નૈઋત્યનું ચોમાસું, જે તેની સામાન્ય તારીખથી બે દિવસ પહેલાં 9 જૂને મુંબઈ પહોંચ્યા પછી અટકી ગયું હતું, તે આગામી બે દિવસમાં ફરી વેગ પકડશે, એમ ખાનગી હવામાન આગાહી કરનાર સ્કાયમેટ દ્વારા જણાવાયું છે. વરસાદના નવા ટ્રેન્ડ મુજબ દેશમાં જુન મહિનામાં ચોમાસું ખેંચાય છે , વચ્ચે વરસાદ વગરના દિવસો વધુ રહે છે અને છેક સપતેમ્બર મહિનામાં ભારે વરસાદનો લાંબો સ્પેલ ચાલે છે તેવું આઈએમડીના ડેટાનું પૃથ્થક્કરણ કરતા જાણવા મળે છે.
આઈએમડીના તાજેતરના ડેટા જૂનમાં ગોકળગાયથી ચાલતા ચોમાસાના વરસાદનું વલણ દશર્વિે છે, ત્યારબાદ સપ્ટેમ્બરમાં લાંબ સમય ભારે વરસાદ પડે છે. આ દરમિયાન ચોમાસાના મહિનાઓમાં વધતા તાપમાન અને પૂર્વ ભારતમાં કોરા દિવસોની સંખ્યામાં વધારો થાય છેનૈઋત્યનું ચોમાસું ભારતને તેના ખેતરો અને જળાશયો અને જળચરોને ફરીથી ભરવા માટે જરૂરી લગભગ 70% વરસાદ લાવે છે. ચોમાસાનું સમયસર આગમન ભારતના કૃષિ ક્ષેત્ર માટે નિણર્યિક છે, કારણ કે લગભગ 56% ચોખ્ખા વાવેતર વિસ્તાર અને 44% ખાદ્ય ઉત્પાદન ચોમાસાના વરસાદ પર આધારિત છે. પાકના મજબૂત ઉત્પાદન માટે, ખાદ્યપદાર્થોના સ્થિર ભાવ જાળવવા, ખાસ કરીને શાકભાજી માટે અને આર્થિક વિકાસને વેગ આપવા માટે સામાન્ય વરસાદ જરૂરી છે. ભારતના કુલ ઘરેલુ ઉત્પાદનમાં કૃષિનો ફાળો લગભગ 14% છે, જે સારા ચોમાસાના મહત્વ પર ભાર મૂકે છે.
24 જૂન સુધીમાં, સમગ્ર દેશમાં વિવિધતા સાથે, રાષ્ટ્રીય વરસાદની ખાધ 18% હતી. પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં 16% ની ઉણપ હતી, જ્યારે ઉત્તર પશ્ચિમ ભારતમાં 56% ખાધ સાથે પરિસ્થિતિ વધુ ચિંતાજનક છે. મધ્ય ભારતમાં 22% અછત હતી, જ્યારે દક્ષિણ દ્વીપકલ્પમાં 10% નો સરપ્લસ હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech