દ્વારકાધીશ હાજરાહજૂર છે, તેમની સામે ટિપ્પણી કરવામાં આવે એ દુ:ખની વાત છે

  • March 28, 2025 12:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકાધીશ અંગે સ્વામીનારાયણ સંપ્રદાયના સતં દ્રારા યારથી વિવાદાસ્પદ વાત કહેવામાં આવી છે ત્યારથી સનાતનીઓમાં ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે, જગતગુરૂ શંકરાચાર્ય આકરો વિરોધ નોંધાવી ચૂક્યા છે, ત્યારે રાજ્યસભાના સાંસદ પરિમલભાઇ નથવાણીએ પણ સ્વામીના વિધાન સામે આકરો રોષ દર્શાવ્યો છે, ઉપરાંત પબુભા માણેકે તો ચેતવણીના સૂરમાં પ્રતિક્રિયા આપી છે.

ગઇકાલે પરિમલભાઇ નથવાણી દ્રારકાધીશના દર્શન કરવા આવ્યા હતા, અને આ તકે એમણે હાલમાં સ્વામીનારાયણ સંપ્રદાય સામે ચાલી રહેલા રોષ તથા આક્રોશ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, તેને હું વખોડી નાખું છું. દ્વારકાધીશ છે, રહેશે અને હંમેશા રહેશે. એમની સામે કોઈ બીજું સ્થાન છે નહીં. બીજા કોઈ લોકો બોલે, સતં બોલે એનો કોઈ અર્થ નથી. દ્રારકાધીશ હાજરાહજૂર છે અને તેમની સામે ટિપ્પણી કરવામાં આવે એ દુ:ખની વાત છે.


પબુભા માણેકે કહ્યું કે દ્રારકાધીશ એ સંઘર્ષ અવતાર છે. દ્રારકાધીશ વિરૂદ્ધ બોલનારના દિવસો પુરા થઇ ગયા છે. સનાતન ધર્મ ચારેય યુગમાં સનાતન છે. અત્યારે નવા-નવા કોઈ ઊપડાં હોય તો અમે વિરોધ નથી કરતા, હિન્દુઓ કે કોઈએ વિરોધ નથી કર્યો, પણ તમે તમારી જગ્યાએ રહો. તમે જો બીજાને નીચા ઉતારી આવું બોલતા હો તો હું એક દાખલો દઉં કે રાવણની સોનાની લંકા થઇ, રાવણે તપ કર્યું અને રાવણને અતિશય અભિમાન આવ્યું. પછી કંસને અભિમાન આવ્યું, બધાને અભિમાન આવ્યાં છે. મને લાગે છે આ સંસ્થામાં પૈસા ખુબ વધી ગયા લાગે છે અને તાકાત આવી ગઈ છે, નહીં તો આવી કબુદ્ધિ સૂઝે નહીં. 

પબુભાએ આગળ કહ્યું કે સ્વામિનારાયણમાં બધા આવા ન હોય, જે જે મને સાંભળતા હો એ આવાને સમજાવો, જેને ધર્મ વિશે ખબર નથી, સનાતન વિશે ખબર નથી એમને સમજાવો કે આ બધું રહેવા દો. આપણા સનાતન ધર્મમાં ચોખ્ખું લખ્યું છે કે સનાતન ધર્મ વિશેષ છે. ઇસ્લામને કે બીજા કોઈને કહેવાનો અધિકાર નથી, તમે તો હિન્દુ પર નભો છો અને આ રીતની વાતો કરો છો? તમે જે પણ ધર્મને માનતા હો એને માણો પણ સનાતન ધર્મને દાગ ન લાગે એવો એક પણ શબ્દ બોલો નહીં. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application