રાજકોટ ડેરી દૂધ ઉત્પાદકોને ભાવ ફેરના ૨૧.૦૭ કરોડ ચૂકવશે

  • August 21, 2024 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સઘં એટલે કે રાજકોટ ડેરી સાથે દૂધનો વેપાર કરતી મંડળીઓના જન્માષ્ટ્રમીના તહેવારો સુધરી ગયા છે. ડેરીની નિયામક મંડળની એક બેઠક ચેરમેન ગોરધનભાઈ ધામેલીયાના અધ્યક્ષ સ્થાને મળી હતી અને તેમાં રાજકોટ દૂધ સઘં દ્રારા અને ૨૦૨૩– ૨૪ ના નફામાંથી પ્રતિ કિલો ફેટ ડેટ .૨૫ લેખે કુલ પિયા ૨૧.૦૭ કરોડ ભાવ ફેર ચૂકવવાનો નિર્ણય લેવાયો છે.
નિયામક મંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાણકારી આપતા ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા એ જણાવ્યું હતું કે આ પ્રકારે નિર્ણય લેવાની અમે પહેલ કરી છે. દૂધ ઉત્પાદકોના બેંક ખાતામાં ભાવ ફેર ની રકમ સીધી જમા થઈ જશે. આ નિર્ણયના કારણે રાજકોટ દૂધ સઘં સાથે જોડાયેલ ૨૦૨ દૂધ મંડળીઓના ૧૮૦૫૪ દૂધ ઉત્પાદકોને તેનો લાભ મળશે.
દુધ ઉત્પાદકોના આર્થિક અને સામાજિક હિતને ધ્યાનમાં રાખીને નિયામક મંડળે આ નિર્ણય લીધો હોવાનું જણાવતા ગોરધનભાઈ ધામેલીયા એ કહ્યું હતું કે અમે જે નિર્ણય લીધો છે તેની અમલવારી જન્માષ્ટ્રમીના તહેવારો પહેલા જ કરી દેવા માટે આવશે અને તે માટે ઓનલાઈન ચૂકવવાની કામગીરી પણ શ કરી દેવામાં આવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application