ગુજરાત સરકારના સામાન્ય વહિવટ વિભાગએ ગઈ કાલે વેઈટિંગ ફોર પોસ્ટિંગ રહેલા ૯ એડિશનલ કલેકટર સહિત ૩૭ ગેસ કેડરમાં સિલેકશન–સિનિયર ઓફિસરોની બદલીના આદેશો પ્રસિધ્ધ કર્યા હતા.આદેશોમાં બે ઓફિસરોને વેઈટિંગ ફોર પોસ્ટિંગ રાખાયા છે. આથી, આગામી દિવસોમાં ફરી એકવાર નાના પાયે બદલીઓનો વધુ એક રાઉન્ડ ચોકકસ આવશે તે નક્કી છે. રાજકોટના રેસી. એડી. કલેકટર ચેતન ગાંધીની બદલી ગાંધીનગર કરાઇ છે. તેમના સ્થાને એ.કે.ગૌતમ મુકાયા છે. રાજયના આઠ જિલ્લ ામાં નેકસટ ટુ કલેકટર એવા રેસિડેન્ટ એડિશનલ કલેકટર– આરએસીનો પણ સમાવેશ થાય છે. આ બદલીઓમાં બહત્પ ચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ મૃત્યકાંડને પગલે આરોગ્ય કમિશનરેટમાં પીએમજેએવાય સેલમાં ખાસ એકઝીકયુટીવ ઓફિસરની નિયુકિત કરવામાં આવી છે. ઉપરાંત રાજકોટના આરએસી ચેતન ગાંધીની જગ્યાએ એ.કે.ગૌતમ મુકવામા આવયા છે. સામાન્ય વહીવટી વિભાગ તરફથી આપવામાં આવ્યો છે. આ અંગે વહીવટી વિભાગ દ્રારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ, વડોદરા જીઆઈડીસીના ડેપ્યુટી ડાયરેકટર એસ.એન મલેકને ગાંધીનગર ટેકનિકલ શિક્ષણ વિભાગના જોઈન્ટ કમિશનર બનાવવામાં આવ્યા છે.અમદાવાદના એડિશનલ કલેકટર એસ.કે પટેલને ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટીના એકિઝકયુટિવ ડાયરેકટર તરીકે નિયુકત કરાયા છે. ખેડાના રેસિડેન્ટ એડિશનલ કલેકટર બી.કે જોશીને ગાંધીનગર જીઆઈડીસીમાં એકિઝકયુટિવ ડાયરેકટરનો ચાર્જ સોંપાયો છે. વડોદરા મ્યુનિ. કોર્પેારેશનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર એચ.જે પ્રજાપતિને પાટણના રેસિડેન્ટ એડિશનલ કલેકટરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
સામાન્ય વહીવટ વિભાગના અધિક સચિવ અશોક દવેની સહીથી પ્રસિધ્ધ નોટિફિકેશનમાં અમદાવાદના આરએસી સુધીર પટેલને એકઝુકેટિવ ડિરેકટર, સાયન્સ સિટી ખાતે બદલી કરીને તેમના સ્થાને જોઈન્ટ ડાયરેકટર નાગરીક પુરવઠા ભાવિન સાગરની નિયુકિત થઈ છે. અમદાવાદ ઉપરાંત પાટણ, ખેડા, પોરબંદર, મહેસાણા, અરવલ્લ ી એમ કુલમળીને આઠ જિલ્લ ાઓમાં આરએસી ની બદલીઓ કરવામાં આવી છે. જેમાં પાટણમાં આરએસી તરીકે એચ.જે.પ્રજાપતિ, ખેડા આરએસી તરીકે જે.બી.દેસાઈ, મહેસાણામાં જે. કે.જેગોડા, પોરંબદરમાં જે.બી.વદર, રાજકોટમાં એ.કે.ગૌતમ, વડોદરામાં બી.એસ.પટેલ અને નવસારીમાં વાય.બી.ઝાલાને નિયુકિત થઈ છે.
આ બદલીના આદેશોમાં પીએમ પોષણ યોજના મહત્વની કામગીરી માટે ચાર્જમાં ચાલતી જોઈન્ટ '' કમિશનરની જગ્યાએ વેઈટિંગ ફોર પોસ્ટિંગ રહેલા એસ.એસ. ગુાને નિયુકત કરાયા છે. યારે મહેશ લાંગા કેસને કારણે ચર્ચાસ્પદ ગુજરાત મેરિટાઈમ બોર્ડ– જીએમબીમાં ઓફસર ઓન સ્પેશ્યિલ ડુટી તરીકે મમતા આર. પ્રજાપતિની નિયુકિત કરવામાં આવી છે. લાંબા સમયથી ખાલી રહેલી એડિશનલ લેબર કમિશનર તરીકે વાય.એમ. શેખ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડના ડેપ્યુટી ચેરમેનની જગ્યાએ અનિલ બી. રાદડિયાને નિયુકત કરવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં અસામાજિક તત્વોએ આંબેડકરની પ્રતિમા ખંડિત કરતા લોકોના ટોળાં ઉમટા
December 23, 2024 03:30 PM૯૮ દિવસમાં ૮૩ કરોડનો બાકી વેરો વસુલવા શહેરમાં ધડાધડ મિલકત સીલ
December 23, 2024 03:16 PMબે–લગામ સિટી બસ: માતા–પુત્રને ઠોકરે લેતાં સાત વર્ષના બાળકનું ચકદાવાથી મોત
December 23, 2024 03:14 PMખીજડિયામાં ગૌચર જમીન પરનું દબાણ દૂર નહીં થાય તો સરપચં સહિતના કરશે આત્મવિલોપન
December 23, 2024 03:12 PMમાર્કેટમાં આવી 'તલાક' મહેંદી, મહિલાએ બતાવી તૂટેલા લગ્નની કહાની!
December 23, 2024 03:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech