રાજકોટ શહેર મહિલા પોલીસ દ્રારા રાજય પોલીસદળની ડીજીપી કપ બાસ્કેટ બોલ સ્પર્ધામાં ભાગ લઇને ચેમ્પિયનશિપ હાંસલ કરાઇ છે. ભાવનગર ખાતે રમાયેલી તા.૧૪થી ૧૬ સુધી ત્રણ દિવસની આ ટૂર્નામેન્ટમાં રાજકોટ મહિલા પોલીસની ટીમે વડોદરા રેન્જ અને સુરતની ટીમને પરાજીત કરી હતી. ત્રણ દિવસ બાદ આ ટૂર્નામેન્ટ પૂર્ણ થતાં ચેમ્પિયનશિપનો ખીતાબ રાજકોટ મહિલા પોલીસે મેળવ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં રાજકોટ મહિલા પોલીસ ટીમ વતી કૃપાબેન દિનેશભાઇ, જયાબેન રાજેશભાઇ, સોનલબેન ગણેશપરી, બંસીબેન રમેશભાઇ, શીલ્પાબેન વાલજીભાઇ, ભાગ્યલમીબા નરવિરસિંહ, ભાવનાબેન પોપટભાઇ, જયનાબેન ખીમાભાઇ, ધૃતિબેન દિનેશભાઇ, હેતલબેન નારણભાઇએ ભાગ લીધો હતો. ટૂર્નામેન્ટમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ તરીકે રાજકોટ સીટી પોલીસના કૃપાબેન જાહેર થયા હતાં. વિજેતા મહિલા પોલીસ ટીમને ઇન્ચાર્જ પો.કમિશનર મહેન્દ્ર બગડિયા, ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી ટ્રાફીક પૂજા યાદવ, એસીપી હેડકવાર્ટર એમઆઇ પઠાણ, આરપીઆઇ એસ.બી.ઝાલાએ અભિનંદન આપી સન્માન કયુ હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech