બોર્ડની પરીક્ષાનું કાઉન્ટ–ડાઉન: ચૌધરી હાઈસ્કૂલથી ધો.૧૦ના પ્રશ્નપત્ર ૧૦ જિલ્લામાં રવાના

  • March 10, 2023 09:43 PM 

બોર્ડની પરીક્ષાનું કાઉન્ટ–ડાઉન શરૂ થઈ ચૂકયું છે. તત્રં દ્રારા તમામ તૈયારીઓને આખરીઓપ અપાઈ રહ્યો છે. આગામી તા.૧૪ને મંગળવારથી ધો.૧૦–૧૨ની પરીક્ષાનો પ્રારભં થશે તે પૂર્વે ધો.૧૦ના પેપરો ચૌધરી હાઈસ્કૂલના સ્ટ્રોંગરૂમમાં કડક જાા હેઠળ રાખવામાં આવ્યા છે યાંથી આજે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી અને ઉચ્ચ અધિકારીઓની નિગરાની હેઠળ ૧૦ જિલ્લાના પ્રશ્નપત્રોની વિતરણ કામગીરી શરૂ થઈ છે જેના માટે અલગ–અલગ ઝોનલ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે.





પોલીસના ચૂસ્ત બંદોબસ્ત હેઠળ આજે ચૌધરી હાઈસ્કૂલથી ધો.૧૦ના પ્રશ્નપત્ર સૌરાષ્ટ્ર્રના ૧૦ જિલ્લા જામનગર, જૂનાગઢ, પોરબંદર, અમરેલી સહિત જિલ્લાઓમાં ઝોનલ અધિકારી અને ટીમ દ્રારા કડક સુરક્ષા–બંદોબસ્ત વચ્ચે એસટીની બસમાં આ પ્રશ્નપત્રના વિતરણની કામગીરી શરૂ થઈ છે જે બે દિવસ ચાલશે. આ ઉપરાંત રાજકોટના ધો.૧૨ના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના પ્રશ્નપત્ર લેવા માટે નિયુકત થયેલા તમામ ઝોનલ અધિકારીઓ આજે ગાંધીનગર રવાના થયા છે. યાંથી આજે સાંજ સુધીમાં ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના પ્રશ્નપત્ર લઈને રાજકોટ પરત આવી જશે અને આ પેપરો કરણસિંહજી હાઈસ્કૂલમાં ઉભા કરાયેલા સ્ટ્રોંગરૂમ ખાતે સીલ કરવામાં આવશે.





ગુજરાત રાય શિક્ષણ બોર્ડ દ્રારા રાયના તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાં ઝોનવાઈઝ પ્રશ્નપત્ર વિતરણની કામગીરી કાલ સુધીમાં પુરી કરી દેવામાં આવશે.




મંગળવારથી પરીક્ષા શરૂ થવા જઈ રહી છે તે પૂર્વે સૌરાષ્ટ્ર્રના ૧૦ જિલ્લાઓના ઝોનલ કચેરી ખાતે કાલ સુધીમાં પેપર પહોંચી જશે. યારે આજે સાંજ સુધીમાં ૧૨ કોમર્સ અને સાયન્સના પ્રશ્નપત્ર પણ સ્ટ્રોંગરૂમમાં સીલ થઈ જશે. ચૌધરી હાઈસ્કૂલ ખાતેથી ખાસ સુરક્ષા–વ્યવસ્થા વચ્ચે એસટીની બસમાં આ પ્રશ્નપત્ર રવાના કરાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application