રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ અને કારોબારી સમિતિ સિવાયની અન્ય તમામ કમિટીના ચેરમેનો તરીકે મહિલાઓ છે ત્યારે નારી સશક્તિકરણ સ્વપ્નને સાકાર કરવા માટે જિલ્લા પંચાયતના તમામ મહિલા સભ્યોને સ્ટેમ્પ ડ્યુટી ગ્રાન્ટ (સ્વભંડોળ) ની રકમ પુરુષ સભ્ય કરતા 1-1 લાખ વધુ ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટ જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા 36 પૈકી 19 મહિલા સભ્યો છે અને તે તમામને હવે વધારાની એક એક લાખ રૂપિયાની ગ્રાન્ટ મળશે અને આવી ગ્રાન્ટનો ઉપયોગ તે પોતાના વિસ્તારમાં જુદા જુદા વિકાસ કામો માટે કરી શકશે. જિલ્લા પંચાયતમાં કારોબારી સમિતિના ચેરમેન સિવાય અન્ય તમામ કમિટીમાં ચેરમેન તરીકે મહિલાઓ છે. સામાજિક ન્યાય સમિતિ શિક્ષણ સમિતિ જાહેર આરોગ્ય સમિતિ બાંધકામ સમિતિ ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિ મહિલા બાળ વિકાસ સમિતિમાં ચેરમેન તરીકે મહિલાઓ છે અને પ્રમુખ તરીકેની જવાબદારી પણ એક મહિલા સંભાળે છે.
જો કોઈ કામ મંજુર થયા પછી નિયત સમય મર્યાદામાં શરૂ કે પૂરું ન થાય તો તેવા કિસ્સામાં મુદત વધારો આપવામાં આવતો હોય છે. પરંતુ રાજકોટ જિલ્લા પંચાયતે 2020-21 માં મંજૂર થયેલા જો કોઈ કામ શરૂ કે પૂરા ન થયા હોય તો તેવા કિસ્સામાં ડિસેમ્બર 2025 સુધીનો મુદત વધારો આપવાનો નિર્ણય લીધો છે. જિલ્લા પંચાયતના પદાધિકારીઓના જણાવ્યા મુજબ ચૂંટણી આચાર સહિતા, જુના એસઓઆર સહિતના અનેક કારણોસર આવા ઘણા કામો પૂરા થયા ન હોવાથી મુદત વધારો અપાયો છે. જોકે અંદરખાને એવી પણ વાત બહાર આવી રહી છે કે વર્તમાન બોડીની ટર્મ પૂરી થવા આડે હવે માત્ર એકાદ વર્ષ બાકી હોવાથી મંજૂર થયેલા કામો પૂરા કરવા માટે આ નિર્ણય લેવાયો છે.
જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ હસ્તકના પબ્લિક હેલ્થ સેન્ટર, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, પેટા આરોગ્ય કેન્દ્રો વધુ સક્ષમ બનાવવા માટે તમામ 36 સભ્યોએ રુ. 1,00,000 ની પોતાની ગ્રાન્ટ આવા આરોગ્ય કેન્દ્ર માટે ફાળવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોઇપણ સમાજને દુ:ખ પહોંચ્યું તેના માટે હું ક્ષમા પ્રાર્થી છું: કોઠારીસ્વામી
March 29, 2025 11:41 AMકેસરી ચેપ્ટર 2 ના પોસ્ટરમાં વકીલના લુકમાં અનન્યા પાંડેએ ચલાવ્યો જાદુ
March 29, 2025 11:22 AMમુસ્લિમ પિતા અને શીખ માતાની દીકરી હોવાનું મને ગૌરવ
March 29, 2025 11:21 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech