લાંબા વિરામ બાદ ફરી મેઘરાજા પધાર્યા : રાજકોટમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ

  • September 18, 2023 12:08 PM 

રાજકોટમાં શહેરમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. 

ગુજરાતમાં ફરી ચોમાસુ સક્રિય થયું છે. ગઈકાલથી રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે રાજકોટમાં ગઇકાલે પણ અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા બાદ સતત બીજા દિવસે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી આકાશમાં વાદળો છવાયા છે અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે તો કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ ખાબક્યો છે. શહેરના નાના મવા, યાજ્ઞિક રોડ, કુવાડવા રોડ, મોરબી રોડ, પેડક રોડ, ગુંદાવાડી, કાલાવડ રોડ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડયા છે. વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે. તેમજ વરસાદને લઈને રસ્તાઓ પાણીપાણી થઈ ગયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application