રાજકોટ સેન્ટ્રલ જેલના બંદીવાન વસતં ચૌહાણને તિનકા તિનકા ઇન્ડિયા એવોર્ડ

  • December 11, 2024 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તિનકા તિનકા જેલ સુધારણાના સ્થાપક ડો.વર્તિકા નંદાના દ્રારા બદિવાનોના કૌશ્યલ ખીલવવા માટે તેમજ જેલ સુધારણા માટે પ્રોત્સાહિત કરવાના આશયથી ચિત્રકામ, બંદીવાનો દ્રારા જેલમાં મહત્વપૂર્ણ યોગદાન તેમજ જેલ અધિકારીકર્મચારીઓ દ્રારા જેલ સુધારાણામાં સકારાત્મક યોગદાન બદલ તિનકા તિનકા ઇન્ડીયા એવોર્ડનું આયોજન દર વર્ષે કરી સન્માનિત કરવામાં આવે છે. જેમાં ભારરભરની તમામ જેલોના બંદીવાનો તથા જેલના અધિકારીકર્મચારીઓ દ્રારા ભાગ લેવામાં આવે છે. તિનકા તિનકા ઇન્ડિયા એવોર્ડ ૨૦૨૪ના ચિત્રકામની થીમ જેલમાં મુલાકાત હતી. જેમાં રાજકોટ મધ્યસ્થ જેલના કુલ–૧૬ બંદીવાનો તેમજ ૩ અધિકારીકર્મચારીઓ દ્રારા ભાગ લેવામાં આવેલ હતો. જેમાં રાજકોટ સેન્ટ્રલ જેલના બંદીવાન વસંતભાઇ કરશનભાઇ ચૌહાણના દ્રારા આકૃત કરેલ ચિત્રકામ સમગ્ર ભારતના બંદીવાનોમાં પ્રથમ ક્રમાંક પ્રા કરી જેલ વિભાગનું નામ રોશન કરેલ છે. વિજેતા ઉમેદવારોને પુરસ્કૃત કરવા ઉતર પ્રદેશની લખનઉ જિલ્લ ા જેલ ખાતે કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં ઉત્તરપ્રદેશના મુખ્ય સચિવ મનોજ કુમાર સિંઘ (આઇએએસ) અને ઉત્તર પ્રદેશના ડી.જી.પી(જેલ) પી.વી. રામાશાક્રીના હસ્તે વિજેતા થયેલ બંદીવાને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રાજકોટ મધ્યસ્થ જેલના બંદીવાનો તેમજ અધિક્ષક રાઘવ વીડિયો કોન્ફરસ માધ્યમથી જોડાયેલ હતા. બંદીવાન વસંતભાઇને પ્રથમ ક્રમાંક મેળવવા બદલ અધિક્ષક જૈન દ્રારા અભિનંદન પાઠવવામાં આવેલ. તેમજ ગુજરાતની જેલોના વડા ડો. કે.એલ.એન.રાય દ્રારા પણ જેલ અધિક્ષકનાઓને ટેલીફોનિક શુભેચ્છા પાઠવી કામગીરી બીરદાવેલ હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application