રજનીકાંતની સાદગી પણ વર્લ્ડક્લાસ

  • March 02, 2024 10:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શર્ટ-ચપ્પલમાં ઇકોનોમી ક્લાસની સવારી કરતા નજરે પડ્યાં સાઉથ સુપરસ્ટાર


રજનીકાંતનો એક વીડિયો વાયરલ થયો જેને જોઈને લોકો તેમની સાદગીના વખાણ કરી રહ્યા છે. આ વીડિયોમાં સુપરસ્ટાર ફ્લાઈટમાં ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરતા જોવા મળ્યા. રજનીકાંત તેમની ફિલ્મો ઉપરાંત તેમના સારા અને શાંત સ્વભાવ માટે પણ વિશ્વભરમાં લોકપ્રિય છે. હંમેશની જેમ આ વખતે પણ રજનીકાંત એમની સાદગીના કારણે સોશિયલ મીડિયા પર ચાહકોમાં લાઈમલાઈટ મેળવી રહ્યા છે. 


સુપરસ્ટાર રજનીકાંત પોતાની ખાસ સ્ટાઈલને કારણે લોકોના દિલ પર રાજ કરે છે. હવે રજનીકાંતનો એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને લોકો તેમની સાદગીના વખાણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો અને તસવીરોમાં સુપરસ્ટાર સામાન્ય લોકોની વચ્ચે ઈકોનોમી ક્લાસ ફ્લાઈટમાં મુસાફરી કરતા જોવા મળે છે. વીડિયોમાં તમે એક્ટરને ફ્લાઈટમાં વિન્ડો સીટ પર આરામથી બેઠેલા જોઈ શકે છે. 


રજનીકાંતને ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરતા જોઈને ફ્લાઈટમાં હાજર લોકોએ સુપરસ્ટાર સાથે વાત કરી અને ફોટોગ્રાફ્સ પણ લીધા હતા. તેનો વીડિયો શેર કરતી વખતે કેટલાક યુઝર્સે તેની સાદગીના વખાણ કર્યા છે. રજનીકાંતની આ સ્ટાઇલ લોકોના દિલ જીતી રહી છે.


માત્ર મુસાફરી જ નહીં, રજનીકાંતનો લુક પણ એકદમ સિમ્પલ છે. સુપરસ્ટારે વાદળી રંગનો શર્ટ, કાળા રંગનું પેન્ટ અને ચપ્પલ પહેર્યા હતા. પ્રાઈવેટ જેટમાં મુસાફરી કરી શકે એવા અભિનેતા ઈકોનોમીમાં મુસાફરી કરતાં જોઇને ચાહકો ખૂબ જ પ્રભાવિત થયા છે.


જો વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રજનીકાંત ટૂંક સમયમાં જ અમિતાભ બચ્ચન સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે.બંને 33 વર્ષ પછી ફિલ્મ 'વેટ્ટૈયાન'માં સાથે જોવા મળશે. રિપોર્ટ્સનું માનીએ તો અમિતાભ બચ્ચન અને રજનીકાંત સિવાય આ ફિલ્મમાં ફહાદ ફૈસિલ, મંજુ વૉરિયર, રાણા દગ્ગુબાતી, રિતિકા સિંહ સહિતના ઘણા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application