તેરા તુજકો અર્પણમ: રાજકોટ પોલીસ 102 નસીબદારોને 1.28 કરોડની માલમત્તા આપી

  • November 11, 2023 02:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેર પોલીસે આજે 102 વ્યક્તિની દિવાળી સુધારી હતી. હેમુ ગઢવી હોલમાં રોકડ, ઝવેરાત, વાહનો, મોબાઈલ ફોન આપવાની શહેર પોલીસની જાહેરાત અર્તગત 102 વ્યક્તિ ખુશનસીબ નીકળી હતી. આ તમામને રાજકીય મહાનુભાવોના હસ્તે ‘તેરા તુજકો અર્પણ’ અર્પણમ કાર્યક્રમ હેઠળ 1,28,06446 પિયાની માલમત્તા પરત અપાઈ હતી.

રાજકોટ શહેરમાં અલગ અલગ પોલીસ મથકમાં ચોરી, વાહનચોરી, તફડંચી, ઘરફોડીના બનાવો નોંધાતા રહે છે. આ પૈકી પોલીસે આવા બનાવો ડિટેકટ કયર્િ હોય ગુનેગારો પકડયા હોય તેઓ પાસેથી મુદ્દામાલ રિકવર કરાયો હતો. અત્યાર સુધી જે તે વ્યક્તિને પોલીસ મથકમાં જ અધિકારી સમક્ષ તેમણે રિકવર થયેલી માલમત્તા પરત કરવામાં આવતી હતી. પ્રથમ વખત હેમુ ગઢવી હોલમાં લોકાભિમુખ અભિગમ હેઠળ ‘અર્પણમ’ કાર્યક્રમનું આજે શહેર પોલીસ દ્વારા આયોજન કરાયું હતું.

આજે આવા નસીબવંતા 102 વ્યક્તિઓને દિવાળીની બમ્પર ગીફટ (જો કે, જે ગુમાવ્યું હતું અને પરત આવશે કે નહીં તેવી નહીંવત આશ હતી) આપવામાં આવી હતી. 61 વ્યક્તિને 7,32,843ની કિંમતના મોબાઈલ ફોન, 7,59000ના નવ વ્યક્તિઓને વાહનો, તેમજ ઘરફોડી કે આવા બનાવમાં કિંમતી ઝવેરાત ગુમાવનારા 12 વ્યક્તિને તેમના 89,84,544ની કિંમતના ઘરેણા પરત કરાયા હતા. જયારે સાયબર ફ્રોડમાં ઓનલાઈન તો અસંખ્ય વ્યક્તિઓ નાણા ગુમાવે છે આવા બનાવો રોજિંદા જેવા બની ગયા છે જે પૈકીના 20 નસીબદારને તેમની 3,24,504ની રકમ આજે પરત મળી હતી.
આ ઉપરાંત ભક્તિનગર પોલીસ મથકના બનાવમાં 19,79,398ની કિંમતનો મુદ્દામાલ પણ આજે જે તે વ્યક્તિને પરત અપાયો હતો. કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાને હસ્તે તેમજ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, એડી સીપી વિધી ચૌધરી તેમજ અન્ય અધિકારીઓના હસ્તે પણ માલમત્તા પરત અપાઈ હતી. સાથોસાથ ડિટેકશનમાં સારી કામગીરી કરનાર 24 પોલીસ કર્મીઓને પણ મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતા. ગત મહિને 31-10 સુધીમાં વર્ષ દરમિયાન ઝોન-2 હેઠળના પોલીસ મથકોમાં થયેલા ડિટેકશનમાં કુલ 692 વ્યક્તિને 5,50,52,287 પિયાની માલમત્તા અગાઉ પરત કરી ચૂકાઈ હતી. આજે અર્પણમ હેઠળ 102 વ્યક્તિની દિવાળી સુધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application