ ટીમ અને મશીનરીના ઉપયોગ છતાં ૧૮ માસ જેવો સમય થયો છે જે બાબતે મહત્તમ સામાન્ય પ્રજા અને ખેડુતો આ બાબતથી અજાણ જેવા છે. જંત્રી શહેર કરીને વાંધા સુચનો મગાવવામાં આવેલા છે. જો કે, એ જણાવાયું નથી કે, વૈજ્ઞાનીક પધ્ધતિથી જાહેર કરાયેલી સુચિત જંત્રીમાં શું આધાર લેવામાં આવ્યો. જંત્રી દર બાબતે સુપ્રીમ કોર્ટ દ્રારા અપાયેલા ચુકાદાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતું હોવાનું દેખાઈ રહ્યું છે. જેથી સુપ્રીમ કોર્ટના ચુકાદા ધ્યાને લઈ મુલ્યાંકન વિભાગ દ્રારા સુચિત જંત્રી નકકી કરવા માટેની વૈજ્ઞાનીક પધ્ધતિ અભ્યાસ માટે આપવી, આ જંત્રીથી ખેડૂત મિલકત ખરીદનાર સહિતનાઓને અસહ્ય આર્થિક ભારણ વધશે. વિકાસ અટવાશે.

પ્રિમિયમની રકમના અસહ્ય વધારો થવાથી મિલ્કતોની ન પોશાય તેવા ભાવ થશે
સુચીત જંત્રીના દરને લઈને નવી શરતની ખેતીની જમીન બીનખેતી કરવા પ્રિમીયમમાં અસહ્ય વધારો થવાથી બીનખેતી થયેલા ખંડની કિંમત તથા સ્ટેમ્પ ડયુટીમાં પણ ખાસો વધારો થવાથી બીનખેતી પ્લોટ તેમજ બિલ્ડર્સ દ્રારા બનાવાતા એપાર્ટમેન્ટ, ટેનામેન્ટમાં ન પોશાય તેવો તોતીંગ ભાવ વધારો આવશે. નવા પ્લાન પાસ કરતી વેળાએ પેઈડ એફએસઆઈમાં પણ મોટો વધારો આવતા વધુ માર પડશે.
આ ઉપરાંત સુચિત જંત્રીમાં સ્ટેમ્પ ડયુટીમાં પણ ખાસો એવો વધારો થશે જેની સામે જીએસટીની રકમમાં પણ વધારો પ્રજા પર આવશે. વધારો પ્રજા ઉપર આવશે.
નવા સુચિત જંત્રી દરમાં વાંધા સુચન મંગાવવાની સરકાર દ્રારા જાહેર થયેલી મુદતમાં વધારો કરીને તા.૩૧૩૨૫ સુધી વાંધા સુચનો માટે સમય આપવામાં આવે તેવી પણ બિલ્ડર્સ એસોસીએશન દ્રારા માંગણી કરાઈ છે.
સરકાર દ્રારા ૨૦૧૫ પુર્વે જે ખેતી જમીનનો દસ્તાવેજ ખાતેદાર ખેડુત દ્રારા કરાયો હોય પરંતુ કોઈપણ કારણથી આવા ખેડુતને ખાતેદાર ખેડુતનું પ્રમાણપત્ર ન મળી શકે તેવા કિસ્સાઓમાં વર્તમાન જંત્રીમાં ૧૦ ટકા લેખે પ્રિમીયમ લઈ જમીન બીનખેતી કરવામાં આવે છે. જેમાં જંત્રી વધારો થવાથી પ્રિમીયમ પણ વધશે અને સીધી અસર કે ભારણ સામાન્યજન પર આવશે.
રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અિકાંડ થયા બાદ રાજકોટ મહાપાલિકા દ્રારા જાણે સંપુર્ણ રીતે પુર્ણતાવાળા લીગલ કામો પણ ટલ્લે ચડાવાતા હોય ફાયર એનઓસીથી લઈ પ્લાન પાસ સુધીની પ્રક્રિયાઓ કોઈ હાથમાં લેવા જ રાજી નથી અથવા કોઈને કોઈ બહાનાઓ બતાવીને ટાળવામાં આવતા કામોને લઈને રાજકોટના બાંધકામ ઉધોગોને માઠી અસર પહોંચી છે. મહાપાલિકાની કામગીરી ગતિવિધિ સુધારવા માટેની માંગણી પણ મુખ્યમંત્રીને સંબોધીને કરાયેલા આવેદન પત્રમાં કરાઈ છે. ઘણાં સમયથી ચીફ ફાયર ઓફિસરની જગ્યા ખાલી છે. પ્રિફાયર એનઓસી મળતા નથી પ્લાન પાસ થતા નથી. તેમજકંમ્પલીશન સર્ટીફીકેટ માટેના ફાઈનલ ફાયર એનઓસી ન મળવાથી કંમ્પલીશન પણ અટકીને ઉભા રહ્યા છે. જેથી બિલ્ડરથી લઈ ખરીદદાર પણ હેરાન છે. કંમ્પલીશન વાંકે ખરીદદારોની લોન અટવાતા મનપાના વાંકે આર્થિક ફટકો સહેવો પડે છે તેવા હાલ છે.
આ ઉપરાંત ટીપી શાખામાં અનુભવીઓની શાખામાં બદલીઓ થતાં નવાને પુરી સમજ આવતી નથી અને પ્લાન મંજુર કરાવવા છ–છ ગણો સમય વ્યતીત સાથે પગે પાણી ઉતરે છે. મહાપાલિકા, રૂડા દ્રારા કંમ્પલીશન અપાતા નથી. ડ્રાફટ ટીપી સ્કીમમાં એફપી અભિપ્રાય માટેની પ્રક્રિયામાં અભિપ્રાયની એક વર્ષની મુદતના બદલે ત્વરીત પાસ કરવામાં આવે. જે તે સમયે ટીપીમાં કબજો હોવા છતાં આવા દબાણ કબજા અરજદાર દ્રારા મુકત કરાવવાની જવાબદારી છે જે ખોટી ગણાવાઈ છે. આ ઉપરાંત ૨૫ મીટર ઉંચાઈ સુધીના બિલ્ડીંગ પ્લાન ટીપીઓ દ્રારા મંજુર કરાતા હતા. હવે કમિશનર સુધીનાની મંજુરીથી વધુ સમય લાગે છે જેથી સીટી એન્જીનીયર સુધી સીમીત કરવા માંગણી કરાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application