રાજકોટ મહાપાલિકા આયોજિત મનહર ઉધાસ મ્યુઝિકલ નાઇટ સુપર ડુપર ફલોપ

  • November 25, 2023 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાની સ્થાપનાને ૫૦ વર્ષ પૂર્ણ થયાની ઉજવણી અંતર્ગત ગત રાત્રે રેસકોર્સ ઓપન એર થિયેટરમાં બોલીવુડના ખ્યાતનામ પ્લેબેક સિંગર અને ગુજરાતી ગઝલ સમ્રાટ મનહર ઉધાસની મ્યુઝિકલ નાઇટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ અચાનક જાહેર કરાયેલી સરપ્રાઇઝ જેવી આ મ્યુઝિકલ નાઇટ લોપ રહી હતી. પ્રેક્ષકો જ નહીં મળતા કાર્યક્રમના અતં સુધી ખુરશીઓ ખાલી પડી રહી હતી. અલબત્ત ઉપસ્થિત વીઆઇપી મહાનુભાવોએ છેવટ સુધી હાજર રહી ગઝલની મોજ માણી હતી.


ગઝલ સંધ્યા જેવી કલાસિક ઇવેન્ટને માસ સુધી લઇ જવામાં મહાપાલિકા તત્રં સદંતર નિષ્ફળ રહ્યું હતું. મહાપાલિકા દ્રારા કોઇ પણ પ્રસંગે મ્યુઝિકલ નાઇટનું આયોજન કરાયું હોય ત્યારે એક સાહ અને કયારેક તો પખવાડિયા પૂર્વેથી જ કલાકારનું નામ જાહેર કરી જોર શોરથી તેનો પ્રચાર–પ્રસાર કરવાની પરંપરા રહી છે પણ આ વખતે લગભગ ફકત ૪૮ કલાકના સમયગાળામાં કાર્યક્રમ જાહેર કરવાથી કાર્યક્રમની પૂર્ણાહતિ સુધીની સમગ્ર પ્રક્રિયા આટોપી લેવાતા આવું બન્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. તદઉપરાંત એક સમયના બોલીવુડના ખ્યાતનામ પ્લેબેક સિંગર અને હિન્દી ફિલ્મોમાં અનેક સુપરહિટ સોંગ્સની પેશકશ કરનારને ફકત ગુજરાતી ગઝલ સમ્રાટ તરીકે જ રજૂ કરી દેવામાં આવ્યા હતા તે બાબત પણ કાર્યક્રમ નિષ્ફળ જવા માટે કારણભૂત મનાય રહી છે.


અલબત્ત શાસકો અને તંત્રવાહકો તો ખેલદિલીથી નિષ્ફળતા સ્વીકારવાને બદલે મ્યુઝિકલ નાઇટ સુપર ડુપર હીટ ગયાનું જ ગાણું ગાઇ રહ્યા છે પરંતુ આ મ્યુઝિકલ નાઇટ સુપર ડુપર લોપ શો રહી હતી તે હકીકત છે.મનહર ઉધાસએ દસેક ગુજરાતી ગઝલ અને તેમણે ફિલ્મોમાં ગાયેલા સુપરહિટ હિન્દી ફિલ્મી ગીતો રજૂ કરી પુરી મહેનત કરી હતી અને ઉપસ્થિતઓને ઝુમાવ્યા હતા પરંતુ કમનસીબે ઉપસ્થિતઓમાં ફકત વીઆઇપી લોકો અને મોટાભાગનો મ્યુનિસિપલ સ્ટાફ જ હતો ! રાજકોટ શહેરની ૨૦ લાખની વસતીમાંથી અંદાજે કુલ ત્રણેક હજાર લોકોએ આ ક્રાર્યકમ મન ભરીને માણ્યો હતો.


અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં ફકત એક રાજકોટ મહાનગરપાલિકા જ એવી સક્ષમ છે કે જે બોલીવુડના ખ્યાતનામ કલાકારોને રાજકોટ લાવી તેમના જાહેર કાર્યકમો યોજી શકે અને સામાન્ય શહેરીજનો પણ આવા કલાકારોને મહાપાલિકાના કાર્યક્રમોમાં વિનામૂલ્યે માણી શકે છે. અમદાવાદમાં રાજપથ કલબ કે કર્ણાવતી કલબ જેવી કલબ્સમાં બોલીવુડના કલાકારોના જેવા કાર્યક્રમો યોજાતા હોય તેવા કાર્યક્રમો નિયમિત રીતે યોજી શકે તેવી રાજકોટમાં કોઈ કલબ નથી. આવા કારણોસર શહેરીજનોને મહાપાલિકાના કાર્યકમનું ખૂબ જ આકર્ષણ રહેતું હોય છે અને તંત્રવાહકો પાસે આવા કાર્યક્રમોની આશા અપેક્ષા રહેતી હોય છે ! શહેરીજનોને બોલીવુડના નવા ગાયકો પસદં હોય છે પરંતુ શાસકો અને તંત્રવાહકો અવનવા તર્ક રજૂ કરીને છેલ્લા પોતાનું ધાયુ કરી રહ્યા છે.

જુના ગીતો અને ગઝલ સંધ્યાના કાર્યક્રમો પબ્લિકને નાપસદં છતાં શાસકો–તંત્રવાહકોને ધરાર તે જ પસદં છે !
બહત્પ જૂની નહીં ફકત પાંચ વર્ષ પૂર્વેની જ વાત કરીએ તો રાજકોટ મહાપાલિકા તત્રં તા.૧૫ ઓગસ્ટ સ્વાતંય પર્વ, તા.૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ અને તા.૧૯ નવેમ્બર મહાપાલિકા સ્થાપના દિવસ તેમ વર્ષમાં ત્રણ ત્રણ વખત બોલીવુડના ખ્યાતનામ કલાકારોને બોલાવી શહેરીજનોને ખરા અર્થમાં મનોરંજિત કરતું હતું પરંતુ હવે મોટી રકમનો ખર્ચ થાય, બહત્પ ખર્ચ પોસાય નહીં તેવી વાતો કરીને પબ્લિકને પસદં પડે તેવા બોલીવુડના નવા ગીતો અને નવા કલાકારોના કાર્યક્રમો જ સદંતર બધં કરી દેવામાં આવ્યા છે. ખોટા બેફામ ખર્ચ અનેક જગ્યાએ થઈ રહ્યા છે તેના ઉપર નિયંત્રણ લાદવાને બદલે પબ્લિકને (મતદારોને) પસદં પડે તેવા કાર્યક્રમો બધં કરાયા છે. ખર્ચ ભલે થાય પબ્લિકની પસદં જાણવી અને માનવી જ પડે. શાસકો અને તંત્રવાહકોએ એ ભૂલવું ન જોઈએ કે મહાપાલિકાનું મૂળભૂત કામ નફો કે ખોટ જોવાનું નહીં પણ સમાજ કલ્યાણનું જ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application