રાજસ્થાન: હિન્દુસ્તાન કોપર લિમિટેડની કોલિહાન ખાણમાં મોટી દુર્ઘટના, લિફ્ટનું દોરડું તૂટવાથી 14 લોકો ફસાયા

  • May 15, 2024 01:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજસ્થાનના નીમકથાણા જિલ્લામાં હિન્દુસ્તાન કોપર લિમિટેડની ખાણમાં મંગળવારે (14 મે) રાત્રે એક મોટી દુર્ઘટના થઈ, જ્યારે કર્મચારીઓની અવરજવર માટે ઉપયોગમાં લેવાતી લિફ્ટનો દોરડુ તૂટી ગયુ હતુ. આ અકસ્માતમાં વિજિલન્સ ટીમ અને હિન્દુસ્તાન કોપર લિમિટેડના ઘણા અધિકારીઓ ખાણમાં ફસાઈ ગયા હતા.



એક અધિકારીએ જણાવ્યું કે વિજિલન્સ ટીમ અને હિન્દુસ્તાન કોપર લિમિટેડના વરિષ્ઠ અધિકારીઓ કોલિહાન ખાણમાંથી બહાર આવવાના હતા ત્યારે લિફ્ટનું દોરડુ તૂટી ગયાની ઘટના ઘટી હતી. કર્મચારીઓ અને તબીબી ટીમોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને સ્થાનિક હોસ્પિટલને એલર્ટ કરી દેવામાં આવી છે.


કેવી રીતે થયો અકસ્માત?

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે વિજિલન્સ ટીમ અને હિન્દુસ્તાન કોપર લિમિટેડના વરિષ્ઠ અધિકારીઓ કોલિહાન ખાણમાંથી ઉપર આવવાના હતા. તે જ સમયે, ખાણમાંથી કામદારોને ઉપર લાવવા માટે ઉપયોગમાં લેવાતી લિફ્ટની છત તૂટી પડતાં લગભગ 14 લોકો સો મીટરની ઊંડાઈમાં ફસાઈ ગયા હતા.


આ ઘટનાની માહિતી મળતાં સ્થાનિક ખેતડીના ધારાસભ્ય ધર્મપાલ ગુર્જર ઘટનાસ્થળે પહોંચ્યા અને અધિકારીઓ સાથે વાત કરી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application