રાજકોટના તબીબી ક્ષેત્ર નહીં પરંતુ સમગ્ર રાજ્યના સરકારી તબીબી ક્ષેત્રે આવતા સમયમાં ખુબ મોટી ક્રાંતિ સર્જવા જઈ રહી છે. સમગ્ર દેશમાં હાહાકાર મચાવનાર કોવીડ-19, ઝિંકા,કોંગો સહિતના ગંભીર અને જીવલેણ વાયરસ ઉપરાંત્ર ડેન્ગ્યુ, ચિકન ગુનિયા, અને હાલમાં દસ્તક દેનાર ચાંદિપુરા વાયરસના નિદાન અને સારવાર માટે હવે રાજકોટ એઇમ્સમાં જ ગુજરાતની સૌ પ્રથમ બીએસએલ-3 લેબ બનવા જઈ રહી છે. આ માટે ખાનગી લેબ કંપ્ની સાથે એમઑયુ (કરાર) કરવામાં આવ્યા છે. આ કરાર ઉપર રાજકોટ એઈમ્સના એક્સિક્યુટિવ ડિરેક્ટર કર્નલ ડો.સીડીએસ કટોચ વતી ડેપ્યુટી ડિરેક્ટર કર્નલ ડો.પુનિત કુમાર અરોરા અને માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડો.કર્નલ અશ્વિની અગ્રવાલે હસ્તાક્ષર કયર્િ છે.
આ માટે પ્રધાનમંત્રી આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હેઠળ અને અંદાજે રૂ.14 કરોડની ફાળવણી કરવામાં આવી છે. અને 18 મહિનામાં આધુનિક અને ટેક્નોલોજી આધારિત લેબનું કામ પૂર્ણ કરવામાં આવશે તેમ જણાવાયું છે. વધુમાં બીએસલ-3 લેબ માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીએ મંજૂરીની મ્હોર મારી દીધી છે.
રાજકોટમાં જ ગુજરાતની સૌથી મોટી નિદાન અને સંશોધન માટેની લેબ બનવા જઈ રહી છે એ રાજકોટ એઈમ્સના એક્સિક્યુટિવ ડિરેક્ટર કર્નલ ડો.સીડીએચ કટોચની આગવી સુઝબુઝ અને તેમના વિશાળ અનુભવના કારણે શક્ય બન્યું છે. રાજકોટ એઇમ્સનો પાયાની શરૂઆતથી જ ડો.કટોચ દ્વારા પ્રધાનમંત્રીના આયુષ્માન ભારતના સ્વપ્નને સાકાર કરવાની નેમની સાથે સાથે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રને આરોગ્ય ક્ષેત્રે અલાયદી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સારવાર મળે એ માટેનું વિઝન રહ્યું છે. અને તેમના માર્ગદર્શન હેઠળ રાજકોટ એઇમ્સની ટિમ ખુબ સારી રીતે કામ કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા વર્ષથી દેશ દુનિયામાં કોવિડ સહીતના જીવલેણ વાયરસના કારણે મોટી સંખ્યામાં લોકોના મૃત્યુ થયા છે, જુદા જુદા જીવલેણ વાયરસમાં મૃત્યુ પામનારમાં એવા ઘણા લોકો હતા કે જેના રિપોર્ટ આવ્યા પહેલા જ મૃત્યુ પામ્યા હતા. જયારે આજે બાળકોમાં પ્રસરી રહેલા ચાંદિપુરા વાયરસમાં આજ સ્થિતિ છે, બાળકોના બ્લડ સેમ્પલ પુનાની લેબમાં મોકલવામાં આવ્યા બાદ તેનો રિપોર્ટ 24 થી 48 કલાક બાદ મળી રહ્યો છે. ત્યારે રાજકોટ એઇમ્સમાં બીએસ-3 લેબ કે જે રાજ્યની સૌ પ્રથમ લેબ બનવા જઈ રહી છે. લેબ કાર્યરત થતા જ ગંભીર અને જીવલેણ ગણાતા વાયરસના નિદાન અને સાથે સાથે સંશોધન પણ કરવામાં આવતા માત્ર સૌરાષ્ટ્ર જ નહીં સમગ્ર રાજ્યના તબીબી ક્ષેત્રે મોટી ક્રાંતિ સર્જાશે એ કહેવું અતિશિયોક્તિ નથી.
આ વાયરલ અને બેક્ટેરિયા રોગનું નિદાન થશે
એઇમ્સમાં કાર્યરત થનાર બીએસએલ-3 લેબમાં કોરોના, કોંગો ફીવર, ઝિંકા, ચાંદિપુરા, ઓરી, હેપેટાઈટીઝ,ઇન્ફ્લૂએન્ઝા, સિઓવીઆઇડી, ડેન્ગ્યુ, ચિકન ગુનિયા સહિતના રોગનું નિદાન ઉપરાંત તબીબી સંશોધન પણ કરવામાં આવશે જેના કારણે માઈક્રોબાયોલોજીના તબીબી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ ખુબ ઉપયોગ કારક બનશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામજોધપુર તાલુકા પંચાયત પ્રમુખ અને પરિવાર પર હુમલાની ઘટનાના ઘેરા પ્રત્યઘાત, શેઠવડાળા ગામ સજ્જડ બંધ
November 15, 2024 06:15 PMજામનગર: લાલપુર બાયપાસ પાસે સેટેલાઇટ પાર્કમાં રહેણાક મકાનમાં આગ ભભુકી, ફાયર ટીમે બુઝાવી આગ
November 15, 2024 06:09 PMડાયાબીટીસને કન્ટ્રોલ કરવા આહારમાં સામેલ કરો આ અનાજ
November 15, 2024 05:10 PMરાજકોટ નાગરિક બેંકની ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ
November 15, 2024 04:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech