રાજકોટ જિલ્લા પંચાયતના સ્થળાંતરનો હાથી પૂંછડે અટકયો

  • September 27, 2024 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નિષ્ણાંતોની સલાહ લીધા વગર અને કોઈપણ પ્રકારના પ્લાનિંગ કે પેપર વર્ક સિવાય રાજકોટ જિલ્લા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓને પાંચ માળના જુના કોર્ટ બિલ્ડિંગમાં મોચી બજાર નજીક શિટ કરી દેવાયા છે. પરંતુ હવે યારે પ્રમુખ અને જુદી જુદી કમિટીના ચેરમેનનો સહિત પદાધિકારીઓના સ્ટીિટંગની વાત આવી છે ત્યારે પાંચમાળના જુના કોર્ટ બિલ્ડિંગમાં જગ્યા નથી રહી. આ બાબતને ધ્યાનમાં રાખી જિલ્લા પંચાયતના સત્તાવાળાઓએ જુના કોર્ટ બિલ્ડીંગની બરાબર બાજુમાં આવેલું વધુ એક બિલ્ડીંગ આપવા માટે જિલ્લા કલેકટર સમક્ષ સતાવાર રીતે માગણી કરી છે.

પાંચ માળના જુના કોર્ટ બિલ્ડિંગમાં પદાધિકારીઓની ચેમ્બર બની શકે તેમ છે. પરંતુ તેમાં પૂરતી જગ્યા મળતી નથી અને સાંકડ ભોગવવા માટે કોઈ તૈયાર નથી. જે બિલ્ડીંગની નવેસરથી માગણી કરવામાં આવી છે ત્યાં અત્યારે કોર્ટનો સામાન અને દસ્તાવેજો પડા છે. મંજૂરી મળ્યા પછી આ બધું ત્યાંથી હટાવવામાં આવશે અને પદાધિકારીઓ માટે ચેમ્બરો બનાવવામાં આવશે. પરંતુ આમાં ઘણો સમય પસાર થઈ જશે અને તેના કારણે અરજદારોને પોતાના કામ માટે ફટબોલની જેમ આ બંને કચેરી વચ્ચે ફંગોળાવું પડશે

જિલ્લા પંચાયતના જુના બિલ્ડિંગમાં એક કેન્ટીન આવેલી છે અને જિલ્લા પંચાયતે ચાર દુકાન ભાડે આપી છે. આ ચાર દુકાનદારો અને કેન્ટીનના સંચાલકે નવા બિલ્ડિંગમાં પોતાની જગ્યા આપવા અને અન્ય બાબતોને લઈને કોર્ટમાં કેસ કર્યેા છે. તેની સુનાવણી આગામી તરીકે ૨૧ ઓકટોબરના રોજ રાખવામાં આવી છે.
રાજયની અન્ય કોઈ જિલ્લા પંચાયતમાં ભાગ્ય જ હશે તેવો હાઇડ્રોલિક સ્ટોર રાજકોટ જિલ્લા પંચાયતમાં છે. આ હાઇડ્રોલિક સ્ટોર માટે અલગથી બિલ્ડીંગ પણ બાંધવામાં આવ્યું છે હવે યારે નવા બાંધકામની વાત થઈ રહી છે ત્યારે મહત્વના દસ્તાવેજો સાચવવા માટેના આ હાઇડ્રોલિક સ્ટોરનું શું કરવું ?તે સૌથી મોટી સમસ્યા છે. રાજકોટ જિલ્લા પંચાયતના ડીડીઓ તરીકે ધવલ પટેલ હતા ત્યારે લાખો પિયાના ખર્ચે આ હાઇડ્રોલિક સ્ટોર બનાવવામાં આવ્યો હતો. ગંજાવર સાઈઝના આ હાઇડ્રોલિક સ્ટોરને રેઢો મૂકીને પણ જઈ શકાય તેમ નથી અને અન્ય કોઈ કચેરીમાં તેનું સ્થળાંતર કરવાનું પણ મુશ્કેલ છે. રાજકોટ જિલ્લામાં એકમાત્ર ઉપલેટા તાલુકા પંચાયત પાસે મોટું બિલ્ડીંગ છે અને ત્યાં આ હાઇડ્રોલિક સ્ટોર રાખી શકાય તેમ છે કે નહીં તેની તપાસ માટે એન્જિનિયરોની ટીમ જશે અને જો ઉપલેટામાં મેળ નહીં પડે તો હાઇડ્રોલિક સ્ટોરના બે કટકા કરવાનો પણ વિચાર અત્યારથી થઈ રહ્યો છે.
જિલ્લા પંચાયતને વીજ બીલ ન ભરવું પડે તે માટે ૫૦ કિલો વોટની સોલાર સિસ્ટમ લાખો પિયાના ખર્ચે નાખવામાં આવી છે. જુના કોર્ટ બિલ્ડીંગમાં સોલાર સિસ્ટમ છે અને તેથી જિલ્લા પંચાયતની સોલાર સિસ્ટમની પેનલોનું શું કરવું ? તે અંગે પણ હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. અત્યારે તો આ પેનલ ઉતારીને કોઈ જગ્યાએ સાઈડમાં રાખી દેવા માટે વાતો થઈ રહી છે. પૂર્ણ સ્થળાંતરનો હાથી પૂંછડે આવીને અટકયો હોવા છતાં જિલ્લા પંચાયતમાં અત્યારે તો નવા બિલ્ડિંગના બાંધકામના ખાતમુહત્પતની દિશામાં પણ કામગીરી શ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને ખાતમુહર્તના કાર્યક્રમમાં બોલાવવા માટે જિલ્લા પંચાયતના પદાધિકારીઓનું એક પ્રતિનિધિ મંડળ ગાંધીનગર જવાનું છે. જો મુખ્યમંત્રીનો સમય નહીં મળે તો સ્થાનિક કક્ષાએ ધારાસભ્યો, સંસદ સભ્યોને હાજર રાખી આ કાર્યક્રમ પૂર્ણ કરાશે અને ત્યાર પછી બિલ્ડીંગના લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી જેવા મહાનુભાવને બોલાવશે તેવી ગણતરી માંડવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application