રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનો ઇન્કમટેક્સ મામલે લોકસભા ચૂંટણી ટાણે જ નગારે ઘા

  • March 21, 2024 01:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના હોદેદારો દ્વારા રાજકોટ આવેલા કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાની રૂબરૂ મુલાકાત લઇ ઇન્કમટેક્ષ એકટ ૧૯૬૧ના સેકશન ૪૩ બી (એચ)ના અમલ અંગે ફેરવિચારણા કરવા અને હાલના તબક્કે અમલ મુલત્વી રાખવા માટે રજુઆત કરવામાં આવી હતી.
વિશેષમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા પાઠવેલા વિસ્તૃત આવેદનપત્રમાં જણાવ્યું છે કે હાલ સમગ્ર દેશમાં ઇન્કમટેક્ષ એકટ ૧૯૬૧ના સેકશન ૪૩ બી (એચ)ના અમલ અંગે ઘણી મુંઝવણો ઉભી થવા પામી છે. પ્રવર્તમાન ઈન્કમટેક્ષ એકટ ૧૯૬૧ના સેકશન ૪૩ બી (એચ)નો આગામી એપ્રિલ-૨૦૨૪થી અમલ કરવામાં આવના૨ છે. જે મુજબ નવી જોગવાઈ અંતર્ગત કોઈપણ ઔદ્યોગીક કે સેવાપ્રદાન કરતા ક્ષેત્રો પાસેથી મેળવેલ પ્રોડકટ અથવા સેવાના યોગ્ય ચુકવણી સબંધે એમએસએમઇડી એકટ મુજબ સ્પષ્ટ જોગવાઇ નિર્ધારીત કરાયેલ છે. જે કિસ્સામાં પેમેન્ટ બાબત સ્પષ્ટ એગ્રીમેન્ટ થયેલ હોય તેમાં ૪૫ દિવસ તથા એગ્રીમેન્ટ થયેલ ન હોય તો ૧૫ દિવસની સમય મર્યાદા નિર્ધારીત કરાયેલ છે. આ જોગવાઇ એમએસએમઇડી એકટના સેકશન ૧૫ અંતર્ગત કરવામાં આવેલ છે. ઉપરોક્ત સમય મર્યાદામાં પેમેન્ટ ન થયેલું હોય તો જે તે નાણાંકિય વર્ષમાં નહી ચુકવાયેલ રકમ લેનાર વ્યકિતની આવકમાં ગણવામાં આવશે અને જયા૨ે વાસ્તવિક પેમેન્ટ કરવામાં આવે ત્યારે આ રકમ બાદ મળવાપાત્ર થશે.


રાજકોટ શહેર જિલ્લામાં કાર્યરત હજારો એમએસએમઇ એકમોને ભારે ફટકો પડશે

રાજકોટ સૌરાષ્ટ્રનું હબ હોય તેમજ લાખોની સંખ્યામાં એમએસએમઇ એકમો અને નિકાસકારો કાર્યરત છે ત્યા૨ે આ જોગવાઇના અમલીક૨ણ દ૨મ્યાન આવના૨ા દિવસોમાં તેઓને પડના૨ી મુશ્કેલીઓનું યોગ્ય નિરાકરણ લાવવા ૨ાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવ, ઉપપ્રમુખ પાર્થભાઇ ગણાત્રા, માનદમંત્રી નૌતમભાઈ બારસીયા, કારોબારી સભ્ય નરેન્દ્રસિંહ જાડેજા, અચ્યુતભાઇ જસાણી, ઇઇપીસી રાજકોટ ચેપ્ટ૨ના કન્વીન૨ સમી૨ભાઇ પટેલ, લઘુ ઉદ્યોગ ભા૨તીના પ્રમુખ જયભાઇ માવાણીએ કેન્દ્રીયમંત્રી પરસોત્તમભાઇ રૂપાલાની રૂબરૂ મુલાકાત લઇ વિસ્તૃત આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application