ગુજરાત માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ એસટી ડિવિઝન ને હોળી ધુળેટીના તહેવારો બરાબર ફળ્યા છે અને આ સમયગાળામાં એક્સ્ટ્રા બસોની ૩૩૦ ટ્રિપ દોડાવતા રૂ.૪૦ લાખની એક્સ્ટ્રા આવક થઇ છે.
વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી.કલોતરાએ જણાવ્યું હતું કે રાજકોટ એસટી બસ પોર્ટ, ગોંડલ, મોરબી, જસદણ, વાંકાનેર, ચોટીલા, લીંબડી, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર સહિતના નવ ડેપો ખાતેથી એક્સ્ટ્રા બસો દોડાવાઇ હતી જેમાં મુખ્યત્વે દાહોદ ગોધરા રૂટ ઉપર જ સૌથી વધુ એક્સ્ટ્રા બસ દોડાવાઇ હતી. કુલ ૩૩૦ ટ્રિપ દોડાવતા તે પેટે રૂ. ૪૦ લાખની એક્સ્ટ્રા સર્વિસની ઇન્કમ થઇ હતી. તદઉપરાંત અન્ય રોજિંદી બસોમાં દ્વારકા રૂટની બસોમાં સૌથી વધુ ટ્રાફિક જોવા મળ્યો હતો, સામાન્ય દિવસોમાં ડિવિઝનની દૈનિક આવક રૂ.૫૫ લાખ થતી હોય છે જે હોળી અને ધુળેટીના તહેવારો દરમિયાન રૂ.૬૦ લાખએ પહોંચી હતી. આમ રોજિંદી આવકમાં પણ તહેવારોને લઇ વધારો જોવા મળ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે હોળાષ્ટક ઉતરતા આમ પણ પેસેન્જર ટ્રાફિક વધતા આગામી દિવસોમાં આવક હજુ વધશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech