રાજકોટઃ આટકોટ નજીકથી નશાકારક સિરપના જથ્થા સાથે બાબરાનો શખ્સ ઝડપાયો

  • March 22, 2024 10:27 PM 

રાજકોટ જિલ્લામાં નશાકારક સિરપના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. જેમાં રાજકોટ રૂરલ એસઓજીએ આટકોટ નજીકથી નશાકારક સિરપના જથ્થા સાથે બાબરાના એક શખ્સને ઝડપી પાડ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટ જિલ્લાના આટકોટ પાસે રાજકોટ રૂરલ એસઓજીને બાતમી મળી હતી. આ બાતમીના આધારે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ. જેમાં આટકોટ પાસે એક એસેન્ટ કારને રોકવામાં આવી હતી. કારમાં ચેકિંગ દરમિયાન પાછળની સીટમાં એક બોક્સ મળી આવ્યું હતુ. જેમાં નશાકારક સિરપ મળી આવી હતી. હાલ તો પોલીસ દ્વારા જથ્થો કબ્જે કરી એફએસએલમાં મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.


બાબરાનો શખ્સ ઝડપાયો

બાતમીના આધારે પોલીસ દ્રારા ચેકિંગ હાથ ધરવામાં આવતા આટકોટ પાસે બાબરાના અમરાપરા વિસ્તારમાં રહેતા શખસને 2400 બોટલના નશાકારક સિરપના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application