રાજકોટ રૂરલ એસઓજી ટીમે મેટોડા જીઆઇડીસીમાં વધુ એક બોગસ ડોક્ટર ઝડપી પાડ્યો છે. એસઓજી ટીમે દોરોડો પાડતા ડોક્ટર પાસે કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી ન હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ ઘોડા ડોક્ટરને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટના જીઆઇડીસીમાં સર્વોદય નામનું ક્લિનિક ચલાવતો સંજય દિનેશ ટીલાવત (ઉં.વ.30) કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી ન ધરાવતો હોવા છતાં લોકોની સારવાર કરી રહ્યો હતો. બોગસ ડોક્ટર સંજય ઘણા સમયથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો હતો. આ અંગે પોલીસને માહિતી મળતા ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસે જુદી જુદી 41 હજારથી વધુની એલોપેથીની દવાઓ જપ્ત કરી હતી.
4 દિવસ પહેલા 2 બોગસ ડોક્ટર ઝડપાયા હતા
બે દિવસ પહેલા રાજકોટ રૂરલ SOG દ્વારા બે બોગસ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં લોધિકા અને ગોંડલ તાલુકામાંથી બોગસ ડોક્ટરોને પકડ્યા હતા. રાજેશ મારડિયા અને રાજુ ચૌહાણ નામના વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યા હતા. બન્ને રાજકોટ જિલ્લામાં ડિગ્રી વગર દવાખાનું ખોલી લોકોની સારવાર કરતાં હતા. લોધિકા તાલુકાના ઢોલરા અને ગોંડલ તાલુકાના સડક પીપળીયામાંથી બોગસ ડોક્ટર ઝડપાતા સ્થાનિકોમાં ચર્ચા શરૂ થઇ હતી. તેમાં રાજકોટ રૂરલ SOG દ્વારા બંને પાસેથી એલોપેથિક દવાનો જથ્થો પણ કબ્જે કર્યો હતો. રૂપિયા 32 હજારથી વધુની કિંમતની દવા કબ્જે કરવામાં આવી હતી.
60 વર્ષ જૂના કાયદામાં ફેરફાર કરવા IMA ની માગ!
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યમાં એક પછી એક ઝોલાછાપ તબીબોની ધરપકડની ઘટનાઓ સામે આવતા હવે આ મામલે ઈન્ડિયન મેડિકલ એસોસિએશને (IMA) મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રીને પત્ર લખી બોગસ ડોકટરો સામે કાર્યવાહીનાં જૂના કાયદામાં ફેરફાર કરવાની માગ કરી છે. લોકોનાં આરોગ્ય સાથે ચેડાં કરતા ઇસમોને માત્ર સામાન્ય સજા મળતી હોવાથી કોઈ જ અસર થતી નથી. જરૂરી લાયકાત ધરવતા ન હોય તેવા લોકોએ મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 1963 પ્રકરણ 5થી પ્રતિબંધ ફરમાવેલ છે. 60 વર્ષ પહેલાં કાયદો અમલમાં લાવવામાં આવેલ છે જે આજે પણ યથાવત છે, જેમાં હવે ફેરફાર કરવાની જરૂર છે.
દંડ અને સજામાં વધારો કરવા માગ
IMAએ પત્ર લખીને જણાવ્યું કે, બોગસ ડોક્ટર ઝડપાય તો પ્રથમ ગુનામાં 500 રૂપિયા દંડ અને કેદની સજા થતી નથી. જ્યારે બીજીવાર પકડાય તો 500 રૂપિયા દંડ અને 6 માસની કેદની જોગવાઈ છે. જો પછી પકડાય તો 2 વર્ષ સજા અથવા રૂ. 2000નો દંડ અને બંનેની પણ અમલવારી થઈ શકે તેમ છે. આ સજા અને દંડ હાલનાં સમયમાં નહિંવત છે, જેથી અભ્યાસ વગર મેડિકલ પ્રેક્ટિસ કરતા લોકોને કાયદાનો ડર રહ્યો નથી. આથી, કાયદામાં ફેરફાર કરી દંડ અને સજામાં વધારો કરવા માંગ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMસારા એવા રસ્તાની રાજકોટ મનપાએ પથારી ફેરવી નાખી !, ઉબડખાબડવાળા રસ્તા અને સત્તત ઉડે છે ધૂળની ડમરીઓ
February 23, 2025 03:29 PMરાજકોટ : સિવિલ હોસ્પિટલ કે ટુ વ્હીલર્સ પાર્કિંગ?
February 23, 2025 03:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech